________________
પૈસાનો
વ્યવહાર
૪૧
પૈસાનો
વ્યવહાર
કોઈ નાણાંથી ધરાયેલો દેખાયો એવો મેં જોયો નથી. તો ગયું ક્યાં આ બધું ?
એટલે આપણું બધું ઠોકાઠોક ચાલે છે. ધર્મનો તો અક્ષરે ય સમજતા નથી અને બધું ચાલ્યા કરે છે. એટલે મુશ્કેલી આવે ત્યારે કેમ કરવું તે એમને ના આવડે. ડૉલર આવવા માંડે તે વખતે કૂદાકૂદ કર્યા કરે. પણ પાછી મુશ્કેલી આવે ત્યારે કેમ એનો નિકાલ કરવો તે આવડે નહીં એટલે નય પાપો જ બાંધી દે. તે ઘડીએ પાપ ના બંધાય. ને ટાઈમ કાઢી નાખવો એમ જાણવું એનું નામ ધર્મ.
એટલે જ્યારે હમેશાં, સનરાઈઝ થવાનો, સનસેટ થવાના, એવો દુનિયાનો નિયમ. તે આ કર્મના ઉદય તે પૈસા વધ્યા જ કરે એની મેળે. બધી બાજુનું, ગાડીઓ, બાડીઓ, મકાનો વધ્યા કરે. બધું વધ્યા કરે. પણ જ્યારે ચેન્જ થયા કરે પછી વિખરાયા કરે. પહેલું ભેગું થયા કરે પછી વિખરાયા કરે, વિખરાતી વખતે શાંતિ રાખવી. એ મોટામાં મોટો પુરુષાર્થ !
સગો ભાઈ, પચાસ હજાર ડૉલર આપે નહીં. પાછું ત્યાં કેમ જીવન જીવવું એ પુરુષાર્થ છે. સગા ભાઈને પચાસ હજાર ડૉલર પાછા ના આપ્યા ને ગાળો દે ઉપરથી. ત્યાં જીવન કેમ જીવવું એ પુરુષાર્થ છે.
અને કોઈ નોકર ચોરી ગયો, ઑફિસમાંથી દસ હજારનો માલ, ત્યાં કેમ વર્તવું તે પુરુષાર્થ છે. એટલે આ બધું તે ઘડીએ ધૂળધાણી કરી નાખો ને અવતાર બધો બગાડી નાખે !
ઘણા ખરા વકીલો મને ભેગા થાય ને, તે જ્યારે કોર્ટના માટે કામમાં લાયક ના રહે ને, પછી એમની સ્થિતિનું શું થાય છે, તે વર્ણન કરે તો આપણને અજાયબી લાગે !
હવે એટલું, પોતે કેમ જીવન જીવવું, તેનું તો આપણી પાસે હોવું જોઈએ ને ? આ ધંધો એતો બાય પ્રોડક્ટ છે. ધંધો એ કંઈ મુખ્ય વસ્તુ નથી.
આ તો જાત ઉપરની શ્રદ્ધા ખોઈ નાખી છે. જાતજાતની શ્રદ્ધા સમજ્યા તમે ? તમને તમારી જાત ઉપર શ્રદ્ધા છે ને ! આ તો જાત ઉપરની શ્રદ્ધા લોકોને ઊડી જાય છે.
ખરીદી લો, અહંકાર ! પ્રશ્નકર્તા : એ તો આપણે આપ્તવાણીમાં કહેવામાં આવ્યું જ છે ને કે તે જો હજાર બે હજાર રૂપિયા કોઈને આપ્યા તે શા માટે આપે છે કે તું તારા અહંકાર, માનને લીધે આપે છે.
દાદાશ્રી : માન વેચ્યું એણે. અહંકાર વેચ્યો તો આપણે લઈ લેવો જોઈએ. ખરીદી લેવો જોઈએ. હું તો આખી જિંદગી ખરીદતો આવેલો. અહંકાર ખરીદવો.
પ્રશ્નકર્તા : એટલે શું દાદા ?
દાદાશ્રી : તમારી પાસે પાંચ હજાર લેવા આવ્યો તેને આંખમાં શરમ ના આવે બળી ?!.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તે માગે છે તે શરમને કાઢીને અહંકાર વેચે છેઆપણને. તો આપણે ખરીદી લેવો, આપણી પાસે મૂડી હોય તો !
પૈસા લેવા જવાનું સારું લાગે ? સગા કાકા જોડે લેવા જવાનું ગમે ? કેમ ના ગમે ? અરે, સબંધિત પાસે લેવાનું યે ના ગમે કોઈને. બાપ પાસે લેવાનું ય ના ગમે. હાથ ધરવાનો ના ગમે.
એટલે આટલો પોતાનો અહંકાર વેચવા તૈયાર થયો તો ય તમને ખબર ના પડે, તો ય તમે વેચાતો લો નહિ તો તમે શાનો વ્યપાર કરશો ? પોતાનો અહંકાર વેચવા આવ્યા છે, તો તમારે ખરીદી લેવો કે ના ખરીદવો જોઈએ ? ના ખરીદવો જોઈએ ? એ અહંકાર વેચીને શું કહે છે ? મને ખાવાનું આપો. એ અહંકાર ખરીદી ના લો તો માલ શું રહેશે ? દરેકના અહંકાર ખરીદી લો. કોઈના ખરીદ્યા ? નહીં ખરીદ્યા ? કેવા છે ? ચોપડો દેખાડો ?
એ એનો અહંકાર વેચવા આવ્યો છે ! પૈસા લેવા આવ્યો એટલે શું વેચવા આવ્યો છે ? એ કંઈ શાકભાજી વેચવા આવ્યો છે ? એ પૈસા પાંચસો ડૉલર વેચવા આવ્યો છે ? જો બેન્કમાં પડ્યા હોય તો આપીને લઈ લો, ખરીદી લો. અને