________________
પૈસાનો વ્યવહાર
૭૦
પૈસાનો વ્યવહાર
રીતે ખોળ ખોળ કરીશ નહીં. આ તો વગર કામના પાછળ ફર્યા કરે ! તે આવા મેં તો બધા બહુ જોયેલા. જગત છે ને, બધી જાતનું લોક હોય !
જ્ઞાતીના અનુભવોનાં તારણો... આ હું તો પાછો બધું અનુભવના તારણ પર લાવેલો, બાકી હું ધંધા પર પણ પૈસાના વિચાર કરતો ન હતો. પૈસાને માટે વિચાર કરે ને, એના જેવો ફૂલિશ જ કોઈ નથી. એ તો લમણે લખેલા છે બળ્યા ! ખોટે ય લમણે લખેલી છે. વગર વિચારે ખોટ આવે કે નથી આવતી.
પ્રશ્નકર્તા : આવે છે. દાદાશ્રી : અને નફો ? પ્રશ્નકર્તા : નફો ય આવે.
સામાતે આનંદિત કરીતે આમ ! અમારે કંપનીમાં ખોટ આવેલી તે જરા ઠંડું પડેલું, તે વડોદરે જઈએ ત્યારે લોકો પૂછે કે, ‘બહુ ખોટ આવી છે ?” ત્યારે મેં કહ્યું કે “કેટલી લાગે છે તમને ?” ત્યારે કહે કે, લાખેક રૂપિયાની ખોટ આવી લાગે છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘ત્રણ લાખની ખોટ ગઈ છે.’ હવે ધંધાને અરધા લાખની કે પોણા લાખની ખોટ આવી હોય, પણ હું તેને ત્રણ લાખની કહું, કારણ કે પેલો ખોળવા આવેલો હોય ! એ શું ખોળવા આવ્યો છે એ હું જાણું કે આને જો હું લાખની કહીશ તો ખુશ રહેશે ને બિચારાને ઘેર ખાવાનું ભાવશે. એટલે હું કહું કે ત્રણ લાખની ગઈ એટલે તે દહાડે એ જમે નિરાંતે. અને બીજો કો'ક લાગણીવાળો આવે ને પૂછે કે “ખોટ બહુ ગઈ છે ?” ત્યારે હું કહ્યું કે, “ના, પચાસેક હજારની ખોટ ગઈ છે.’ એટલે એને ય ઘેર જઈને શાંતિ રહે. લાગણીવાળા અને પેલા બેઉ જાતનાં લોક આવવાનાં, બેઉને ખુશ કરીને કાઢવાનાં. હું કહું કે, ‘ત્રણેક લાખની ખોટ ગઈ છે. એટલે પેલો તો બહુ ઉછાળે ચઢે. એને કહું પાછો કે ચા પીને જાવ ને ?” ત્યારે કહે કે, મારે જરા કામ છે', કારણ કે પેલો આનંદ આવી ગયો ને, એટલે આ બધું આવી ગયું. એને એનો ખોરાક મળી ગયો, કારણ કે દ્વેષ છે ને ?! આ સ્પર્ધા એવી વસ્તુ છે કે સ્પર્ધાના માર્યા ચાહે સો કરી નાખે માણસ. સ્પર્ધા કે, “મારા કરતાં આગળ વધી ગયો છે ? હવે પાછળ પાડવા જ જોઈએ.’ એટલે પાછા પાડવાનો પ્રયત્ન કર્યા કરે. એવાને હું એવું ચોખ્ખું જ કહી દઉં ને, કે વધારે ખોટ ગઈ છે. જો એને નિરાંતે ખાવાનું ભાથું ને ! એનો આપણને વાંધો નથી. પણ લોકોને તો શું કે જવાબ તો આપવા પડે ને ! તેને જો કહી દઈએ કે, “ના, કશી ખોટ નથી ગઈ એટલે પેલો વધારે ખોળી લાવે પાછો કે આ તો નન્નો ભણે છે. એટલે એને કહેવું પડે, “નન્નો નહીં, હા ભણું છું. ત્રણ ગણી ખોટ ગઈ છે. જેણે તને કહ્યું હોય તેને પૂછી જોજે. તેને ખબર નહીં હોય. પણ મને ખોટ સારા પ્રમાણમાં ગઈ છે.’ પછી થોડા દિવસે પાછો ફરી આવે ને કહે કે, “હવે ધંધાનું કેમનું છે તમારે ? બંધ કરવું પડશે ?” ત્યારે મેં કહ્યું કે, “આ તો સાત લાખની મિલકત હતી તેમાંથી ત્રણ લાખ ઓછી થઈ ગઈ” એટલે એને નવી જાતનું જો બોલીએ. ‘અલ્યા, તું મને ક્યાંથી પહોંચી વળવાનો હતો ?’ હું જ્ઞાનીપુરુષ છું, તને દુઃખ નહીં આપું, પણ તું આ
દાદાશ્રી : એટલે તો લમણે લખેલું છે બળ્યું ! હું નાનપણથી સમજી ગયેલો કે આ લમણે લખેલું છે.
આ તો વગર કામનું દળેલાને દળદળ કરે છે. આ તો બધું લઈને આવેલા છે. આ વાળ ઊગ્યા કરે છે કે નહીં ? કે ચિંતા ના કરે તો ય ઊગે ને ?
પ્રશ્નકર્તા : ઊગે.
દાદાશ્રી : આ આંકોમાં જે અજવાળું રહે છે ને એ જો એમ કહ્યું હોત કે જો તમે પ્રયત્ન કરશો તો અજવાળું રહેશે. તો ત્રણ દહાડામાં આંધળો થઈ ગયો હોત. આ તો કુદરતને આધીન છે ને ! એ જ્ઞાનરસ તો એટલી બધી ઝીણી ઝીણી નસોમાંથી ફરે છે, એ આ અજવાળું રાખે છે તે વાળ કરતાં ય પાતળી નસો છે. અને ડૉક્ટરના હાથમાં સોંપે ને તો ત્રણ દહાડામાં આંધળો કરી નાખે. આ કુદરત એટલી બધી સુંદર છે. આ કુદરતનો આપણે ઉપકાર માનવો જોઈએ.
અને આ વગર કામની પૈસાની હાય, હાય શું કરવાની ?! અલ્યા ખોટ આવે છે, તે ય વગર વિચારે જ આવે છે. ત્યારે પેલો નફો કંઈ વિચારીએ ને