________________
પૈસાનો
વ્યવહાર
૪૭
પ્રશ્નકર્તા : એમને કાર્ડ, ગિફટવાળું બધું વેચવાની દુકાન છે.
દાદાશ્રી : દુકાન ના કરે તો કો'કની જોબ (નોકરી) કરવી પડે. હવે જોબ નથી કરવી પડતી ને ?
પ્રશ્નકર્તા : દુકાન એ જ જોબ થઈ ગયો ને ?
દાદાશ્રી : એટલે એ તો કંઈ કરવું પડે ને ? જોબ કરવા જાવ ત્યારે પેલો ટૈડકાવ ટૈડકાવ કરે પાછો. અહીં આપને ઓછા (છૂટા) કરવાના છે ! અલ્યા મૂઆ જંપીને બેસવા દેને ! એના કરતાં તો સારું છે. આવું કંઈ દુકાન કરી ખાધીને ! ઓછું તો ઓછું બળ્યું !
ત્યાં છે તર્યો લોભ !
એમાં અમુક કોમ જે હોય છે, જે ડેવલપ કોમો એ લોભી બહુ હોય છે. આખો દહાડો લોભમાં ને લોભમાં, પાંચ-પચચીસ લાખ મહીં બેંકમાં પડ્યા હોય ને તે આખો દહાડો લોભમાં ને લોભમાં હોય. અહીં એક ઈટાલિયન બાઈ આવે તે દર્શન-બર્શન બધું કરે. પણ આખો દહાડો લોભમાં જ હોય. દાદાને કંઈ આપવું પડશે, એનાં કરતાં છેટાં સારાં. જો કે આપણે કંઈ માંગીએ નહીં. પણ એના મનમાં ભડકાટ રહે.
પ્રશ્નકર્તા : પણ જિંદગીમાં બીજું જોયું ના હોય તો બીજું શું થાય, દાદા ?
દાદાશ્રી : બીજી જે અમુક કોમ છે, એ તો માલ બધો તરત વાપરી નાખે અને આ તો આખો દહાડો પૈસામાં જ રમત. બહુ લોભિયા હોય એ તો. આ તો કીડીઓ એકલી લોભી છે બધી ? બધા ય લોભી ઘણા ખરા હોય માલ. આ તો હું ઘેર બેઠો બેઠો જોયા કરું. એય કાગડાભાઈ પણેથી રોટલી લાવ્યા હોય, અને લાવીને અમારી બારીનું વેન્ટીલેટર હોય છે ને, તે ત્યાં વચલું લાકડું હોય ત્યાં પછી મૂકીને જાય. પછી મોડો ભૂખ્યો થાય ને કોઈ જગ્યાએ ઠેકાણું ના પડે તો એ આવીને ખાય પાછો. અલ્યા, અહીં સુધી તમને પરિગ્રહ કરતાં આવડ્યો ? ત્યાં બીજા લોકો પરિગ્રહ ના કરે, ચકલીઓ, બકલીઓ ના કરે એમને તો ખાઈને સૂઈ જવાનું, બીજી ભાંજગડ નહિ. આ તો અક્કલવાળા એટલા બધા.
૪૩
પૈસાનો
વ્યવહાર
એમાં જાતતું કેટલું નુકસાત ?
તારે બધું જાણવું છે આ બધું. અને અંદર શાંતિ કાયમની રહે એવું કરવું છે ? મહીં શાંતિ થઈ ગયા પછી આ તારો ખર્ચો બંધ થઈ જશે. ઓછો થઈ જશે. તો શું કરીશ ? આ સ્ટોરવાળાને ત્યાં ઘરાકી ઓછી થશે. આ સ્ટોરવાળાને શેની ઘરાકી છે ? અશાંતિને લીધે આ લઉં, આ લઉં તો સુખ આવે, આ લઉં તો સુખ આવે, તેને લઈને સ્ટોરવાળાને ત્યાં ઘરાકી છે. આપણા મહાત્માઓને લીધે સ્ટોરવાળાને ત્યાં ઘરાકી નથી રહેતી હવે પછી. કારણ કે નિરાંતે ઘેર જાય. સ્ટોરમાં શું કરવા આવે ? પેલાં તો ભટક ભટક કર્યા કરે.
સ્ટોરમાં જઉં છું કે ? શું લેવા જઉં છું ?
પ્રશ્નકર્તા : ગ્રોસરી (અનાજ).
આ બેન તો, એના ફાધરે શી રીતે ખર્ચો એનો ચલાવ્યો હશે ? એવી હાથની છૂટી હતી. હવે એ એટકી તે બહુ સારું થયું. એક તો એ પોતાને નુકસાન કરત, ઘરનાને નુકસાન કરત ને ડૉલરનું નુકસાન થાય. અરે ડૉલરનું મૂઉ નુકસાન થાય, પણ એની જાતનું કેટલું બધું નુકસાન થાય ?!
દૂધે ધોઈને ખોયા શેરમાં !
દાદાશ્રી : બીજું કંઈ વધારે પડતું લાવું નહીં ને ? સાડીઓ-બાડીઓ, વધારે ? કાન દેખાડ જોઉં ? હીરા-બીરા નથી કર્યા ?! હીરા-બીરા કશું ય નહીં ?
પ્રશ્નકર્તા : અમારો ક્લાસ નથી એવો અત્યારે.
દાદાશ્રી : ત્યારે લોઅર ક્લાસમાં છો ?
પ્રશ્નકર્તા : લોઅર ક્લાસમાં નહીં પણ પૈસાની જે ગાંઠ છે. લોભની ગાંઠ છૂટતી નથી.
દાદાશ્રી : ઓહો !! એ તો એક જણની લોભની ગાંઠ છૂટતી નહોતી પછી શેરબજારમાં એણે સોદા કર્યાને, પછી મને કહે છે, દાદા ! મારા ગઈ સાલ આઠ