________________
પૈસાનો વ્યવહાર
૭૧
૭૧
પૈસાનો વ્યવહાર
આવતો હશે ? વિચારવાથી તો ઓછું થાય ઊલટું !
આપણે આપણું કામ કર્યું જાવ. સવારમાં બધા આઠ વાગે દુકાન ઉઘાડે. તો આપણે પણ આઠ વાગે ઉઘાડવાની. બધા નવ વાગે ઉઘાડે તો આપણે દુકાન નવ વાગે ઉઘાડવાની. બધા નવ વાગે ઉઘાડે તો આપણે કંઈ પાંચ વાગે ત્યાં જઈને બેસવાનું નહીં. અને બધા ય રાત્રે સાડા દસે સૂઈ જાય એટલે આપણે જાણવું કે બધા સૂઈ ગયા છે, હવે એમ કરીને આપણે સૂઈ જવાનું. પછી વિચારવા-કરવાનું નહીં. કાલે શું થવાનું છે એનો વિચાર આજે નહીં કરવાનો. બધા સૂઈ ગયા તે હું એકલો એવો મૂરખ કે જાગ્યા કરું ? બહાર જોઈએ તો એવી સમજણ ના પડે ?
પ્રશ્નકર્તા : સમજણ તો પડે પણ મન કૂદાકૂદ કરતું હોય ને આવતી કાલનું કામ પણ આજે પતાવી દઉ ને ?
દાદાશ્રી : હા, મન કૂદાકૂદ કરે. પણ મનને કહીએ કે જો બધા સૂઈ ગયા છે. તું જો વગર કામનું બૂમાબૂમ કરીશ તો એમાં કશો સ્વાદ નહીં કાઢે, બધા સૂઈ ગયા ને તું એકલો ડહાપણવાળો વગર કામનો ક્યાંથી જગાડે છે ? કહીએ. આ તો રાતે જાગે તો ય સવારમાં કશું વધ્યું ના હોય ને ઉલટો મોડો ઊઠે.
આ બધુ ઑન ટ્રાયલ મેં લઈ લીધું છે, હોં ! આખી લાઈફ પૂરી ટ્રાયલ લીધી છે. દરેક વસ્તુમાં ટ્રાયલ લઈને જ હું આગળ ચાલ્યો છું. એમ ને એમ નથી ખસ્યો છું અને કેટલા ય અવતાર ટ્રાયલથી જ લાવેલો છું. ત્યારે તો હું તમને આ બધી અનુભવી વાતો કરી શકું છું. અને તો ખુલાસો થાય ને ! ખુલાસા ના તાય તો માણસ ગુંચાય.
ચોરીઓ થાય. પોલીસો ય બોલાવાય ! અમારે કામ પર એવું હતું ને, કે જેને રાખીએ તે જ ચોરીઓ કરાવડાવતો હતો. પછી એકને બદલે બે માણસ રાખ્યા. એક રાતનો ને એક દહાડાનો એમ બે માણસ રાખ્યા. તો તે ય ચોરી કરાવતો હતો. બીજે ત્રીજે દહાડે ચોરીઓ થયા જ કરે. હું સમજી ગયો કે આ બધું બરાબર છે, આ હિસાબ બધો ચૂકવી દેવાનો થયો છે. આ ગામમાં ચોરીઓનો હિસાબ ચૂકવવા આવ્યા છીએ, તે બધો હિસાબ
ચૂકવાઈ જાય એટલે ઉકેલ આવી ગયો. ચોર ચોરીઓ કરે ને અમારે સવારમાં જાણવાનું, પાછું સાત દહાડે પોલીસવાળાને ખબર આપવાની. એ ખાતર પાછળ દીવેલ ! એમ કરવાનું ? ના, એ ય નાટક કરવું પડે. નાટક ના કરીએ તો પછી ખોટું ઠરે, પાછો ફોજદાર આવે, એ ફોજદાર પૂછે કે, “શું શું ગયું ? ત્યારે હું કહું કે, ‘આ આ ગયું છે. અમુક સામાન બધો ગયો છે, તમે એકવાર બધાંને દબડાવો.” તે પછી એ બધાને દબડાવી આવે કે, “હેય. આમ કેમ ? હેય, આમ કેમ ? હું આવ્યો છું.' આપણે જાણીએ કે કાલથી પાછી ચોરીઓ ચાલુ થઈ જવાની, આપણે એ જ્ઞાન જાણતા જ હોઈએ. ફોજદાર દબડાવે, પેલા ચોરી કરે, આપણે આ બધું કરાવડાવીએ, એમ બધું ચાલ્યા કે ! પણ ‘વ્યવસ્થિત’ ની બહાર કશું થઈ જવાનું નથી. બાર મહિના સુધી ચોરી થઈ, પણ અમારે ત્યાં કોઈને પેટમાં પાણી હાલેલું નહીં. એ જ ચોરીઓ થયા કરે, આપણે જાણ્યા કરવાનું કે ભઈ, આજે આટલી ચોરી થઈ.
ચોર ચોરી કરે છે એ તો બિચારા સારા, બાકી જે શાહુકાર કહેવાય ને એ ચોરીઓ કરે, એ તો વધારે ગુનેગાર છે. એના કરતાં પેલા તો ચોર જ છે. એ કહે પણ છે ને, કે મારો ધંધો જ ચોરી છે.
આવી ચોરીઓ તા શોભે ! પ્રશ્નકર્તા : પણ આવું ના કરે તો પેટ ક્યાંથી ભરે !
દાદાશ્રી : અમને ય એવો ભય લાગતો હતો પહેલાં. આ કળિયુગમાં અમે ય જન્મેલા ને ! તે ૧૯૫૧ સુધી તો એવો ભય રહ્યો હતો પણ પછી ભય છોડી દીધો. કારણ કે આ સિમેન્ટ કાઢી લેવો એ માણસમાંથી બ્લડ ચૂસી લેવા જેવું છે. અને લોખંડ કાઢી લેવું એ આ બધા સ્કેલેટન (હાડકાં) કાઢી લેવા જેવું છે. સ્કેલેટન કાઢી લીધું, લોહી કાઢી લીધું, પછી મકાનમાં રહ્યું શું ?
આપણને ચોરી ના શોભે – આપણે શાહુકાર થઈને ચોરી કરીએ તેના કરતાં તો ચોર સારા - આ ચોરીઓ કરે છે ને તેના કરતાં ભેળસેળ કરે છે તે તો વધારે ગુનેગાર છે. આ તો ભાન જ નથી કે હું આ ગુનો કરું તેનું ફળ શું આવશે, બેભાનપણામાં બાન વગર જ ગુના કરે છે.