________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
તો આપણે ઘેર જતાં રહેવું. છોકરાંને સારી રીતે ભણાવવાં.
પ્રશ્નકર્તા : તમે કહ્યું કે પૈસા કમાયા એટલે ચાલ્યા જવું, પણ પૈસાની લિમિટ નથી હોતી, એટલે લિમિટ કંઈ બતાવો તમે. તમે એવી કંઈક લિમિટ બતાડો કે એટલી લિમિટના પૈસા લઈને અમે ઈન્ડિયા જતા રહીએ.
દાદાશ્રી : હા. આપણે હિન્દુસ્તાનમાં કંઈ રોજગાર કરવો હોય અને એને માટે કંઈ રકમ લાવવી પડે, તો વ્યાજે ના લાવવી પડે એવું કરવું. થોડું ઘણું બેંકમાંથી લેવું પડે તો ઠીક છે. બાકી કોઈ ધીરે નહીં, ત્યાં તો કોઈ ધીરે કરે નહિ. અહીંયા ય કોઈ ધીરે નહીં. બેંક જ ધીરે. એટલે એટલું સાથે રાખવું. બિઝનેસ તો કરવો જ પડે ને. ત્યાં આગળ ખર્ચો કાઢવો પડેને. પણ ત્યાં છોકરાં બહુ સારાં થાય. અહીં ડૉલર મળે પણ છોકરાંના સંસ્કારની ભાંજગડ છે ને !
સ્ટોર પણ નમસ્કાર કરે “આ વીતરાગતે' અમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. હંડો દાદા કહે. તે સ્ટોર બિચારો અમને પગે લાગ લાગ કરે, કે ધન્ય છે, સહેજ પણ દૃષ્ટિ બગાડી નથી અમારી પર ! આખા સ્ટોરમાં દૃષ્ટિ બગાડી નથી કોઈ જગ્યાએ ! અમારી દૃષ્ટિ બગડે જ નહીં એની પર. અમે જોઈએ ખરા, પણ દૃષ્ટિ ના બગડે. અમારી શી જરૂર કોઈ ચીજની ! મને કોઈ વસ્તુ કામ લાગે નહીં ને ! તારે દૃષ્ટિ બગડી જાય ને !
સુખ શેમાં ?
એટલે આ સુખ તો બધું માનેલું સુખ. પૈસા હોય એ સુખ ગણાતું હોય તો પૈસાવાળાં તો ઘણાં છે બિચારાં. એટલે પૈસા ! એ પણ આપઘાત કરે છે પાછાં. જો ધણી સારો હોય તો સુખ હોય. પણ ધણીએ ઘણા સારા છે તો ય બઈઓને પાર વગરનું દુઃખ હોય છે. છોકરાં સારા હોય તો સુખ. પણ તે ય કશું નથી હોતું.
સુખ શેમાં છે ? આ સ્ટોર્સમાં છે ? આ જનરલ સ્ટોર્સ હોય છે ને. તેની મહીં બધી વસ્તુઓ આપણે જોઈએ. એ બધી સુખવાળી છે નહીં ? બસો એક ડૉલર લઈને પેઠાં હોય તો આનંદ આનંદ આવી જાય. આ લીધું ને તે લીધું ને પછી લાવતી વખતે કકળાટ પાછો. ધણીને કહેશે “હું શેમાં ઊંચકી લઉં હવે ?” ત્યારે ધણી કહેશે, ‘ત્યારે લીધું શું કરવા ત્યાં ?” ત્યાં ય પાછો કકળાટ. ‘નકામી ઘાલ ઘાલ કરું છું ને હવે પછી બૂમો પાડે છે.” ધણી એવું કહે એમાં સુખ હોતું હશે ? સ્ટોરવાળાને સુખ ના હોય. એ શું કરવા આખો દહાડો ત્યાં બેસી રહે છે. તો પૂછવું હોય તો પૂછ હવે. તારા ખુલાસા કરીશ. તારે જેવું સુખ જોઈતું હોય એવું સુખ આપીશ હું..
પ્રશ્નકર્તા : જરૂર પડે એ વસ્તુ લેવી પડે.
દાદાશ્રી : હા, અમારી દૃષ્ટિ બગડે નહીં. હેય, સ્ટોર અમને આમ નમસ્કાર કર્યા કરે કે આવા પુરુષને જોયા નથી ! પાછા તિરસ્કારે ય નહીં. ફર્સ્ટ ક્લાસ, રાગે ય નહીં, વૈષેય નહીં. શું કહ્યું ? વીતરાગ ! આવ્યા વીતરાગ ભગવાન !
આ તો જો હાથમાં પાંચ ડૉલર હોય તો સ્ટોર ખાલી કરી નાખે એવા લોક, હાથમાં હોવા જોઈએ અને મને આ સ્ટોરમાં તેડી જાય છે. ‘દાદા, શું લેવું છે ?” મેં કહ્યું, ‘મને કોઈ વસ્તુ ખોટી લાગતી નથી. પણ આ આમાં મને એમે ય નથી લાગતી કે આ લેવા જેવી છે. જે લેવાથી વજન ન વધવું જોઈએ. હાથમાં ઝાલવું ના પડે. નહીં તો આ તો પાછા હાથમાં ઝાલ્યું આમ, મોટો બેટરો આવડો લીધો તે હાથમાં ઝાલ્યો હોય !”
એક જણ તો સ્ટોરમાં લઈ ગયા, તે મને કહે છે, અમારો રોજ છસ્સોસાતસો ડૉલરનો વકરો થતો'તો. અમારો સ્ટોર પO% પ્રોફિટવાળો છે. તે આજ તમે આવ્યા તે હજાર ડૉલરનો વકરો થયો. તે મોટી બેટરીઓનું મોટું આવડું ખોખું ભરીને આપ્યું, લઈ જાવ આ ખોખું.” કહ્યું “અલ્યા ભઈ, અમે કોને આપીશું આ બેટરી ?” ત્યારે કહે, “કોઈને આપી દેજો.”
પછી મેં એને કહ્યું, ‘છસ્સો ડૉલરમાં તો શી રીતે ધંધો ચાલે અલ્યા ? કેવા માણસ છો ?” ત્યારે કહે, ‘અમારે ફિફટી પરસન્ટ (પચાસ ટકા) નફો અને કોઈ કોઈ આઈટમમાં સેવન્ટી અને કોઈ આઈટમમાં બસ્સો ટકા નફો.' કહ્યું. “ઓહો, ત્યારે ખરા અમેરિકાના ઉપકાર કરનારા. ઉપકારી લોકો !”