________________
પૈસાનો
વ્યવહાર
૫ ૧
૫ ૧
પૈસાનો
વ્યવહાર
આપણા.
દાદાશ્રી : સરકારને આટલા તો આપવા જ પડે. સરકારે વધારે વેરાના લીધા છે જાણી જોઈને.
પ્રશ્નકર્તા : સરકાર તો નેવું ટકા માગે છે. અહીં હિન્દુસ્તાનની સરકાર લાખ રૂપિયા કમાણી ઉપર નેવું હજાર છે તો સરકાર માગે તો ?
દાદાશ્રી : હા, એ તો સરકાર તો જ્યાં ઈન્કમટેક્ષ હોય તે લોકોને ડાહ્યા બનાવે છે કે મૂઆ શું કરવા ભોગવો છો ? આ જે ચપટી છે એને ભોગવો ને ! શું કરવા કમા કમાં કરો છો ? નહિ તો ચોરીઓ કરવી પડશે. આના કરતાં ભોગવતાં હોય તો શું ખોટું ?
ત્યારે લોભિયાને લોભ બંધ કરાવવો એવો કાયદો છે. લોભિયા ત્યારે જ પાછા પડે. તો ય પાછા નથી પડતા એ ય અજાયબી જ છે ને !
પ્રશ્નકર્તા ચોરી કરે અને લોભ ચાલુ રાખે.
દાદાશ્રી : હા, ચોરી કરે પાછું એમાં શું કાઢવાનું ? મન બગડી જાય આપણું.
પ્રશ્નકર્તા : દાદા, ગવર્મેન્ટ નેવું ટકા ટેક્ષ નાખે છે એ એબવનોર્મલ ના કહેવાય ?
દાદાશ્રી : કહેવાય ને ! સરકારે આવું ના રાખવું જોઈએ.
પ્રશ્નકર્તા : જો સરકાર એબવનોર્મલ ટેક્ષ નાખે તો લોકો ચોરીઓ કરે, નોર્માલિટી લાવવા માટે. તો એ શું ખોટું ?
દાદાશ્રી : ખોટું, પણ પછી એને પોતાને તે રૂપિયા ક્યાં મૂકવા એ ચોપડામાં લખાવી લે ને ! એટલે પછી અમારે દેરાસરમાં આપી દેવા પડે.
દાદાશ્રી : લોભિયા લોકોને લોભ ઓછો કરવા માટે ટેક્ષ બહુ સારામાં સારી વસ્તુ છે.
લોભિયા માણસ મરતા સુધી પાંચ કરોડ થાય તો ય એ ધરાય નહીં. ત્યારે આવો દંડ મળે ને એટલે પાછો પડ્યા કરે, વારે ઘડીએ, એટલે સારી વસ્તુ છે આ તો. ઈન્કમટેક્ષ તો કોને કહેવાય ? જે પંદર હજાર ઉપર લેતા હોય તે પંદર હજાર ઉપર તો લોકો છોડી દે છે બિચારા, ત્યારે પંદર હજાર રોફથી ખાય, પીવેને ! એક કુટુમ્બમાં ખાતાં-પીતાને હરકત ના આવને ! નાના કુટુંબોને, નાની ફેમિલીઓને પણ આફ્રિકામાં બહુ ટેક્ષ નથી ને !
એક માણસને જેટલી આવક હોય તે બધી સાઠ ટકાના સ્લેબમાં જતું હોય અને એટલું જ ઉત્પન્નવાળો અહીં આગળ છે તે દસ ટકાના સ્લેબમાં જાય. એવા કાયદાઓ છે. જાત જાતના કાયદાનો લાભ લોકો ઉઠાવે છે અને રૂપિયા આવ્યા તો સરકારને આપવાના છે ને ! આપણી પાસે ના આવે તો ના કહે ને !
ભક્તિ ત્યાં ત દુખ પ્રશ્નકર્તા : ભગવાનની ભક્તિ કરવાવાળા ગરીબ કેમ હોય છે અને દુઃખી કેમ હોય છે ?
દાદાશ્રી : ભક્તિ કરવાવાળા ? એવું છે ને, ભક્તિ કરવાવાળા કંઈ દુઃખી હોય છે એવું કશું નહિ, પણ દુઃખી તમને દેખાય છે, મહીં અમુક અમુક માણસો. બાકી ભક્તિ કરવાને લીધે તો આ લોકોને બંગલા છે. એટલે ભગવાનની ભક્તિ કરતાં કરતાં દુઃખી હોય એવું બને નહીંને, પણ આ દુ:ખ તો એમનો પાછલો હિસાબ છે. અને અત્યારે ભક્તિ કરી રહ્યો છે તે નવો હિસાબ. જ્યારે આવે ત્યારે. તમને સમજ પડીને ? તે આજે પાછલું જમે થયેલું છે એ પાછળ કરેલું તેનું ફળ આવેલું છે. આ હવે અત્યારે કરે છે. જે સારું કરે છે તેનું ફળ હજુ હવે આવશે. સમજ પડીને ? તમને સમજાય એવી છે વાત ? ના સમજાય તો કાઢી નાખીએ વાત.
તમારે ત્યાં પચાસ ટકા આપે છે લાભ.
પ્રશ્નકર્તા : કારણ કે ગવર્મેન્ટવાળા તો પાછા ચોરી કરે એ અંદર ને અંદર, આપણે ગવર્મેન્ટમાં ટેક્ષ આપીએ તો એ લોકો તો ગવર્મેન્ટમાં બહુ ખઈ જાય છે