________________
પૈસાનો
વ્યવહાર
૪૩
૪૩
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા: એ તો સમજાઈ ગયું. પાછા ના આવ્યા ! દાદાશ્રી : કારણ બધું જાણું કે શા આધારે થયું છે ?
પ્રશ્નકર્તા : પચાસ હજાર ગયા ત્યારે કકળાટ કરેલો, પણ આવ્યા નહીં પાછા એટલે સમજ પડી ગઈ કે નથી આવતા.
દાદાશ્રી : સમજ પડી ગઈ ને ! હા ! પચાસ હજાર પાછા ના આવ્યા ! તે હજુ સાંધા તો હશે ને ! સાંધો રહ્યો નથી.
પ્રશ્નકર્તા: સાંધો રહ્યો છે. પણ જોઈને શું થાય છે !?
દાદાશ્રી : સાંધો રહ્યો છે ત્યાં સુધી કંઈ પાકી જાય થોડું ઘણું. આપણે ડેડ મની નહીં કહેવું.
પ્રશ્નકર્તા : નથી કહેતી.
દાદાશ્રી : ડેડ મની તો ના કહેવું, ‘દાદા, એંસી હજાર મૂક્યા છે, શું થશે હવે ?” ત્યારે મેં કહ્યું, ‘હવે જે થઈ ગયું તે થઈ ગયું ! હવે ડેડ મની ના થાય એટલું જોવું !”
આ તો તમારે હજુ સાઠ હજાર ડેડ મની થયા નથી. પણ સ્ટીમરમાં આપણે જતા હોઈએ અને સાઠ હજારની નોટો તારી પાસે પેકેટમાં ભરેલી હોય અને બહાર ડોક ઉપર ફરવા આવ્યા અને મહીં દરિયામાં પડ્યા. પછી એ ડેડ મની કહેવાય. સમજ પડીને ? આ ડેડ મની ના કહેવાય. આ તો આવે પાછું. રૂપિયે બે આની ચાર આની આવે.
કાયદો, મૂડી રોકાણતો ! પ્રશ્નકર્તા : પૈસો ચાર જગ્યાએ રોકવો એવું આપે કહ્યું છે તો એ કઈ કઈ ચાર જગ્યાઓ ?
દાદાશ્રી : એક તો આપણે બેન્કમાં વ્યવહાર કરવા, ચલાવવા માટે જોઈએ ને ? રોકડા ! પછી છે તે આ મકાનમાં, સ્થાવર મિલકતમાં ! પછી સ્થાવર
જંગમમાં, એટલે સોનું અને પછી વેપારમાં.
પ્રશ્નકર્તા : આ જરા વિગતવાર સમજાવો ને ?
દાદાશ્રી : રૂપિયાનો સ્વભાવ હમેશાં કેવો છે ? ચંચળ, એટલે તમારે દુરુપયોગ ના થાય એ પ્રમાણે સદુપયોગ કરવો. એને સ્થિર નહીં રાખવા. કારણ કે નિયમ એવો છે કે આ સંપત્તિ કેટલા પ્રકારની કહેવાય ? ત્યારે કહે કે એક જંગમ ! જંગમ સંપત્તિ એટલે આ ડૉલર ને એ બધું. અને સ્થાવર તે મકાન ને એ બધું. પણ તેમાંય વધારે પડતું આ સ્થાવર નભે. આ સ્થાવર-જંગમ નભે અને રોકડું ડૉલર ને એ હોય એ તો ચાલ્યા જ જાણો ને ! એટલે રોકડાનો સ્વભાવ કેટલો ? દસ વર્ષથી અગિયારમે વરસે ટકે નહિ. પછી સોનાનો સ્વભાવ તે ચાળીસ-પચાસ વર્ષ ટકે અને સ્થાવર મિલકતનો સ્વભાવ સો વરસ ટકે. એટલે મુદત બધી જુદી જુદી જાતની હોય. પણ છેવટે તો બધું ય જવાનું જ. એટલે આ બધું સમજીને કરવું આપણે. આ વણિકો પહેલાં શું કરતા હતા, રોકડ રકમ પચીસ ટકા વ્યાપારમાં નાખે. પચીસ ટકા હાથ ઉપર રાખે. પચીસ ટકા સોનામાં અને પચીસ ટકા મકાનમાં. આવી રીતે મૂડીની વ્યવસ્થા કરતા હતા. બહુ પાકા લોકો ! અત્યારે તો છોકરાને શીખવાડ્યું કે નથી હોતું આવું ! કારણ કે વચ્ચે મૂડીઓ જ રહી નથી તો શું શીખવાડે ?
આ પૈસાનું કામ એવું છે કે અગિયારમે વરસે પૈસો નાશ થાય હમેશાં. દસ વર્ષ સુધી ચાલે. તે આ સાચા પૈસાની વાત. સમજ પડી ને ? ખોટા પૈસાની તો વાત જુદી ! સાચા પૈસા તે અગિયારમે વરસે ખલાસ થાય !
પ્રશ્નકર્તા : એટલે જતા રહે દાદા ?
દાદાશ્રી : એ સ્વભાવ જ છે. ચંચળ સ્વભાવ. ત્યારે લોક શું કહે છે? ના, અમે કાઢી નાખતા નથી ! ત્યારે કહે, પંચ્યાશી સાલ થઈ, તે અગિયાર વર્ષ પહેલાં કઈ સાલ હતી ?
પ્રશ્નકર્તા : ચુમ્મોતેર. દાદાશ્રી : તે ચુમ્મોતેર પહેલાંનું નાણું આપણી પાસે કશું ના હોય ! આ