________________
પૈસાનો વ્યવહાર
તેને બાદ કરતો નથી. એમ ને એમ ફોરકાસ્ટ (આગાહી) કરે છે. પેલું ઓટોમેટિક રીતે એસ્ટિમેટમાં પરસેન્ટેજ (ટકા ગણીને) કાઢીને, બધું કાઢીને ફોરકાસ્ટ કરે છે, તે ઘડીએ સંજોગોને બાદ કરતો નથી, ને કહે છે, ચાલીશ હજાર મળવાના છે.
૬૪
પછી ત્રણ મહિના પછી સંજોગ બદલાયા અને સાહેબ કડક આવ્યો તો દસ ટકા જે છૂટછાટ રાખતા હતા, મટેરિયલ્સમાં, તે બંધ થઈ ગઈ ! એને જે જૂની કરેલી એને તોડફોડ કરાવડાવી, એમાં છે તે ચાલીસ હજાર ધાર્યા હતા તે ત્રીસ હજાર એમાં જતા રહ્યા. દસ હજાર રહ્યા. પછી આગળ બિલ આપતી વખતે માર તોફાન માંડ્યાં. તેમાં ભાવ કાપી નાખ્યો. એટલે પૈસા કપાઈ ગયા એટલે પછી શું કહે ? આમ તો નો પ્રોફીટ, નો લોસ છે ખરી રીતે. રીયલી સ્પીકિંગ, અને કહે શું કે, ‘ચાળીશ હજારની ખોટ આવી' કહેશે. કારણ કે નફો એણે બાંધ્યો હોત ને પહેલેથી !
તે અમે ય આખી જિંદગી કંટ્રાક્ટ કરેલો છે, અને બધી જાતના કંટ્રાક્ટ કરેલા છે. અને તેમાં દરિયાની જેટીઓ પણ બાંધેલી છે. હવે ત્યાં આગળ, ધંધામાં શરૂઆતમાં શું કરતો હતો ? જ્યાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કરું કે લાખેક રૂપિયા મળે તો બસ છે. નહીં તો છેવટે સરભર થઈ રહે ને ઈન્કમટેક્ષનું નીકળશે, ને આપણો ખોરાક ખર્ચ નીકળશે તો બહુ થઈ ગયું. પછી મળ્યા હોય ત્રણ લાખ. તે પછી જો મનમાં આનંદ રહે, કારણ કે ધાર્યા કરતાં બહુ મળ્યા. આ તો ચાલીસ હજાર માનેલા ને વીસ હજાર મળે તો દુ:ખી થઈ જાય
!!
જો રીત જ ગાંડી છે ને. જીવન જીવવાની રીત ગાંડી છે ને ?! અને જો ખોટ જ નક્કી કરે તો એના જેવો એય સુખિયો નહીં. પછી ખોટ જ નહિ આવવાની જિંદગીમાં ય ! કારણ કે ખોટનો જ ઉપાસક છું એવું કહે, તો આખી જિંદગી ખોટ પછી આવવાની જ નહીં. ઉપાસક ખોટનો થયો પછી શું ?!
એ ગણતરીઓ આમ થાય....
બધાય નફાની આશા રાખે છે. એકુંય માણસ ખોટની આશા રાખતો જ
પૈસાનો વ્યવહાર
નથી. એક સાલ તો ખોટની આશા રાખીને ચાલ ! ખોટ જાય તો સમજજે કે આશા ફળી ! અમે તો ખોટની આશા રાખીએ. બધા જેવું ના રાખીએ.
*
ઘરમાં દસ માણસો હોય, તે ધંધામાં પચાસ હજાર નફો થયો, તો બધા કહેશે પચાસ હજાર નફો થયો. તે બધો ભેગો કરીએ તો કેટલો નફો થયો કહેવાય ?
પ્રશ્નકર્તા : પાંચ લાખ થઈ જાય.
દાદાશ્રી : અને પચીસ હજાર ખોટ ગઈ, કહો ને, એટલી મહીં ઉપાધિ થાય, નફાનો આનંદ બહુ ના થાય. ખોટની ઉપાધિ વધારે થાય. એટલે ખોટ વહેંચીને લેવી જોઈએ. હા, કે ભઈ, એમને ભાગે અઢી હજાર, મારે ભાગે અઢી હજાર.
પ્રશ્નકર્તા : એટલે નફો મલ્પીપ્લાય (ગુણાકાર) કરવો અને ખોટ વહેંચી
લેવી ?
દાદાશ્રી : ના, મલ્ટીપ્લાય કશું ના કરવું. નફામાં કંઈ આનંદ હોતો જ નથી ખરેખર.
ઘેર બધાંની તબિયત સારી હોય તો જાણવું કે નફો છે. તે દહાડો ચોપડામાં ખોટ હોય તો ય તે નફો જ છે ! દુકાનની તબિયત બગડે કે ના બગડે, ઘરનાની ના બગડવી જોઈએ.
રાત્રે ય ખોટ જાય તે ?
ધંધાના બે છોકરા, એકનું નામ ખોટ અને એકનું નામ નફો. ખોટવાળો છોકરો કોઈને ય ગમે નહીં, પણ બે હોય જ. એ તો એ બે જન્મેલાં જ હોય. ધંધામાં ખોટ જતી હોય તો તે રાતે જાય કે દહાડે જાય ?
પ્રશ્નકર્તા ઃ રાતે ય જાય ને દહાડે ય જાય.
દાદાશ્રી : પણ ખોટ જતી હોય તો તો દહાડે જવી જોઈએ ને ? રાતે ય જો ખોટ જતી હોય તો રાતે તો આપણે જાગતા નથી તો રાતે શી રીતે ખોટ જાય ?