________________
પૈસાનો
વ્યવહાર
૫૨
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : સમજાય છે.
દાદાશ્રી : તો આજે સારું કરવું, એડજસ્ટ કરવું. અત્યારે જે ફળ આવ્યું છે, તે પોતાની જ, બ્લડર્સ અને પોતાની જ ભૂલોનું પરિણામ છે. બાકી ભક્તિથી દુઃખ આવે નહિ ને ? ભક્તિથી દુઃખ હોતું હશે ? હા, લક્ષ્મીજી ભક્તિ કરો તો દુઃખ આવે ય ખરું. પણ ભગવાનની ભક્તિ કરતાં દુ:ખ કેમ આવે ?
પ્રશ્નકર્તા : ભગવાન હોય, તો સાથે લક્ષ્મીજી આવે. દાદાશ્રી : લક્ષ્મીજી વધુ હાજર હોય એમની જોડે તો !
આનંદ પ્રાપ્તિના ઉપાય ! પ્રશ્નકર્તા : માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી ? કે કોઈને દાન આપવું ? શું કરવું ?
દાદાશ્રી : માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસ્ક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાંને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસ્ક્રીમ ખાવા. એવી રીતે તું જ્યાં હોય ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતાં જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરોને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તે નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય. હમણું કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે તને આનંદ થાય. ભલેને સો રૂપિયાનું ધોતિયું તે ઘડીએ તું બાંધું પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય.
સમક્રિતીતો લક્ષ્મી વ્યવહાર પ્રશ્નકર્તા : દાદાના મહાત્માઓની પાસે લક્ષ્મી હોય તો એણે શું કરવું ?
દાદાશ્રી : એનો વાંધો નહીં, તમારે વાંધો નહીં, તમારે તો કરવાનું. દાદા તમારે માથે છે, તમારે તો મહીં મુશ્કેલી ઊભી થાય તો અમને પૂછવી બસ એટલું જ. આ બધું કરવાનું મારે. હું તમને કહું છું ને કે આ બધું કરવાનું મારે. તમારે કશું કરવાનું નહીં. તમારે મારી આજ્ઞામાં રહેવાનું.
બધું આવવાનું, તમારે ફક્ત શું થવાનું કે રૂપિયાની જોડે વ્યવહાર તો કરવો રહ્યો. એ તમારે નથી વ્યવહાર છતાં કરવો પડે છે એવું રહેવું જોઈએ. નથી કરવા જેવું છતાં ય કરવો પડે છે એમ કહેવું. એમાં શોખીન ના થઈ જાય એટલું જોજો. ખાવ, પીવો, બધું ખાજો એમ કહું છું.
આહારી આહાર કરે છે તે તમારે જાણવું જોઈએ. તમારે તો એમ કહેવું, કારણ કે એ આહારી જ આહાર કરે છે. પણ તમે એ જાગૃતિ ભૂલી જાવ તે ઘડીએ એ ચોંટે !
પ્રશ્નકર્તા : રોજિંદા જીવનમાં મિથ્યાદૃષ્ટિ ખસતી નથી, અને સમ્યક્દષ્ટિ જોઈએ છે. તો એનો કેમનો સમન્વય કરવો ?
દાદાશ્રી : સમ્યષ્ટિ છે જ, તમને જે મિથ્યાદૃષ્ટિ દેખાય છે એ તમારી નથી. એ દૃષ્ટિ પર તમને હવે પ્રેમ નથી. પ્રેમ છે ? ના. તમને સમ્યક્રદૃષ્ટિ પર જ પ્રેમ છે. જ્યાં પ્રેમ ત્યાં તમારી વસ્તુ. હવે તમને એની પર પ્રેમ નથી. હવે એ છે નિકાલી બાબત. ભૌતિક દૃષ્ટિ કરીને મારા હાથમાં રૂપિયા મૂકે તો શું હું થોડીવાર પછી નાખી દઉં ? મિથ્યા છે માટે ? ના, ના નખાય. વ્યવહારના લોકો ય કહે, ‘ગાંડા છે, જ્ઞાની ન્હોય !! જ્ઞાની ધીમે રહીને ગજવામાં મૂકી દે, તો શું મિથ્યાષ્ટિ થઈ ગઈ ? આ તો વ્યવહાર છે. દાઢી કરાવો, ક્લીન શેવ કરાવે તો મિથ્યાત્વ થઈ ગયું ? તું આવડી મૂછો રાખું તો સમક્તિ થઈ ગયું ? એવું કશું નથી.
પ્રશ્નકર્તા : એવું નથી દાદા, એ લાઈન ઑફ ડીમાર્કેશન મહત્ત્વનું છે (ભેદરેખા મહત્ત્વની છે.).