________________
પૈસાનો
વ્યવહાર
૩૯
૩૯
પૈસાનો
વ્યવહાર
ભીખ હોય, ત્યાં ભગવાન હોય જ નહીં.
અહીં મિલકત હોય તેને એટલી જ મિલકત અને તેય આખી મિલકત ના હોય ને, અહીં અમુક આટલો જ ભાગ મિલકતનો રહ્યો હોય અને અહીં કોઈ મિલકત નહીં હોય તો આખા બ્રહ્માંડની મિલકત એની પોતાની. એટલે અમારે તો કોઈ મિલકતનો માલિક હું નથી. હીરાબા માલિક, હું નહીં. આ મનના માલિક નથી, આ વાણીના માલિક નથી રહ્યા.
પૈસાનો વહીવટ બધો અમે અમારા ભાગીદારને સોંપી દીધેલો. મારી પાસે તો પૈસા આવે તો બીજા દહાડે રહે નહીં. એક લાખ હોય તો બે-ત્રણ દહાડા પછી દસેક હજાર પડ્યા હોય ! એટલે ભાગીદાર સમજી ગયેલા કે આમની જોડે પૈસા હાથમાં રહેતા નથી. મારી પાસેથી એમણે વહીવટ જુદો કરી દીધો !
પુણ્ય, પણ પાપતુબંધી ! પ્રશ્નકર્તા : એ પૈસા ક્યાંથી આવતા હશે ? દાદાશ્રી : પૈસા તો પુણ્યશાળીની પાસે બધા હોય જ ને ? પ્રશ્નકર્તા : એ પૈસા પુણ્યશાળી પાસે હોય એવું કંઈ નથી. દાદાશ્રી : ત્યારે પાપી પાસે પૈસા હોય નહીં. પ્રશ્નકર્તા : અત્યારે તો પાપી પાસે જ પૈસો છે.
દાદાશ્રી : પાપી પાસે નથી, હું તો આપને સમજાવું બરોબર. તમે મારી વાત સમજો એક વખત કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહિ. કાળા બજારનોય ના અડે કે ધોળા બજારનો ય ના અડે. પુણ્ય વગર તો ચોરીનો ય પૈસો આપણને ના અડે. પણ એ પાપાનુબંધી પુણ્ય છે. તમે કહો છો તો પાપ, તે છેવટે પાપમાં જ લઈ જાય છે. એ પુણ્ય જ અધોગતિમાં લઈ જાય છે.
ખરાબ પૈસો આવે એટલે ખરાબ વિચાર આવે કે કોનું ભોગવી લઉં, આખો દહાડો ભેળસેળ કરવાના વિચાર આવે, એ અધોગતિમાં જાય છે. પુણ્ય ભોગવતો
નથી ને અધોગતિમાં જાય છે. એના કરતાં પુણ્યાનુબંધી પાપ સારું કે આજ જરા શાક લાવવામાં અડચણ પડે પણ આખો દહાડો ભગવાનનું નામ તો લેવાય અને પુણ્યાનુબંધી પુણ્ય હોય, તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઊભું થાય.
લક્ષ્મી પધારે, તોબલતે ત્યાં ! શ્રીમંતાઈ શું કર્યું હોય તો આવે ? કેટલી બધી લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે ! નહિ તો લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે છે, છેતરાય, નોબિલિટી વાપરે, એને લક્ષ્મી આવે. જતી રહેલી આમ લાગે ખરી, પણ આવીને પછી ત્યાં જ ઊભી રહે.
પ્રશ્નકર્તા : આપે લખ્યું છે કે જે કમાય છે તે મોટા મનવાળો જ કમાય છે. આપવા-લેવામાં જે મોટું મન રાખે એ જ કમાણી કરે છે, બાકી સાંકડા મનવાળો કમાતો જ નથી કોઈ દહાડો !
દાદાશ્રી : બધા અરધા ચંપલવાળા થઈને ફર્યા કરે છે ને ! મેં ભૂલેશ્વરમાં બહુ જોયેલા. માપેલા બધાને !
બધી રીતે નોબલ હોય, તો લક્ષ્મી ત્યાં જાય. આ પાજી પાસે લક્ષ્મી જતી હશે ?!
પ્રશ્નકર્તા : એટલે પુણ્યને લીધે માણસ ધનવાન બને ? દાદાશ્રી : ધનવાન થવા તો પુર્વે જોઈએ. પુર્યો હોય તો પૈસા આવે. પ્રશ્નકર્તા : પૈસા માટે તો લખ્યું છે ને કે બુદ્ધિની જરૂર પડે.
દાદાશ્રી : ના. બુદ્ધિ તો નફો-તોટો બે જ દેખાડે. જ્યાં જાવ ત્યાં નફો-નોટો એ દેખાડી દે. એ કંઈ પૈસા-બૈસા આપતી નથી. બુદ્ધિ જો પૈસા આપતી હોય ને તો આ ભૂલેશ્વરમાં એટલા બધા બુદ્ધિશાળી મહેતાજી હોય છે. શેઠને સમજણ પડતી નથી એ બધું એને સમજણ પડે છે. પણ ચંપલ બિચારાનાં અરધાં હોય, પાછળ અરધાં ઘસાઈ ગયેલાં હોય અને શેઠ તો સાડી ત્રણસો રૂપિયાના બૂટ પહેરીને ફરતા હોય, છતાં ડફોળ હોય !