________________
પૈસાનો વ્યવહાર
૬૮
૬૮
પૈસાનો વ્યવહાર
કહેવાનું ? આપણે છીએ અને આ તો ધૂળધાણી !
નફો-ખોટ પોતાને કે પાકાતે ? આ બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઈ, કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઈએ ? આપણને નફો-ખોટ સ્પર્શતાં નથી. અને જો ખોટ ગઈ ને ઈન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે “હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.”
અમને કોઈ પૂછે કે “આ સાલ ખોટમાં ગયા છો ?” તો અમે કહીએ કે, ‘ના ભાઈ, અમો ખોટમાં ગયા નથી, ધંધાને ખોટ ગઈ છે !'
અને નફો થાય ત્યારે કહીએ કે, ધંધાને નફો થયો છે.” અમારે નફો-તોટો હોય જ નહીં.
અનામત' રાખો ધંધામાં ! પ્રશ્નકર્તા : અમુક લક્ષ ચોંટવાળાં નથી હોતાં, ને અમુક વસ્તુ વેચવાની હોય ને આપણે ધારીએ કે પાંચ રૂપિયા નફો મળશે ને ત્યાં જ નુકસાન થાય તો ત્યાં પછી એની ચોંટી રહ્યા કરે.
કો’ક શેઠિયા મને દબાણ કરે કે, ‘ના તમારે તો પ્લેનમાં કલકત્તા આવવું જ પડશે.’ હું ‘ના, ના’ કહું તો ય દબાણ કર્યા કરે. એટલે કશું છોડે જ નહીં ને ! માટે એનો હિસાબ જ ના કરવો, વધઘટનો હિસાબ જ ના કાઢવો. જ્યારે જે દહાડે ખોટ લાગે ને, તે દહાડે આપણે પાંચ રૂપિયા “અનામત” નામે જમે કરી દેવા. એટલે આપણી પાસે સિલક, અનામત સિલક રહે, કારણ કે આ ચોપડા કંઈ કાયમના છે ? બે-ચાર કે આઠ વર્ષ પછી ફાડી નથી નાખતા ? જો સાચો હોય તો ફાડે કોઈ ? આ તો બધું મનને મનાવવાનાં સાધનો છે. તો આપણે જે દહાડે દોઢસોની ખોટ ગઈ હોય છે. તે આપણે પાંચસો રૂપિયા અનામત ખાતે જમે કર્યા એટલે સાડી ત્રણસોની સિલક આપણી પાસે રહે. એટલે દોઢસોની ખોટને બદલે સાડી ત્રણસોની સિલક આપણને દેખાય. એવું છે. આ જગત બધું ગપ્પગપ્પા ચુમ્માળસો છે, બારેબાર ચુમ્માળસો નથી આ. બારેબાર ચુમ્માળસો હોત તો એ એકઝેક્ટ સિદ્ધાંત કહેવાત. સંસાર એટલે ગપ્પગપ્પ ચુમ્માળસો અને મોક્ષ એટલે બારેબારા ચુમ્માલસો.
તમારે તો લાઈન સારી છે તે કશી વધઘટ આવવાનું સાધન જ નહીં ને ! ખોટ જાય તો પડોશીને જાય, દુકાનદારને જાય કે શેઠને જાય. આપણે તો ભાગિયા નહીં, તે ભાગ્યશાળી યે નહીં થવાનું અભાગિયા ય નહીં થવાનું, નોર્મલ !! અને જો કદી આ જ્ઞાન ના મળ્યું હોત, મનમાં એમ થાય કે આ જગતમાં હજી મને ફત્તેહ જેવું નથી, તે પછી બધા જોડે રેસકોર્સમાં ઊભા રહેવું પડત. દોડાય જરાય નહિ અને રેસકોર્સમાં ઊભા રહેવું પડે તો શી દશા થાય આપણી ? પાછું બધા દોડતા ઘોડાની ઉપાધિ આપણે કરવાની.
એટલે તમને સમજાયું ને ? કે આ જગત એકઝેક્ટ નથી. બારેબાર ચુમ્માળસો નથી, આ તો ગપ્પગપ્પ ચુમ્માળસો છે. બારેબારા ચુમ્માળસો હોય તો તો ભગવાનનો સિદ્ધાંત થયો કહેવાય, પણ એવું આ જગત નથી. અમારે ધંધાને ખોટ આવે તો હું કહી દઉં કે વીસ હજાર રૂપિયા અનામત નામે જમા કરી દો. પછી અનામત નામ પરની સિલક કાઢવી. હવે એ સિલક મૂકવી ક્યાં એ તો ભગવાન જાણે ! ખરેખર તો એ સિલક છે જ ક્યાં ? છતાં એવી સિલક હોય અને વખતે આપણે સાચવીને મૂકીએ ને કોઈ લઈ ગયું તો ? એટલે ક્યારે કોઈ
દાદાશ્રી : એ ખોટને તો આપણે ત્યાં ને ત્યાં જ જમે કરી નાખીએ કે ખોટ ખાતે જમા, અને ચોપડામાં જમે ઉધાર કાઢી નાખ્યું એટલે ચોપડો ચોખ્ખો થઈ ગયો. એવું છે કે આગળના બધા અભિપ્રાય બેઠેલા કે આમ નફો મળશે, તેમ નફો મળશે અને ત્યાં જ એ ખોટ ગઈ. એટલે આપણે ‘વ્યવસ્થિત’ છે એવું કહેવું પડે. હજી બીજી ખોટ જવાની હશે તે ‘વ્યવસ્થિત’માં હશે તો આવશે. એટલે આ નફોખોટ એ આપણા હાથમાં નથી. આપણે ના કહેશું તો ય એ નફો આવ્યા કરશે. આપણે કહીએ કે ના, હવે હું તો કંટાળ્યો આ નફાથી, તો ય ચાલે નહીં. એટલે આપણે ના કહીએ તો ય નફો દબાણ કરે, નફાને માટે ય દબાણ ને ખોટને માટે ય દબાણ ! માટે નફા ખોટનો હિસાબ જ ના કાઢવો.