________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
દાદાશ્રી : હા, હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : કામ કર્યું જવાનું, એમાં કંઈ આઠ કલાક કે દસ કલાક રાખવાના, પછી પંદર-વીસ કલાક ના રાખવા જોઈએ.
દાદાશ્રી : એનો નિયમ હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : નોકરીવાળાને તો નિયમ હોય. પણ વેપારવાળાને તો જાણે નિયમ જ ના હોય.
દાદાશ્રી : વેપારવાળો અનિયમ કરે, તો રાતે બે વાગ્યે ય એને દુકાન ઊઘાડી રાખવાનું કોણ ના પાડે છે ? આનો કંઈ પાર આવવાનો છે ? બે સિગારેટનાં પાકીટ માટે અલ્યા, આખી રાત કાઢવાની ?!
કરીએ તો ઉલટી ખોટ જાય, એનાં કરતાં આપણે આત્માનું કંઈ કરી લેવું. ગયા અવતારે આ ના કર્યું તેની તો આ ભાંજગડ થઈ. આપણું જ્ઞાન આપેલું હોય તેની તો વાત જ જુદી છે, પણ આપણું જ્ઞાન ના મળતું હોય, તો ય તે તો ભગવાનને ભરોસે મૂકી દે છે ને ! એને શું કરવું પડે ? ‘ભગવાન જે કરે એ ખરું કહે છે ને ? અને બુદ્ધિથી માપવા જાય તો કોઈ દહાડો ય તાળો જડે એવો નથી ?
જ્યારે સંયોગ સારા ના હોય ત્યારે લોક કમાવા નીકળે છે. ત્યારે તો ભક્તિ કરવી જોઈએ. સંજોગ સારા ના હોય ત્યારે શું કરવું જોઈએ ? આત્માનું, પોતાના આત્માનું, સત્સંગ, બધું આખો દહાડો એ જ કર્યા કરીએ. શાક ના હોય તો ના લાવીએ, ખીચડી જેટલું તો થાય ને ! આ તો યોગ હોય તો કમાય, નહીં તો નફાબજારમાં ખોટ ખાય ને યોગ હોય તો ખોટ બજારમાં નફો કરે, યોગની વાત છે બધી.
નફો ખોટ કશું ય કાબૂની વાત નથી, માટે નેચરલ એડજસ્ટમેન્ટના આધારે ચાલો. દસ લાખ કમાયા પછી એકદમ પાંચ લાખની ખોટ આવે તો ? આ તો લાખની ખોટ જ ના ખમી શકે ને ! અને આખો દહાડો રડારોળ, ચિંતા, વરીઝ કરી મૂકે ! અરે, ગાંડો ય થઈ જાય ! એવા ગાંડા થઈ યેલા અત્યાર સુધી મેં કેટલાય એવા જોયેલા છે ! રાત્રે બાર એક વાગ્યે, બે વાગ્યે પુરુષાર્થ હલ કરવાનો ?
પ્રશ્નકર્તા : તો તો માણસ મેન્ટલ થઈ જાય.
દાદાશ્રી : આ મેન્ટલ તો થઈ જ ગયેલા છે, વળી પાછા હજુ મેન્ટલ ક્યાં થવાના છે ?! આખું જગત મેન્ટલ હોસ્પિટલ જ થઈ ગયેલું છે ને ! એટલે હવે ફરી મેન્ટલ નહીં થવાનું, કારણ કે ડબલ મેન્ટલ તો હોય ? એટલે નફો ખોટ એ બધું આપણા હાથની વાત નથી. આપણે તો આપણું કામ કરો, અને આપણી ફરજો જે હોય એટલી બજાવવાની.
તોર્માલિટી, ધંધાતા સમયની ! પ્રશ્નકર્તા : કામ કરવાનો કંઈ નોર્મલ ટાઈમ હોવો જોઈએ ને ?
જ્યાં બધા દુકાન આઠ વાગે ઉઘાડતા હોય, ત્યાં આપણે સાડા છ વાગ્યાના ઊઘાડીને બેસીએ એમાં કશો અર્થ નથી, મહેનત બધી અનર્થ છે અને આઠ વાગ્યા પછી ઊઘાડવું એ ય ગુનો છે. બપોરે બધા બંધ કરે તે ટાઈમે બંધ કરી દેવાનું.
પ્રશ્નકર્તા : બધા કારખાનાવાળાઓ ત્રણ ત્રણ શિફટ તો ચલાવતા હોય, તે દેખાદેખીમાં બીજા પણ કહે કે હું પણ કેમ કરીને ત્રણ શિફટ ચલાવું.
દાદાશ્રી : હા, પણ તો તો ત્રણ નહીં, પાંચ કરી જુઓને ?! એવું છે, આ નેચરે પણ આપણા શરીરની દરેક વસ્તુ જોઈએ એવી ગોઠવી છે. આ બે કાન એમાં એક ઓચિંતો બંધ થઈ ગયો તો શું થાય ? પણ ગાડી ચાલુ રહે ને ? બે આંખો, એમાં એક બંધ થઈ ગયો હોય તો શું થાય ? આવી કેટલીક વસ્તુઓ બધી બે બે રાખી છે ને ? એવું આય બહુ ત્યારે બે શિફટ ચલાવાય. બાકી એનો પાર જ ના આવે ને !
પ્રશ્નકર્તા : આ જંજાળને જેટલું બને તેટલું નોર્મલ રાખવું જોઈએ.
દાદાશ્રી : એવું છે ને, ખાતા-પીતી વખતે ચિત્ત કારખાને ના જતું હોય તો કારખાનું બરોબર છે, પણ ખાતા-પીતી વખતે ચિત્ત કારખાને જતું રહેતું હોય તો એ કારખાનાને શું કરવાનું ? આપણને હાર્ટફેઈલનો ધંધો કરાવડાવે એ કારખાનું,