________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
લઈ જશે તેનું ય કશું ઠેકાણું નથી, કોના હાથમાં શું સ્પર્શે, તેનું યે ઠેકાણું નથી. મારી વાત તમને સમજાય છે ને ?!
નિયમો, સ્પર્શતા.... એટલે આ જગત બધું સ્પર્શના નિયમના આધારે ચાલે છે. આ સ્પંદનો છે ને, તો સ્પર્શના નિયમોના આધારે ચાલે છે. અત્યારે આ ઠંડો પવન આવે છે ને, તો ય અંદરથી સ્પર્શ એવો થાય કે અહીં આગળ દઝાયા હોય એવું લાગે. આ રૂપિયાનો સ્પર્શ થાય, મીઠાનો સ્પર્શ થાય, કડવાનો સ્પર્શ થાય એવા સ્પર્શ નથી થતા ? એટલે જે સ્પર્શ થવાનું હશે તે થશે. આ માથાના વાળ માટે તું ચિંતા નથી કરતો કે ગાંજો ન મળે તો શું કરીશું ? ગાંયજો હડતાળ પાડે તો શું કરીશું.
જેતો અભિપ્રાય, તેના વિચાર ! પ્રશ્નકર્તા : ના, પણ અમુક બાબત તરફ તો દુર્લક્ષ જ હોય છે.
દાદાશ્રી : ના, એવું છે, કે જેમાં આગ્રહ નથી કર્યો તેનો કશો વિચાર નથી આવતો અને જેના આગ્રહ કર્યા છે, જેના અભિપ્રાય બાંધ્યા છે તેના જ વિચારો આવે. આ વાળ વધે તો ય તને કશું નહીં ને ઘટે તો ય કશું થાય નહીં, એટલે એનો વિચાર જ ના આવે. કેટલાકને તો વાળના બહુ વિચાર આવે. આ સ્ત્રીઓને ગાંયજા સંબંધી વિચાર આવતા હશે ય એમને વાળ કપાવવાની જરૂર જ નથી ને ? એટલે એ તરફના વિચાર જ નહીં આવવાના. ગાંયજાઓ જીવો કે મરો, પણ એ સંબંધી વિચાર જ ના આવે, જેના અભિપ્રાય વધારે બાંધેલા, તે જ ખેંચ ખેંચ કર્યા કરે.
અમારા ધંધાની વાતો ! બાકી, ધંધામાં ખોટ આવી હોય તો લોકોને કહું અને નફો આવ્યો હોય તો ય કહી દઉં ! પણ પણ લોક પૂછે તો જ, નહીં તો મારા ધંધાની વાત જ ના કરું. લોક પૂછે કે, ‘તમને હમણાં ખોટ આવી છે, એ વાત ખરી ?” ત્યારે હું કહી દઉં કે “એ વાત ખરી છે'. કોઈ દહાડો ય અમારા ભાગીદારે એમ નથી કહ્યું કે તમે કેમ કહી દો છો ? કારણ કે આવું કહેલું તો સારું કે લોક ધીરવા આવતા હોય તો બંધ થઈ જશે ને દેવું વધતું-ઓછું થશે, નહીં તો લોકો શું કહેશે ? ‘અલ્યા, ના કહેવાય, નહીં તો લોક ધીરશે નહીં.’ પણ આ તો આપણે દેવું વધી જાય ને, ચોખે ચોખ્ખું કહી દો ને, જે થયું હોય કે ભઈ ખોટ ગઈ છે.
ખોટ ગઈ હોય તો ય સામાને વાત ખુલ્લી કરી દેવી. એટલે સામો ભાવના કરે. એટલે પરમાણુ ઊડી જાય ને પોતે હલકો થઈ જાય.
એકલો મહીં મૂંઝાયા કરે તો વધારે બોજો લાગે !
જેટલી ફિકરો આવે તેને આમ ફાકી કરીને ફાકી જવાની. અમે વેપાર કરતા હતા ત્યારે બહુ ફિકરો આવેલી, જ્ઞાન પહેલાં. ત્યારે જ આ જ્ઞાન થાય ને ! અમારા છોકરા મરી ગયા ત્યારે પેંડા ખવડાવેલા !
અમે તો શું કરતા કે ધંધામાં એકદમ મુશ્કેલી આવી જાય તો તો વાત જ નહીં કરવાની ને હીરાબાને બહારથી ખબર પડે કે ધંધામાં મુશ્કેલી છે અમને પૂછે કે શું ખોટ ગઈ છે ? અમે કહીએ કે, ના ના. લે આ રૂપિયા આ પૈસા આવ્યા છે તે તમારે જોઈએ છે ? ત્યારે હીરાબા કહે કે આ લોકો તો કહે છે કે ખોટ આવી. ત્યારે હું કહું કે ના, ના. આ તો વધારે કમાયા છીએ. પણ આ વાત ખાનગી રાખજો.
અમારા ધંધામાં ખોટ જાય તો કેટલાકને દુઃખ થાય. તે મને કહેવા આવે કે કેટલી ખોટ આવી છે ? બહુ આવી છે ? ત્યારે હું કહું કે ખોટ આવેલી, પણ હમણાં જ ઓચિંતો જ એક લાખ રૂપિયાનો નફો મળ્યો ! તે પેલાને ટાઢક થઈ જાય.
સમભાવ !
સમભાવ કોને કહે છે ? સમભાવ નફાને અને ખોટને સરખું ના કહે. સમભાવ એટલે નફાને બદલે ખોટ આવે તો ય વાંધો નહીં, નફો આવે તો ય વાંધો નહીં. નફાથી ઉત્તેજના ના થાય, અને પેલાથી (ખોટથી) ડીપ્રેશન ના આવે. એટલે કશું થાય નહીં. કંકાતીત થયેલાં હોય.