________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે પહેલેથી ચેતીને ચાલો કે જેથી અશાતાવેદનીમાં હાલી ના જવાય.
એ સમજણે ચિંતા ગઈ.... ધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયા બેસી જાય તો ધંધો બેસી જાય.
પહેલાં અમારે એક ફેરો, અમારી કંપનીમાં ખોટ આવેલી. જ્ઞાન થયા પહેલાં, ત્યારે અમને આખી રાત ઊંઘ ના આવે. ચિંતા થયા કરે. ત્યારે મહીંથી જવાબ મળ્યો કે આ ખોટમાં કોણ કોણ ચિંતા અત્યારે કરતું હશે ? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે ચિંતા ના કે કરતા હોય. હું ફક્ત એકલો જ કરતો હોઉં. અને બધાં બૈરાંછોકરાં ભાગીદાર છે, તો તે કોઈ જાણતા જ નથી. હવે એ બધા નથી જાણતા તો ય એમનું ચાલે છે, તો હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું આ બધું ય ! એટલે પછી મારી અક્કલ આવી ગઈ. કારણ કે પેલાં બધાં ચિંતા ના કરે, ભાગીદાર છે બધાં, તો ય તે ચિંતા ના કરે, તો હું એકલો જ ચિંતા કરું. તે પછી મારામાં અક્કલ આવી ગઈ એટલે ચિંતા કરું નહીં. અરે, એ લોકો ચિંતા ના કરે તો મારે ચિંતા કરવાની શી જરૂર ? મારે તો મારી ફરજ બજાવવાની; ચિંતા-બિંતા કરવાની નહીં. એ નફો-નુકસાન એ બધું કારખાનાનું હોય છે. આપણે માથે નથી. આપણે તો ફરજ બજાવાના અધિકારી. બધું કારખાનું હોય છે. કારખાનું માથે લઈને ફરીએ છીએ તો રાત્રે ઊંઘ કેટલી બધી આવે ?
પ્રશ્નકર્તા : ઊંઘ ના આવે.
દાદાશ્રી : ઊંઘ ના આવે ને ? એ તો સારું છે તમારે વકીલાત છે. નહીં તો તમને કારખાનામાં બેસાડ્યા હોય ને તો શું થાય ? તે પોતે ઊંડો ઊતરે ને. તો છોકરો ચિંતા કરતો હોય, પાછો આ બાપે ય ચિંતા કરતો હોય. છોકરો એના કારખાને ચિંતા કરતો હોય. પણ બાપા ઊતર્યા એટલે બાપા જાણે કે આવું આટલું જવા માંડ્યું. તે પછી બધાં ચિંતા કરે એટલે ખોટ જતી રહે, નહીં ? ચિંતાથી જ આ બધી ખોટો જાય છે. ચિંતા કરવાનો અધિકાર નથી. વિચાર કરવાનો અધિકાર છે, કે ભઈ આટલે સુધી વિચાર કરવાનો, અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ
પામે એટલે બંધ કરી દેવું જોઈએ.
એ એબોવનોર્મલ વિચાર ગણાય છે, એ ચિંતા કહેવાય છે. એબોવનોર્મલ વિચાર એ ચિંતા કહેવાય છે. એટલે અમે વિચાર તો કરીએ, પણ જે એબોવનોર્મલ થયું ને ગુંચાયું પેટમાં, એટલે બંધ કરી દઈએ.
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે મહીં જતા રહ્યા ત્યાં સુધી વિચાર કહેવાય અને જો મહીં ચિંતા થઈ તો લપેટાયો કહેવાય ?
દાદાશ્રી : ચિંતા થઈ એટલે લપેટાયો જ ને ! ચિંતા થઈ એટલે એ જાણે કે મારે લીધે જ ચાલે છે, એવું માની બેઠા છે. ચિંતા એટલે શું કે મારે લીધે જ ચાલે છે આ બધું. એટલે એ બધી ભાંજગડ જ લેવા જેવી નથી. અને છે ય એવું જ. આ તો બધા મનુષ્યોમાં આવો રોગ પેસી ગયો છે. હવે નીકળે શી રીતે જલદી ? જલદીથી નીકળે નહીં ને ! ટેવ પડેલી છે એ જાય નહીં ને ! હેબીચ્યએટેડ.
પ્રશ્નકર્તા : આપની પાસે આવે તો નીકળી જાય ને !
દાદાશ્રી : હા, નીકળી જાય, પણ ધીમે ધીમે નીકળે, પણ એકદમ ના જાય ને પાછી !
ખોટ ધારીતે, ધંધો ધમધમાવો ! દાદાશ્રી : કંટ્રાક્ટના ધંધામાં નફો ખોળો છો કે ખોટ ? પ્રશ્નકર્તા : નફો જ !
દાદાશ્રી : એક પક્ષમાં જ પડ્યા છો ? જે ખૂણામાં લોક પડ્યા છે, તે ખૂમામાં તમે પડ્યા છો ? તમારે લોકની વિરુદ્ધ ચાલવું. લોક નફો તો આપણે કહીએ ખોટ હોજો અને ખોટ ખોળનારને કોઈ દહાડો ચિંતા ના આવે. નફો ખોળનાર કાયમ ચિંતામાં જ હોય અને ખોટ ખોળનારને કોઈ દહાડો ચિંતા જ ના આવે તેની અમે ગેરન્ટી આપીએ છીએ. વાત અમારી સમજાય ?!.
ધંધો રાખ્યો ત્યારી આપણા લોક શું કહે ? આ કામમાં ચોવીસેક હજાર તો મળે એવા છે !! હવે જયારે ફોરકાસ્ટ કરે છે (આગાહી કરે છે, ત્યારે સંજોગ બદલાશે