________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો વ્યવહાર ખરીદવાની ચીજ લોક ખરીદતા નથી. મેં તો એ ખરીદ ખરીદ કર્યું. તેનો આ ભેગો થયો છે માલ !
પ્રશ્નકર્તા: એનો અહંકાર ખરીદી લીધો, પણ આપણને એનો અહંકાર શું કામમાં આવે ?
દાદાશ્રી : ઓહોહો ! એનો અહંકાર ખરીદી લીધો એટલે જે એનામાં શક્તિઓ છે તે આપણામાં પ્રગટ થઈ ગઈ ! એ અહંકાર વેચવા આવ્યો બિચારો !
માણતાવાળા સાથે.... પ્રશ્નકર્તા : હાથ-પગ સાજા હોવા છતાં ભીખ માગે તો એને દાન આપવાનો ઈન્કાર કરવો એ ગુનો છે ?
દાદાશ્રી : દાન ન આપે તેનો વાંધો નથી. પણ એને તમે કહો કે આ મજબૂત પાડા જેવા થઈને શું આવું કરે છે ? એવું આપણાથી ના જ કહેવાય. તમે કહો કે ભઈ, મારે અપાય એવું નથી.
સામાને દુઃખ થાય એવું ન જ બોલવું જોઈએ. વાણી એવી સારી રાખવી કે સામાને સુખ થાય. વાણી તો મોટામાં મોટું ધન છે તમારી પાસે. પેલું ધન તો ટકે કે ના યે ટકે, પણ વાણી-ધન તો ટકે કાયમને માટે, તમે સારા શબ્દ બોલો તો સામાને આનંદ થાય. પૈસા તમે એને ના આપો તો વાંધો નહિ, પણ સારા શબ્દ બોલોને ! કોઈ આપણી પાસે પૈસા લેવા આવ્યા ને આપણી પાસે બેન્કમાં નથી તો આપણે કહીએ કે ભાઈ, મારી પાસે બિલકુલ છે નહીં. હોત તો હું તમને આપત અને આપણા મનમાં એમે ય જાહેર કરવું કે જો હોત તો ખાસ આપત અને એવી ભાવનાપૂર્વક આટલા શબ્દ બોલીએ અને પછી આપણે કહીએ કે જ્યાં ને ત્યાં માગતા ફરો છો ! કઈ જાતના માણસો છો ? એવું ના બોલાય. માંગવાનું દરેકને કોઈ વખત આવે. વખત ના આવે ? માટે વિનયપૂર્વક, એને દુઃખ ના થાય એ રીતે કહેવું જોઈએ.
આપણા લોક તો આવડું મોટું પીરસે. ના આપવા હોય તો ના આપીશ. એનો સવાલ નથી પણ એને સારી રીતે કહે. આવા સંજોગોમાં તે કેમ આવ્યો?
એટલે સારા શબ્દોથી બોલવું જોઈએ. એની સ્થિતિ ખરાબ હોય, કોઈની સારી હોય, કંઈ કાયમને માટે દરેકની સ્થિતિ સરખી હોય છે ? રામચંદ્રજીની સ્થિતિ બગડી નહીં હોય ?! આવા મોટા માણસની વાઈફનું હરણ થયું તે એમને દુ:ખ આવ્યું તે આ બધાને દુ:ખ ના આવે ? દુઃખ તો મનુષ્યમાં જન્મ્યો હોય એ બધાને દુ:ખ હોય. દેહધારી માત્રને હોય, પણ મહીં પ્રગટ દીવો થયા પછી દુઃખ ના હોય. મહીં દીવો પ્રગટ થયા પછી, ‘હું કોણ છું’ એ ભાન થાય, પછી દુ:ખ ના હોય. ‘હું કોણ છું’ એનું ભાન થવું જોઈએ.
એ તો છે આત્માનું વિટામિત ! અહીં મોટો બંગલો કરશો તો જગતના તમે ભિખારી થશો. નાનો બંગલો તો જગતના તમે રાજા ! કારણ કે આ પુદ્ગલ છે, એ પુદ્ગલ વધ્યું તો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) હલકો થઈ જાય. અને પુદ્ગલ ઘટ્યું તો આત્મા ભારે થઈ જાય. એટલે આ દુનિયાનાં દુઃખ છે એ આત્માનું વિટામિન છે. આ દુ:ખ છે એ આત્મવિટામિન છે, અને સુખ છે એ દેહનું વિટામિન છે. જે સુખ છે એ શેનું વિટામિન છે ?
પ્રશ્નકર્તા દેહનું. દાદાશ્રી : અને દુઃખ છે એ ? પ્રશ્નકર્તા : આત્માનું.
દાદાશ્રી : તો ય દુ:ખને તું આત્માનું વિટામિન ખાતી નથી અને દુઃખને છે તે તું કાઢવા માટે... આત્માનું વિટામિન નથી લેતી, નહીં ? આ હું તો કેટલું બધું આત્માનું વિટામિન લઈને કેવો હું થઈ ગયો છું ! હમણે જ પચાસ હજાર ઘાલી ગયો હોય ને, તો વિટામિન ફાકું નિરાંતે ! બહુ સારું થયું ! સમજ પડીને ! અને કકળાટ કરે તો પચાસ હજાર પાછા આવે નહીં ?
પ્રશ્નકર્તા : ના આવે. દાદાશ્રી : કકળાટ કરે તો ગયેલા પાછા ના આવે.