________________
પૈસાનો
વ્યવહાર
૪ ૮
૪ ૮
પૈસાનો
વ્યવહાર
હજાર ફસાયા છે. ત્યારે મેં કહ્યું, મૂઆ ત્યાં આગળ તો લોભની ગાંઠ છૂટતી નથી, ને પાછું આ શું કર્યું? ત્યારે કહે, લોભના હારુ જ ! અને સાઠ હજાર જવા બેઠા છે ! તે વિધિ કરી આપો. તે વિધિ કરી આપશો તો દસ-પંદર હજાર વખતે પાછા આવશે. ત્યારે મુઆ આમ જતા રહે એના કરતાં આપણે સારી રીતે ડહાપણ ના વાપરીએ ?!
એક મહાત્મા કહે છે કે શેરનું કામકાજ મારે બંધ કરી દેવું કે ચાલુ રાખવું? મેં કહ્યું, બંધ કરી દેજો. અત્યાર સુધી કર્યું એનું મહીં ખેંચી લો નાણું. હવે બંધ કરી દેવું જોઈએ. નહીં તો આ અમેરિકા આવ્યા ન આવ્યા જેવું થઈ જશે ! હતા એવા ને એવા. કોરે પાટલે જવું પડશે ઘેર ! કોઈને આપેલા હોય ને તે તો બિચારો ખલાસ થઈ ગયો હોય ને તો ય પેલો સંભારે કે ના ભાઈ મેં એમના લીધેલા છે. ને એ કમાયો હોય તો આપણને બોલાવે કે આવજો મારે ત્યાં, પણ આ કોને ત્યાં બોલાવે ? સ્ટેજમાં ! આ તો દૂધે ધોઈને ખોઈ નાખ્યાં !
પડ્યા લ્હાયમાં, વ્યાજની ? પ્રશ્નકર્તા : તમે એવો પ્રશ્ન કર્યો કે પૈસાને શું કર્યા ? પૈસાને કંઈ મૂક્યા?
દાદાશ્રી : એવું છે ને, ગઈ કાલે પૈસા આવેલા હોય ને તે રાત રાખે નહીં. તરત ધીરેલા હોય એક ટકાના ભાવે. એનો ક્યારે પાર આવે ? તમારું ગામ તો એનું એ જ છે ને ?
હમેશાં વ્યાજ ખાવાની શરૂઆત માણસ કરે. એટલે મુસલમાનમાં યે ના ગણાય. ખરો મુસલમાન વ્યાજ ના લે. કારણ કે વ્યાજની કિંમત નથી. વ્યાજમાં પડેલો માણસ વ્યાજની લાઈનમાં પડેલો એ માણસ મટીને શું થાય છે એ ભગવાન જ જાણે ! તમે બેકન્માં મૂકો તેનો વાંધો નહિ, બીજા કોઈને ધીરો તેનો વાંધો નહિ, પણ લ્હાય પડેલો બે ટકાને, દોઢ ટકાને, સવા ટકાને, અઢી ટકાને, એ લ્હાયમાં પડ્યો. એ માણસ શું થશે એ કહેવાય નહિ, એવું અત્યારે મુંબઈમાં બધાને થયું છે. આપણે અહીં તો એટલું બધું નાણું હોય ક્યાંથી ? પણ આ લ્હાયમાં પડ્યાને ?! વ્યાજની લ્હાયમાં બે ટકા ને અઢી ટકા, પદ્ધતિસરનું વ્યાજ હોય ત્યાં સુધી ચાલે. નહીં તો માણસનું લોહી લુપ્ત થઈ જાય. એમને કોઈ દહાડો મોશે
જવાની ટિકિટ નહીં મળે. કારણ કે પૈસા જ બધું છે.
વ્યાજ-વટાવતો વેપાર બીજું મુસલમાનોનું અક્કલવાળું પોઈન્ટ એ છે કે વ્યાજ નહીં લેવું જોઈએ. વ્યાજ ખાનારો માણસ ક્રુઅલ (દુષ્ટ) થતો થાય. સ્ત્રી-બેનને રૂપિયા વ્યાજે આપ્યા હોય તોય ક્રુઅલ્ટી કરે. પણ અત્યારે આપણી પાસે એવું નથી. માટે બેન્કો લે તે પ્રમાણે લેવું. કોઈને ધીરવા નહીં ખાસ કરીને. એનાથી ના આપી શકાય ત્યારે દુ:ખે ય થાય એટલું. ભયંકર દુ:ખ થાય ?
દાદાશ્રી : કોઈ માણસને અંગત ના ધીરવું જોઈએ. નહીં તો માણસનું મન પછી ખાટકી થઈ જાય. એટલે અમે તો અમારા ભાગીદારને પહેલેથી કહેલું કે આપણે વ્યાજ આપીને લાવો, અને આપણે વ્યાજ ના લેવું.
પ્રશ્નકર્તા : અહીં એવું છે કે આપણે કોઈને ધંધા માટે હજાર, બે હજાર ડૉલર આપ્યા પછી પાછા માગીએ તો એ કહે કે ક્યારે તમે આપેલા ? એમ એ લોકોને એટલું કહ્યું હોય કે હું વ્યાજ લઈશ, બેન્કમાં જેટલું થાય છે તેટલું લેવાનું.
દાદાશ્રી : વ્યાજ લેવામાં વાંધો નહીં. આ તો વ્યાજ લેવાનો વ્યાપાર કર્યો હોય. ધંધો વ્યાજ-વટાવનો. તમારે શું કરવું જોઈએ ? જેને ધીર્યા અને કહેવું જોઈએ કે બેન્કમાં જે વ્યાજ છે તે તારે મને આપવું પડશે. હવે છતાં એક માણસની પાસે વ્યાજે ય નથી, મૂડી યે નથી તો એની પાસે મૌન રહેવું. એને દુ:ખ થાય એવું નહિ વર્તવું. એટલે આપણા પૈસા ગયા છે એમ માનીને ચલાવી લેવું. દરિયામાં પડી જાય તેને શું કરીએ ?
પ્રશ્નકર્તા : પછી પાછું આપ્તવાણીમાં કહ્યું છે કે આપતી વખતે એમ કહેવાનું કે ક્યારે પાછા આપવાનો છે ? વરસે-દોઢ વરસે આપી જજે, પણ અંદરખાને એમ માનવાનું કે ગયા ખાતે જ છે.
દાદાશ્રી : ગયા એવું માનીને જ તમે ચાલો. ‘નો પોઝિટિવનેસ'. દરિયામાં પડી ગયું હોય ત્યારે શું ખોળીએ છીએ કોઈની પાસે ? ના ખોળીએ ને ?