________________
પૈસાનો
વ્યવહાર
૪૪
૪૪
પૈસાનો
વ્યવહાર
ચુમોતેર પછી જે નાણું કમાયા એટલું દસ વર્ષ જો આપણે ના કમાઈએ તો ખલાસ !
દસ વર્ષે લક્ષ્મી જતી રહે તે આ લોક કહેશે, “મારા તો અઢાર વર્ષથી પૈસા બેન્કમાં જ છે. એ ટક્યા છે જ ને ?” ત્યારે અમે કહીએ, ‘ના અત્યારે તમારી પાસે લક્ષ્મી કઈ હોય. ૧૯૭૫ સુધીની જ હોય. એ તમે હિસાબ કાઢશો તો જડશે. ૭૫ પહેલાંની તો ગમે ત્યાં વપરાઈ જ ગયેલી હોય. સમજ પડીને ! આ પંચોતેર પછીની દસ વર્ષથી જે હોય તે. હિસાબ કાઢે તો ખબર પડે કે ના પડે ? હવે જ્યારે ૮૬ થશે ત્યારે છોંતેર પછીની લક્ષ્મી. એક દસકો જ જો માણસને ખરાબ આવ્યો તો ખલાસ થઈ જાય ! ઊડી જાય ! હવે વધુ કલ્પવાની જરૂર નહિ. બધું ‘વ્યવસ્થિત છે. નિરાંતે આરામથી સૂઈ જવું, સમજ પડી ને ! આ તો ચિંતાવાળાને આ બધી ભાંજગડો ! એમને બધી ભાંજગડો જોઈએ આ બધી ! નહિ તો આખી રાત ઊંઘવાનું કેમ ફાવે ? એટલે થોડું થોડું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ દાદા, ધંધામાં તો સ્પેક્યુલેશન રાખવું જ પડે ને ? સ્પેક્યુલેશન ધંધામાં કરો એટલે પૈસા આવતા-જતા, વધતા-ઓછા થયા જ કરવાના. તો તમે કેવી રીતે સમય બાંધો ?
દાદાશ્રી : હું શું કહું છું કે ૭૪માં નાણું આવ્યું હોય તે અત્યારે ખલાસ થઈ ગયેલું હોય.
પ્રશ્નકર્તા : એટલે રોકડું ઇન્વેસ્ટ (રોકાણ) કરેલું કે ઘર ને એવું નહીં ?
દાદાશ્રી : કાયદો એવો છે કે રોકડા માટે દસ વરસ છે. પછી સ્થાવર-જંગમ છે. તે આ સોનું કહેવાય. તેને માટે અમુક વરસ છે. હવે સોનું વેચવું હોય તો એના તરત પૈસા આવે એવું છે માટે એને સ્થાવર-જંગમ કહેવાય. એ ડૉલર જેવું છે ? ત્યારે કહે ના. એ પછી બૈરી કચકચ કરે કે સોનું ય પહેરવા નથી દેતા. એટલે એમ કરીને મોડું-વહેલું થાય અને મકાન ? લોક શું કહેશે ? ફ્રેન્ડ શું કહેશે ? એટલે એય મોડું થાય અને ડૉલર ? તરત મૂકી આવે ! સાઠ હજાર મૂકી આવે ને ! ડૉલર હાથમાં હતા ને તે મૂકી આવે ને ! એવું આ એનું બહુ હિસાબ કરું છું. આવું બને કે ના બને?
પ્રશ્નકર્તા : જે પ્રમાણે આવે એ પ્રમાણે લેવું ઈશ્વરની ઇચ્છાએ.
દાદાશ્રી : હા, એ તો ઉત્તમ. ઈશ્વરની ઇચ્છા શું? આ તો આપણું પ્રારબ્ધ જ. આપણું જ આ રીએક્શન આવે છે. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. આપણું જ પ્રારબ્ધ છે આ, બસ ! એટલે એ પ્રમાણે રહેવું.
સોનામાં રોકાણ ! પ્રશ્નકર્તા : સોનામાં રાખવું જોઈએ ?
દાદાશ્રી : સોનામાં રાખવું જોઈએ ને ! આ પહેલાંના જમાનાના હિસાબ છે. અત્યારે આપણને વ્યાજમાં નુકસાન થતું હોય તો સોનું ના લેવું. પણ જોડે જોડે જતું રહેશે એવી ખાતરી રાખવી ! સોનું જરા વાર લાગે. અત્યારે તો તરત એનું એ જ કહેવાય ને ! પહેલાં તો શું થાય ? લોકોમાં ખોટું દેખાય કે મારે સોનું વેચવાનો વખત આવ્યો ! આ કાયદા બાંધેલા ને તે ટાઈમ જ જુદો હતો ! સોનું વેચવાનો વખત આવ્યો, તો લોક શું કહે ? સોનું ના વેચશો, હં આપણે. તે સોનું રહેવા દો ને, તે ચલાય ચલાય કરે. પછી જરુર પડે તો જમીન, ખેતર અરે, ઘર વેચવાનો વખત આવે ! અને રોકડા હોય તો તરત શેરબજારમાં જઈને શેરનું કરી આવે. અને પછી નથી એવું માને. એટલે શેરબજારમાં એને જતો અટકાવે. તમને સમજ પડીને ?
પ્રશ્નકર્તા : શેરબજારમાં સટ્ટાબાજી કરવી કે સોનું લેવું સારું ?
દાદાશ્રી : શેરબજારમાં તો જવું જ ના જોઈએ. શેરબજારમાં તો ખેલાડીનું કામ છે. આ વચ્ચે ચકલાં બફાઈ મરે છે ! ખેલાડી લોકો ફાવી જાય છે. આમાં. બધા પાંચ-સાત ખેલાડીઓ ભેગા થઈને ભાવ નક્કી કરી નાખે. એમાં આ ચકલાં મરી જાય વચ્ચે ! એમાં કો'ક તો ફાવે જ છે ને ! પેલા ખેલાડીઓ ફાવે છે આમાં અને નાના જે ચરાવી ખાતા હોય ને તે ખર્ચા કાઢે છે ! કારણ કે રાત-દા'ડો એની પર જ કરવાનું હોય. આ વચલાવાળા જે આમ અહીંથી કમાઈને આમ નાખે, તે માર્યા જાય. એટલે અમારા સગા હતા તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમને કહ્યું કે આ કરશો નહિ.