________________
પૈસાનો
વ્યવહાર
૫૦
૫૦
શું હતું ? કે તમે પોતે જ જજ, ને તમે પોતે જ આરોપી. બે તો પહેલેથી હજુ ય છે. પણ આ બે હોય ત્યાં સુધી આરોપીનો જવાબ મળતો'તો, પણ હવે તમે પોતે પાછા વકીલ એટલે એક તો વકીલ હતો ને ફરી પાછો વકીલ થયો. તમારામાં વકીલાત કરે કે ના કરે !
પ્રશ્નકર્તા : કરે.
દાદાશ્રી : એ વકીલ આપણને શું કહે ? બધા કરે છે ને ! એટલે કલ્યાણ (!) થઈ ગયું !
એક મોટા મારવાડી શેઠ હતા. તે એનો નોકર છે તે કપડું ખેંચતો'તો આમ. કપડું ખેંચી ખેંચીને આપતો હતો. મેં શેઠને કહ્યું, ‘આ છોકરો કસરત કેમ કરે છે ?”
ત્યારે કહે, ‘એ કસરત નથી કરતો. એ તો અમારે ચાલીસ મીટર તાકો હોય છે ને. તે અરધો મીટર વધે છે, કહે છે. મેં કહ્યું, “ આ તમે ભગવાન મહાવીરની પાસે બેસી રહેતા'તા, મને હજી યાદ છે. હવે તમારે ક્યાં જવું છે એ કહો મને ! આ ભાવ કહેલો હોય તો અઢારને બદલે સાડા અઢાર કહેવો. પણ માપ-તોલમાં ઓછું ના અપાય, અને માપમાં તોલમાં ઓછું આપ્યું ને તો અહીંથી ચાર પગવાળા થવાનું છે શેઠ ! બે પગવાળા નહીં ચાર પગવાળા ! પાશવતા કરી કહેવાય. મેં એને સમજણ પાડી ત્યારે કહે છે કે દાદાજી ! બધા આવું કરે છે ને ! જો મહીં પેલો વકીલ શું શીખવાડે છે ? બધાં આવું કરે છે ને ? મેં કહ્યું, ‘મને વાંધો નથી. કરજો.’
તો કહે, “કાલથી બંધ કરી દઉં ?” કહ્યું, ‘ભાવ વધારે કરજો ને ?” ત્યારે કહે, ‘ભાવ વધારે કહું તો ઘરાક જતો રહે. બધા અઢારે આપે ને હું સાડા અઢાર કહું તો એ જતો રહે.’ કહ્યું, ‘બધા કૂવામાં પડતા હોય તો તમને કૂવામાં પડવાનું કહ્યું છે ? તમારો હિસાબ કોઈ ઓછો ના કરી આપે. એક રૂપિયો પણ ઓછો ના કરી શકે એટલું બધું આ જગત હિસાબસર છે. તમારે તો કામ કર્યું જવાનું છે. એમ નહીં કે પ્રારબ્ધને આધીન જે થવાનું છે તે થશે ! પ્રારબ્ધ જેવી વસ્તુ જ નથી, એમ માનીને તમારે કાર્ય કરે જવાનું અને એને કૃષ્ણ ભગવાને કહ્યું કે તું નિષ્કામ કર્મ કર્યા કર. શું થશે ? આમ થશે કે તેમ થશે ? એને બદલે નિષ્કામ કર્મ કર્યા કર.”
પૈસાનો વ્યવહાર મૂળ વાત શું હતી ? શું કહ્યું, તું મેં ? એ શેઠ શું કહેવા માંડ્યો ?
પ્રશ્નકર્તા : એ કાપડ ખેંચીને આપે. બધા આવું જ કરે છે ને ! વકીલ મહીંથી, એણે વકીલાત કરી.
દાદાશ્રી : બધા આવી રીતે કરે છે. એટલે માટે ભાવ તો એવો જ રાખવો પડે ને ? મેં કહ્યું, ના, તમે આમ ખેંચશો નહીં, અને ભાવ વધારે બોલજો, અને તે ઘરાક આવશે કે નહીં. તે બાબતમાં નિષ્કામ રહેજો. એની વરીઝ મારે માથે નાખજો. મારી ગેરન્ટી. ત્યારે શેઠ કહે, ‘આજથી ચાલુ કરી દઈશ.’ પણ શેઠ મરી ગયા પછી છોકરાઓએ પેલું ચાલુ કરી દીધું પાછું.
ભગાવન મહાવીરની પાસે બેઠેલા મેં જોયા'તા પણ તો ય પાંસરા થયા નહીં અને કશુંય સુખ ભોગવવા નથી પડી રહ્યા. ચટણી સારું ! આખા તાટ માટે નહીં, આખો તાટ ભોગવવો નથી. એક ચટણી સારું જ પડી રહ્યો. ત્યારે મેલને મૂઆ તાટ નહીં ભોગવવો તો જલદી છોડી દે ને અહીંથી !
પ્રશ્નકર્તા : દારૂ પીવો એ પાપ નથી ? દાદાશ્રી : પાપ તો ખરું પણ તિરસ્કાર કરવા જેવું નથી.
પ્રશ્નકર્તા : મેં મારી રીતે પાપની એવી રીતે વ્યાખ્યા કરી છે કે સામા માણસને માનસિક અથવા શારિરીક રીતે આપણે દુભવીએ એને પાપ કહેવાય.
દાદાશ્રી : એ સાચું કહેવાય. સામો દુભાય નહીં છતાં તમે ભેળસેળ કરીને આપો, તો પાપ ખરું !
પ્રશ્નકર્તા ઃ આ બધી ઈન્કમટેક્ષની ચોરીઓ કરે, સરકારની ચોરીઓ કરે છે એ ચોરી કહેવાય કે નહીં ?
દાદાશ્રી : હવે એવું છે ને ! એબવ નોર્મલ કરે તો ચોરી કહેવાય. નોર્મલ કરે તો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : હવે એ નોર્માલિટીની ખબર કેવી રીતે પડે?