________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
એ આપણું કામ નહીં. એટલે નોર્માલિટી સમજાવી જોઈએ. હવે ત્રણ શિફટ ચલાવડાવે, તેમાં આ નવો પૈણેલો છે, તેને વહુને મળવાનો વખત ના મળે તો શું થાય ? એ ત્રણ શિફટ બરોબર છે ? નવી વહુ પૈણીને આવ્યો હોય એટલે વહુના મનનું તો સમાધાન રાખવું જોઈએ ને ? ઘેર જાય એટલે વહુ કહે કે, ‘તમે તો મને મળતાં ય નથી. વાતચીતે ય કરતાં નથી !' તો આ વાજબી ના કહેવાય ને ? જગતમાં વાજબી દેખાય એવું હોવું જોઈએ.
ઘરમાં ફાધર જોડે કે બીજા જોડે ધંધાની બાબતમાં મતભેદ ના પડે એટલા હારુ તમારે ય કહેવું. હા એ હા, કે ‘ચલતી હૈ તો ચલને દે.’ પણ આપણે બધાએ ભેગા થઈને નક્કી કરવું જોઈએ કે પંદર લાખ ભેગા કર્યા પછી આપણે વધારે જોઈતું નથી, ઘરના બધા મેમ્બરોની પાર્લામેન્ટ ભરીને નક્કી કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : એમાં કોઈ ‘એગ્રી’ ના થાય, દાદા. દાદાશ્રી : તો પછી એ કામનું નહીં – બધાંએ નક્કી કરવું જોઈએ.
આપણે ચાર શિફટ ચલાવીએ, જો બસ્સો વર્ષનું આયુષ્યનું એકસ્ટેન્શન લાવશે એ ?
પ્રશ્નકર્તા: એ બની શકે જ નહીં ને ?
દાદાશ્રી : તો પછી શા હારુ? શેને માટે ? હા, આપણે ધંધો કરીએ, પણ રીતસર ને બધું વ્યવહાર જેટલું જ, વ્યવહાર એટલે નિરાંતે જમીને, અડધો કલાક આરામ કરી અને પછી ધંધા પર જવું. આમ દોડધામ, દોડદામ, દોડધામ કરવાની શી જરૂર ? જાણે બે હજાર વર્ષનું આયુષ્ય વધારે લખીને ના લાવ્યો હોય !!! આત્માનું ય કરવું જોઈએ ને ? આત્માનું તો પહેલું કરવું જોઈએ. તમે આત્માનું ગયા અવતારે કર્યું હતું તેથી અત્યારે આ સુખ ને શાંતિ છે, નહીં તો મજૂરી કરી કરીને મરી જાય. ગયા અવતારે આત્માનું કર્યું હતું તેનું આ ફળ છે. અને હવે નવેસરથી પાછું કરશો તેનું ફળ આવશે.
પ્રશ્નકર્તા : હવે ધંધો કેટલો વધારવો જોઈએ ?
દાદાશ્રી : ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, ત્યારે આપણે ખસેડવા ધારીએ ત્યારે એ ખસેડી શકાય એવું હોવું જોઈએ. જે આવતી ના હોય તે ઉપાધિને બોલાવવાની નહીં.
તમારી મિલકતની ખબર છે ? આ દુનિયામાં બધાં દુઃખો માનેલાં છે. રોંગબિલીફ છે.” એક માણસ અહીં આગળ આવ્યા હતા. ‘દાદાજી મારે ઘણું દુઃખ છે, મારે ચોગરદમનું દુઃખ છે, પૈસા-બૈસાની બાબતમાં સાવ ગરીબ જેવો થઈ ગયો છું'. મેં કહ્યું, “આ બે આંખો બે લાખમાં આપવી છે ?” ત્યારે કહે, “ના, ના અપાય.’ ત્યારે મેં કહ્યું, ‘આટલા બે લાખ તો આની કિંમત ગણો ? શું બોલો છો તમે આવું ? લાચારી બતાવો છો ?” કેટલા લાખની મિલકત છે આપણી પાસે ? આ કાગળિયાંના પૈસા ગણો છો ? જુઓ તો ખરાં ? એક શ્રીમંતને આંખ ગયેલી હોય. ને વીસ લાખ રૂપિયા આપે તો કંઈ આખ થાય ? એટલે તમારી પાસે મિલકત તો છે જ. તમારે વેચવી નથી.
ધંધામાં જરાક ખોટ જાય કે માણસ દુઃખી દુઃખી થઈ જાય. મારી પાર્ટનરશીપનો નકશો હું તમને કહું તો તમને અજાયબી થશે. લાખ લાખ રૂપિયા જાય તો ય અમે જવા દઈએ. કારણ કે રૂપિયા જવાના છે ને અમે રહેવાના છીએ. ગમે તે હોય પણ અમે કષાય ના થવા દઈએ. લાખ રૂપિયા ગયા તો એમાં શું
દાદાશ્રી : તો આ બધું ધ્યાનમાં રહેવું જોઈએ, અને કમાયા પછી ફરી ખોટ ના જવાની હોય તો કમાયેલું કામનું. આ તો પાછી ખોટ જવાની, જોખમદારી ઊભી રહી પાછી ! ખોટ જાય કે ના જાય ?
પ્રશ્નકર્તા : જાય.
દાદાશ્રી : તે ઘડીએ શું બધાંએ ભેગા થઈ ને રડવા બેસવું ? આખો દહાડો કઢાપો અજંપો, ના જાણે ક્યાં જવું છે ! શેના હારું કરે છે ? જાણે હજાર બે હજાર (વર્ષનું) આયુષ્યનું એકસ્ટેન્શન ના કાઢી લાવ્યો હોય !!! ત્યાં એસ્ટેન્શન કરી આપે છે ને ?
પ્રશ્નકર્તા : કોઈ ના કરી આપે.