________________
પૈસાનો વ્યવહાર
૫૭
પ૭
પૈસાનો વ્યવહાર
ખાતર નહીં આપવાના ?
પ્રશ્નકર્તા : આપી દેવા પડે.
દાદાશ્રી : કેમ ત્યાં આપી દો છો ?! અને કેમ અહીં નથી આપતા ?! આ બહારવટિયા સેકંડ પ્રકારના છે. તમને નથી લાગતું કે આ સેકંડ પ્રકારના બહારવટિયા છે !
પ્રશ્નકર્તા : પેલા પિસ્તોલ બતાવી લે છે ને ?
દાદાશ્રી : આ નવી પિસ્તોલ બતાવે છે. આ યે ભડક તો ઘાલે છે ને કે ચેક તને મહિના સુધી નહીં આપું !” છતાં ગાળો ખાતાં સુધી આપણે પકડી રાખવું ને પછી લાંચ આપવાની હા પાડવી એના કરતાં ગાળો ખાતાં પહેલાં પથ્થર નીચેથી હાથ કાઢી લો’ એમ કહ્યું છે. ભગવાને કહ્યું કે પથ્થર નીચેથી સાચવીને હાથ કાઢજો, નહીં તો પથ્થરના બાપનું કશું જવાનું નથી. તમારો હાથ તૂટી જશે. કેમ લાગે છે તમને ?
પ્રશ્નકર્તા : બિલકુલ બરાબર છે.
દાદાશ્રી : હવે આવું ગાંડું કોણ શીખવાડે ? બધા સત્યનાં પૂંછડાં પકડે. અલ્યા ન હોય સત્ય. આ તો વિનાશી સત્ય છે. સાપેક્ષ સત્ય છે. હા, એટલે કોઈને હિંસા થતી હોય, કોઈને દુઃખ થતું હોય, કો'ક માર્યો જતો હોય, એવું ના થવું જોઈએ.
સત્ય છે ? મારા રૂપિયા હું આપી દઉં એ કંઈ સત્ય છે ? ત્યારે કેમ આપી દો છો ?
પ્રશ્નકર્તા : બીકના માર્યા.
દાદાશ્રી : ત્યારે આ બીજા, સેકન્ડ પ્રકારના બહારવટિયા ! આ સુધરેલા બહારવટિયા પેલા સુધર્યા વગરના બહારવટિયા ! આ સિવિલાઇઝડ બહારવટિયા, પેલા અનસિવિલાઇઝડ બહારવટિયા !!! સિવિલાઈઝડ બહારવટિયા તમે નહીં જોયેલા હોય ?! સિવિલાઇઝડ બહારવટિયાના ભાગમાં ય આવેલા નહીં ? અમે સિવિલાઇઝડ બહારવટિયા બહુ જોયેલા.
પણ મારી વાત એ સમજવા જેવી છે, જો સમજો તો. અને આવું કોઈ શિખવાડે નહીં. મારા જેવું કોઈ શિખવાડે નહીં. બીજા તો કહેશે, નહીં આપવાનું, બહુ ત્યારે ત્યાં ઉપવાસ કર, સત્યાગ્રહ કર કહેશે, “અરે સાહેબ, હું મરી જાઉં. એ તો તમે કરી શકો.”
એટલે અનુભવની વાતો છે આ બધી, કે જેટલો ગુનો આમાં છે તેથી વધારે ગુનો પેલા માગતાવાળાને ધક્કા ખવડાવ ખવડાવ કરવા તેમાં છે. સુડી વચ્ચે સોપારી આવે ત્યાં શું કરવું આપણે ? કપાઈ જ જાય ને ?! સુડી વચ્ચે સોપારી આવેલી રહે છે ?
માટે કશું આવી તેવી ગણતરી ના ગણવી. અમારા ‘દાદા' એ શીખવાડ્યું છે એમ કહી દેજો
પ્રશ્નકર્તા : જવાબદારી ‘દાદા'ની બધી.
આ બાજુ માંગતાવાળા બિચારા ગળે આવી ગયેલા છે અને આ બાજુ પેલો મેનેજર ગળે આવી ગયો છે. ‘તમે દસ હજાર નહીં આપો તો હું તમારો ચેક નહીં આપું.” નહીં તો શેઠને કહી દે ને ! પણ હવે શેઠને કહેવાની આપણામાં હિંમત નથી. એ કહે છે, “ના, શેઠને કહું તો મારો ધંધો ના ચાલવા દે.' ત્યારે આમે ય લાલચુ, ત્યારે આપી દે ને, અહીંથી. મેલ પૂળો અહીંથી !
આવી રીતે ન્યાય કરવામાં કંઈ હરકત ખરી ? ભગવાને ય આને ગુનેગાર ના ગણે. બહારવટિયા મળે ત્યારે એને પૈસા આપી દેવા એ ગુનો છે ? એ કંઈ
દાદાશ્રી : હા, જવાબદારી મારી. પણ મારા કહ્યા પ્રમાણે હોય તો ! તમે પેલી ખોટ વધારે ખાશો, આ ઓછી ખોટ છે, એવું હું તમને કહું છું. ખોટ તો અવશ્ય છે. તમે લાંચ આપો એ ખોટ તો છે જ. પણ પેલી ખોટ, તો સો રૂપિયા જતા હોય તો આ પંદર રૂપિયામાં પતે છે. તે આપણા પંચ્યાશી તો બચ્યા ! અને નહીં તો પછી ગધેડા પૂંછ પકડા સો પકડા, લાતો આટલી ખાધી, હવે છોડ.
બધી જ ભૂમિકાઓમાંથી પસાર...