________________
પૈસાનો
વ્યવહાર
૪૦
૪૦
પૈસાનો
વ્યવહાર
પૈસા કમાવવા માટે પુણ્યની જરૂર છે. બુદ્ધિથી તો ઊલટાં પાપો બંધાય. બુદ્ધિથી પૈસા કમાવા જાવ તો પાપ બંધાય. મારે બુદ્ધિ નહીં એટલે પાપ બંધાય નહીં. અમારામાં બુદ્ધિ એક સેન્ટ પરસેન્ટ નહિ !
બહુ થાય તો ય મુશ્કેલી ! પ્રશ્નકર્તા : લોકોની પુ હશે તો એમને આ સંપત્તિ ભેગી થઈ. આ પુર્વે ઓર એવી વધી કે હવે એ લોકોને હવે આ બાજુ બધો ઉપયોગ એનો થવા માંડ્યો.
દાદાશ્રી : એ બધી પુણ્ય ને જબરજસ્ત પુર્વે ને પણ સાચવવું મુશ્કેલ પડી જાય.
પ્રશ્નકર્તા : એટલે એ બરોબર છે. ઉપાધિ તો ખરી જ ને ? શરૂઆત પછી ત્યાંથી જ થાય છે.
દાદાશ્રી : ના હોય તેના જેવું તો એકે ય નહિ. પ્રશ્નકર્તા : પૈસા ના હોય. સંપત્તિ ના હોય. તો એના જેવું એકે ય નહિ ?
દાદાશ્રી : હા, એના જેવું એકું ય નહીં. સંપત્તિ એ તો ઉપાધિ છે. સંપત્તિ જો આ બાજુ ધર્મમાં વળી જ ગઈ હોય, તો વાંધો નથી. નહિ તો ઉપાધિ થઈ પડે. કોને આપવી ? હવે ક્યાં મૂકવી ? એ બધી ઉપાધિ થઈ પડે !
પ્રશ્નકર્તા: હા, એ ઉપાધિ ! જેની પાસે બહુ ભેગું થઈ ગયું છે, તેને હમેશાં ઉપાધિ.
દાદાશ્રી : મુશ્કેલી બહુ ! એના કરતાં ઓછું કમાઈએ તે સારું. અહીં બાર મહિને દસ હજાર કમાયા અને એક હજાર ભગવાનને ત્યાં મૂકી દે, તો એને કંઈ ઉપાધિ નથી, અને પેલો લાખો આપે અને આ હજાર આપે, બે ય સરખા, પણ હજારે ય કંઈક આપવા જોઈએ. મારું શું કહેવાનું કે લુખ્ખું ના રાખવું, ઓછામાંથી પણ કંઈક આપવું. અને વધારે હોય અને તે આ ધર્મ બાજુ વળી ગયું એટલે આપણે પછી જવાબદારી નથી. નહિ તો જોખમ. બહુ પીડા એ તો ! પૈસા
સાચવવા એટલે બહુ મુશ્કેલી. ગાયો-ભેંસો સાચવવી સારી, ખીલે બાંધી તો સવાર સુધી જતી તો ના રહે. પણ પૈસા સાચવવા બહુ મુશ્કેલી. મુશ્કેલી, ઉપાધિ બધી.
એ તો તારે સારું કે તારા પૈસા કોઈ જગ્યાએ દેખાતા ન હતા. નહિ તો પૈસા દબાઈ જ જાય. તારે બધા બહુ દબાઈ ગયેલા. હું તો મુક્ત થયો. નિરાંત થઈ ગઈ આપણે તો સાંભળવાનું જ મટી ગયું ને ! મારા જેવાને કોઈ આપે ય નહીં ને !
દયાળુ, લાગણીવાળો સ્વભાવ મારો ! ઉઘરાણી કરવા ગયો હોઉં તો આપીને આવું !!! આમ ઉઘરાણી કરવા તો જાઉં જ નહીં કોઈ દહાડો. ઉઘરાણી કરવા જાઉં તો તે દહાડે એમને કંઈ ભીડ પડી હોય તો ઉલટો આપીને આવું. મારે ગજવામાં કાલે વાપરવાના હોય તે ય આપીને આવું ! તે કાલે વાપરવામાં હું મૂંઝાઉં ! એવી રીતે મારું જીવન ગયું છે.
કેફ, લક્ષ્મીનો ! પ્રશ્નકર્તા : વધારે પૈસા હોય તો મોહ થઈ જાય એમ ? વધારે પૈસા હોય એ દારૂ જેવું જ છે ને !
દાદાશ્રી : દરેકનો કેફ ચઢે. જો કેફ ના ચઢતો હોય તો પૈસા વધારે થયેલા હોય તો વાંધો નથી. પણ કેફ ચઢે એટલે દારૂડિયો થયો, પછી ખુમારીમાં ને ખુમારીમાં ભમ્યા કરે લોકો ! લોકોને તિરસ્કાર કરે, આ ગરીબ છે. આમ છે, આ મોટો શ્રીમંત ને લોકોને ગરીબ કહેનારો ! પોતે શ્રીમંત ! ક્યારે ગરીબી આવે એ કહેવાય નહીં માણસને. તમે કહો છો એવું જ. બધો કેફ ચડી જાય. સમજ પડીને ! જો તમને ચડ્યો નથી ને !
પ્રશ્નકર્તા : ચઢેલો હતો, હવે ઊતરી ગયો. દાદાશ્રી : સારું કર્યું. ડહાપણ કર્યું એટલું. વિચારશીલ છે ને.
એ જાય ત્યારે, શું પરષાર્થ ? આખી જિંદગી આખા જગતના લોકો આમ નાણાં પાછળ પડ્યા છે એ