________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
હવે આ હીરાની વીંટી પહેરીને ફરતા હોય ને કોઈ ગંડો આવીને કહેશે કે “એય, આપી દો !' તો બધું આપી દેવું પડે કે ના આપી દેવું પડે ? ત્યાં ક્લેઈમ છે કોઈ જાતનો ? એટલે આ અહીં આપો તો પેલું નહીં મળે. નહીં તો પેલું મળશે. નાણાંનો સ્વભાવ કેવો જતું રહેવાનો. ટાઈમે જતું રહે. માટે એનો ઉપાય આ જ હોય ?
મનમાં આ ભાવ તોડી નાખો ને નક્કી કરો કે આ વ્યાજનો ધંધો જ બળ્યો નથી કરવો.
પ્રશ્નકર્તા ઃ નથી ધંધો. દસ વરસ થયા. નવો કંઈ ધંધો નથી.
દાદાશ્રી : એ તો એવું છે, નવો નથી. એ તો ફસાવે એટલે બધાને વૈરાગ્ય આવે. હવે ફસાવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે આ ટાઈમ ફસાવાનો છે. કારણ કે અત્યાર સુધી લે લે કર્યા, સીઝનો સારી આવી. પણ હવે સીઝન ઊડી જાય છે.
ચાલો હવે સત્સંગની વાતો કરો. અનંત અવતાર બહુ ભટક્યા. ધોળા વાળ આવ્યા ને ત્યાંથી સિગ્નલ પડી ગયો. પ્લેટફોર્મ આવ્યું ઊતરવાનું ! અને તો ય રૂપિયા છોડ્યા નહિ, એટલે ભગવાને કહેલું શાસ્ત્રમાં કે જ્ઞાની પુરુષની તન-મનધનથી સેવા કરજો.
હિંસક વેપાર ! પ્રશ્નકર્તા : આ જે ધંધો પહેલાં કરતા'તા, જંતુનાશક દવાઓનો ધંધો ! તે વખતે એમને વાત નહોતી બેસતી મગજમાં કે આ કર્મના હિસાબે જે ધંધો આવ્યો છે એમાં શું વાંધો છે કોઈને માંસ વેચવાનું હોય તો એમાં એનો શું વાંક ? એના તો કર્મના હિસાબમાં જે હતું એ જ આવ્યું ને ?
દાદાશ્રી : એવું છે ને, પછી અંદર શંકા ના પડી હોય તો ચાલ્યા કરત. પણ આ શંકા પડી, એ એમની પુણ્યને લઈને. જબરજસ્ત પુણ્ય કહેવાય. નહીં તો આ જડતા આવત ત્યાં કંઈ જીવો મર્યા ઘટ્યા નહીં, તમારા જ જીવો મહીં મરી જાય ને જડતા આવે. જાગૃતિ બંધ થઈ જાય, ડલ થઈ જાય.
પ્રશ્નકર્તા : હજુએ જૂના મિત્રો મને મળે છે બધા, તો બધાને એમ કહું છું કે એમાંથી નીકળી જાવ અને એમને પચાસ દાખલાઓ બતાવ્યા કે જો આટલે ઊંચે ચઢેલો નીચે પડી ગયો.
પણ પછી બધાને નહીં બેસતું હોય મગજમાં ! પછી ઠોકર ખાઈને બધા જ પાછા નીકળી ગયા.
દાદાશ્રી : એટલે કેટલું પાપ હોય. ત્યારે હિંસાવાળો ધંધો હાથમાં આવે.
એવું છે ને, આ હિંસક ધંધામાંથી છૂટી જાય તો ઉત્તમ કહેવાય. બીજા ઘણા ધંધાઓ હોય છે. હવે એક માણસ મને કહે છે, મારા બધા ધંધા કરતાં આ કરિયાણાનો ધંધો બહુ નફાવાળો છે. મેં એમને સમજણ પાડી કે જીવડાં પડે છે ત્યારે શું કરો છો - જુવારમાં ને બાજરીમાં બધામાં ? ત્યારે કહે એ તો અમે શું કરીએ ? અમે ચાળી નાખીએ. બધું યે કરી. એની પાછળ માવજત કરીએ. પણ એ રહી જાય તેને અમે શું કરીએ ? મેં કહ્યું, ‘રહી જાય તેનો અમને વાંધો નથી, પણ એ જીવડાંના પૈસા તમે લો છો ? તોલમાં? હા, ભલે, બે તોલા ! નર્યું આ તે કંઈ લાઈફ છે ? એ જીવતો તોલ થાય એકાદ તોલો ! એ તોલના પૈસા લીધા.
પ્રશ્નકર્તા : વકીલો જ્યારે દલીલ કરે, ત્યારે અમુક વખત જૂઠું બોલવું પડે કારણ કે એ ધંધો રહ્યોને, તો એ બંધનકર્તા થાય ?
દાદાશ્રી : આ બધા લોકોની ગતિ સારી ના થાય. અમે ચોખ્ખું ના બોલીએ. આટલું ટૂંકુ બોલીએ. ચોખ્ખું બોલીએ તો શરમ આવે એવું છે. ડૉક્ટરો ને વકીલોને બધાનું ચોખ્ખું બોલીએ તો શરમ આવે.
વકીલાત, બુદ્ધિની પણ ! પ્રશ્નકર્તા: મને એવો ઘણા વખતથી પ્રશ્ન થાય. એટલે મારા કુટુંબમાં કોઈ વકીલ થાય અને હું કહું કે, ના થઈશ ?
દાદાશ્રી : આમ તો, “એ” વકીલ થયેલો જ છે. પાછો બીજો વકીલ શું કરવા થાઉં છું ? સતયુગમાં ‘પોતે’ ‘વકીલ’ નહોતો થતો. હવે આ જ્ઞાન લેતાં પહેલાં