________________
પૈસાનો
વ્યવહાર
૪ પ
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે ૧૧ વરસે નાણું ખલાસ થઈ જાય તો કે દસ વરસ થાય ને પછી આપણે એ પૈસાનું સોનું ખરીદી લઈએ તો એ ટકે ને ?
દાદાશ્રી : નવ વરસે સોનું લઈ લે તો પાછું ટકે. પણ એ બુદ્ધિ ત્યારે ના રહે. એ કહે, સોનાનું પણ વ્યાજ ના આવે ને ! માટે મૂકી આવો ને આપણે સાઠ હજાર, એ બુદ્ધિ એવું કહે કે જો મૂકી આવીશું તો બાર મહિને છ હજાર ડૉલર આવશે.
એટલે આ પૈસાને ધીમેધીમે સારા ઉપયોગમાં વાપરવા. કાં તો મકાન બાંધી દેવું ઘર. મકાન ઘેર હોય તો બીજું મુંબઈમાં બાંધવું. કંઈ થોડા-ઘણા સોનામાં રાખવા. પણ બધું બેન્કમાં ના રાખવું. નહિ તો કો'ક દહાડો મળી આવશે ને ગુરુ કે શેરબજારમાં ભાવ સારા છે હમણે. એ લાલચમાં નાખ્યો કે પડ્યો એ ! પેલાના સાઠ હજાર ગયા ને !
પરદેશની પોલિસી ! પ્રશ્નકર્તા : આપે આ જે વ્યવહાર બતાવ્યો એ હિન્દુસ્તાનને માટે એ ટાઈમને અનુસરીને હતો. હવે અહીંયા (અમેરિકા) શું થયું ? આ દસ વર્ષ પહેલાં જ સોનાની છૂટ થઈ કે અમેરિકન માણસ માર્કેટમાં જઈને સોનું ખરીદી શકે. એ પહેલાં અમેરિકન માણસ સોનું ખરીદી જ ના શકે.
દાદાશ્રી : એમ ?!
દાદાશ્રી : આ જે જણસો કરાવે એમાં તો સોનું કાઢી લે, આપણી પાસે કશું રહે જ નહિ. અત્યારે કી કહે કે મારે સોનું સંઘરવું છે તો હું કહું કે લગડીઓ સંઘર, પણ લગડીઓ વેચી ખાયને પાછો, એટલે એમને અત્યારે શું સમજણ પાડવી તે જ સમજણ ના પડે. માટે ‘વ્યવસ્થિત’માં જે બને છે તે જુઓ ! શું થાય ?
પ્રશ્નકર્તા અહીં તો ફોરેનર્સને એક અઠવાડિયું પગાર મોડો મળે તો ભૂખે મરી જાય.
દાદાશ્રી : હા, એ તો એવું. આ બિચારાં તો પૈસા આવે તો વાપરવા માંડે
એને વાપરવાનું જ હં. ડલનેસ હોય. આ આટલા ઓછા થાય કે એવું તેવું કશું નહિ. જેવા સંજોગો આવે તો વાપર વાપર કરે. પછી ડૉલર મહીં ખોળે. બેન્કમાં ખલાસ થઈ જાય એટલે ખોળ ખોળ કરે. એ તો સારું છે કે હવે બધાં સાધન છે. વિઝા-બિઝા અને ક્રેડિટ-કાર્ડ બધું છે.
પ્રશ્નકર્તા : એના પર જ ચાલે છે આખો દેશ ! જો આ કાર્ડ બંધ કરી દે તો બધું બંધ !
લક્ષ્મીતી લિમિટ સ્વદેશ માટે ! દાદાશ્રી : અને આ મકાન ઉપર પૈસા ધીરે છે ને તેથી આ મકાન મળે. નહીં તો મકાન જ કોઈને ના હોય. આ સીસ્ટમ બહુ અક્કલવાળી ખોળી કાઢી છે. નહીં તો કોઈ અમેરિકન મકાનવાળો હોય નહીં.
પ્રશ્નકર્તા : આ એક જ દેશ (અમેરિકા) એવો છે દુનિયામાં કે જેમાં એંસી ટકા પ્રજા પોતાનું ઘર ઓન કરે છે (ધરાવે છે). દાદા, આપણા અમેરિકન મહાત્માઓ પૂછે છે કે અમે જે કંઈ થોડું ઘણું કમાયા છીએ એ લઈને ઈન્ડિયા જતા રહીએ ?
દાદાશ્રી : ના, ના, એવી કંઈ જરૂર નથી. એવી ભડકવાની જરૂર નથી અને બીક લાગે તે દહાડે મને કાગળ લખજો તો હું તમને લખી દઈશ કે આવતા રહો. બીકમાં ઊંઘ ના આવતી હોય તો હું કહીશ કે આવતા રહો. અત્યારે તો ઊંઘ આવે છે ને નિરાંતે ?
પ્રશ્નકર્તા : આવે છે દાદા.
દાદાશ્રી : હા, એટલે ભડક રાખશો જ નહીં. અમે તમને આશીર્વાદ આપીશું. ભડક રાખવાનો શું અર્થ છે ?
પ્રશ્નકર્તા : છોકરાઓનો ખાસ વિચાર આવે કે અમેરિકામાં જોઈએ એવા સંસ્કાર નથી મળતા.
દાદાશ્રી : હા, એ તો બધું તો ખરું છે. અહીંથી જો પૈસા કમાઈ ગયા હોય