________________
પૈસાનો વ્યવહાર
- ૫૮
૫૮
પૈસાનો વ્યવહાર
પ્રશ્નકર્તા : તમારા પહેલાંના જીવનમાં તમને અમારા જેવી ભૂમિકા તો આવી જ હશે ને ?
દાદાશ્રી : બધી જ જાતની ભૂમિકા આવેલી. દરેક ભૂમિકા જે તમને બધાને આવે છે એ ભૂમિકાઓ મને પ્રાપ્ત થયેલી.
પ્રશ્નકર્તા : બધામાંથી પાસ થઈ ગયેલા ? દાદાશ્રી : હા, પાસ થઈ ગયેલા. પ્રશ્નકર્તા : તે તેના આ ઉછાળા માર્યા હશે ને ?
દાદાશ્રી : આચાર ને ભૂમિકામાં ફેર છે. આચાર એ વખતે હો યા ના હો, પણ ભૂમિકા બધી આવી ગયેલી.
પ્રશ્નકર્તા : પણ એટલે આવું દેખાયેલું ને આમ ?
દાદાશ્રી : બધું જ દેખાયેલું છે ને ! કશું દેખવામાં બાકી જ નથી રાખ્યું. તેથી સોલ્યુશન આપું છું ને !
ધંધો છતાં જ્ઞાતી !!
દાદાશ્રી : એવી રીતે આને છૂટા જ્ઞાની પુરુષ પાડી શકે. જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, અને તમારે છૂટા પાડવા આવવું હોય તો આવજો અહીં અને લાભ જોઈતો હોય તો આવજો.
અને ધંધો ચાલ્યા કરે. પણ ધંધામાં એક ક્ષણવાર છે તે અમારો ઉપયોગ ના હોય. ખાલી નામ હોય એ બાજુ. પણ અમારો ઉપયોગ એક ક્ષણવારે ય ના હોય. મહિનામાં એકાદ દિવસ બે કલાક મારે વખતે જવું પડે. ને જઈએ, પણ તે અમારો ઉપયોગ ના હોય. ઉપયોગમાં ના હોય એટલે શું તે તમે સમજ્યા ? આ લોકો દાન લેવા જઈએ છીએ ને, તે કોઈ પાસે દાન લેવા ગયા હોય, આપણે કહીએ ને કે આ સ્કૂલને માટે દાન આપો, તો પેલો એનું મન જુદું રાખે આપણાથી. રાખે ના રાખે ?
પ્રશ્નકર્તા : રાખે.
દાદાશ્રી : એવી રીતે આમાં બધું જુદું રહે. એમાં જુદા રાખવાના રસ્તા હોય છે બધા. આત્મા યે જુદો છે ને આ યે જુદો છે.
વેપાર ડ્રામેટિક ! અમારે ધંધા ઉપર બહુ પ્રીતિ નહીં, મૂળથી જ નહીં ! હું કંઈ પૈસા કમાવા નથી બેઠો, કે આ બધું કરવા નથી બેઠો. હું તો એ શોધખોળ કરવા આવ્યો છું, કે આ જગત શું છે ને કેવી રીતે ચાલે છે ? આ આમાં પોષાય નહીં મારે. મેં મારી શોધખોળ કરી નાખી બધી.
ધંધામાં મેં ચિત્ત રાખ્યું નથી. ધંધામાં આખી જિંદગી ય ચિત્ત રાખ્યું નથી. ધંધો કર્યો છે ખરો. મહેનત કરી હશે. કામ કર્યું હશે. પણ ચિત્ત નથી રાખ્યું.
પ્રશ્નકર્તા : તે એ ધંધો શી રીતે ચાલે ?
દાદાશ્રી : આ નાટક થાય છે. તે આ નાટક કરે છે, તે વખતે પહેલું નાટક થાય ચે કે પહેલું રીહર્સલ કરેલું હશે ? રીહર્સલ બધું થયેલું જ છે. રીહર્સલ થયેલું બધું આ ફરી થાય છે. એક ફેરો થઈ ગયેલું છે. તેની ઉપર સિક્કો મારવાનો છે.
પ્રશ્નકર્તા : આપશ્રી ભગવાન પ્રાપ્તિના માર્ગે વળી ગયા, સાથે આપ મોટા ધંધાથી પણ સંકળાયા છો. તો એ બન્ને શી રીતે સંભવે ? તે સમજાવો.
દાદાશ્રી : સારો પ્રશ્ન છે કે હસવું ને લોટ ફાકવો, એ બે શી રીતે બને ? કહે છે, હા. આમ છે તે ધંધો કરો છો, અને આમ છે તે ભગવાનના માર્ગ છો. આ બે શી રીતે બન્યું ? પણ બની શકે એમ છે. બહારનું જુદું ચાલે એવું છે. અંદરનું જુદું ચાલે એવું છે. બે જુદા જ છે.
આ નરેન્દ્રભાઈ છે ને, તે નરેન્દ્રભાઈ જુદા છે અને આત્મા જુદો છે, અંદર બે છૂટા પડી શકે એમ છે. બેના ગુણધર્મો ય જુદા છે. જેમ અહીં આગળ સોનું ને તાંબું બે ભેગાં થયાં હોય. તો ફરી છૂટા પાડવા હોય તો પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : પડે.