________________
પૈસાનો
તો લક્ષ્મીજી કહે કે, ‘તારે આ જુલાઈમાં પૈસા આવવાના હતા તે આવતા જુલાઈમાં મળશે.’ અને જો કહે કે, મારે પૈસા નથી જોઈતા એ ય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારે ય નહીં ને, ઇચ્છા ય નહીં કરવી જોઈએ. એમને તો નમસ્કાર કરવા જોઈએ. એમને તો વિનય રાખવો જોઈએ. કારણ કે એ તો હેડ ઑફિસમાં છે. લક્ષ્મીજી કહે છે કે, “જે ટાઈમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઈમે જ રહેવું જોઈએ, અને અમે ટાઈમે ટાઈમે મોકલી જ દઈએ છીએ. તારા દરેક ડ્રાફટ વગેરે બધાં જ ટાઈમસર આવી જશે. પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઈએ છીએ. જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ, બીજું લક્ષ્મીજી શું કહે છે ? કે, ‘તારે મોક્ષે જવું હોય તો હકની લક્ષ્મી મળે તે જ લેજે, કોઈની ય લક્ષ્મી ઝૂંટવીને ઠગીને ના
લઈશ.
વ્યવહાર
ક્યા કાયદાઓથી લક્ષ્મી ?!
૩૩
પ્રશ્નકર્તા : લક્ષ્મીજીના કાયદા શા છે ?
દાદાશ્રી : લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે પછી લક્ષ્મીજી ક્યાંથી રાજી રહે ? પછી તું લક્ષ્મીજી ધોને ? બધાય ધૂએ છે !! ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે ?
પ્રશ્નકર્તા : ના, દાદા, ત્યાં કોઈ લક્ષ્મીજીને ધોતું નથી.
દાદાશ્રી : તોય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં ? એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે, દહીંમા ય ધૂએ છે અહીં હિન્દુસ્તાનમાં. લક્ષ્મીજીને બધાય ધો ધો કરે છે ને કોઈ કાચા નથી. મને ય લોકો કહેવા આવે કે, ‘તમે લક્ષ્મીજી ધોઈ કે નહીં ?” મેં કહ્યું, ‘શાના માટે ? આ લક્ષ્મીજી જ્યારે અમને ભેગાં થાય છે ત્યારે અમે તેમને કહી દઈએ છીએ કે વડોદરે મામાની પોળ ને છઠ્ઠું ઘર, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો અને જ્યારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો. એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. એમ એવું ત્યાં આગળ ના કહીએ કે ‘અમારે એની જરૂર નથી.’ તમે ય ઘેર રાત્રે જઈને બોલજો કે ‘હે લક્ષ્મીજી દેવી, તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે મારે ઘેર આવજો અને જ્યારે
પૈસાનો
અનુકૂળ હોય ત્યારે જજો. પણ આ ઘેર આવજો. તમે ધ્યાન રાખજો', એવું
કહેવાયને ?
૩૩
વ્યવહાર
પ્રશ્નકર્તા : આવતાં-જતાં રહેજો.
દાદાશ્રી : ના, એવું નહીં. આ ઘર તમારું છે. જ્યારે અનુકૂળ આવે ત્યારે આવજો. અમારી ઇચ્છા છે કે આવજો.' એટલું બોલીને પછી સૂઈ જવાનું. શુદ્ધાત્માનું ધ્યાન કરતાં કરતાં પછી એમાં સંકલ્પ-વિકલ્પ કરે તો ભયંકર દોષ બેસે. પછી કેસ ઊંચો મૂકી દેવાનો. એ ગૂંચવાડો રહ્યો નહિ ને કોઈ ?
પ્રશ્નકર્તા : ના, ના.
દાદાશ્રી : થયું ત્યારે, બસ.
લક્ષ્મીજીને આંતરાય ?
અમને તો લક્ષ્મીજી ક્યારે ય સાંભરે નહિ. સાંભરે કોને કે જેણે દર્શન ના કર્યા હોય તેને. પણ અમારે તો મહીં લક્ષ્મી અને નારાયણ બેઉ સાથે જ છે. આપણામાં કહેવત છે ને કે ‘બાબો હશે તો વહુ આવશે ને !’ ‘નારાયણ’ છે ત્યારે લક્ષ્મીજી આવશે જ. આપણે તો ખાલી આપણા ઘરનું એડ્રેસ જ વિનયથી આપવાનું હોય. લક્ષ્મીજીને તો લોકો પહેલા આણાની વહુની જેમ આંતરે છે. લક્ષ્મીજી વિનય માગે છે. જ્યાં ભગવાન છે ત્યાં જાહોજલાલીની શી ખોટ ? લક્ષ્મીજી કોઈની આંતરી આંતરાય તેમ નથી. લક્ષ્મીજી તો ભગવાનની પત્ની છે. તેનેય મૂઆ, તું આંતર આંતર કરે છે ? પહેલા આણામાં આવેલી વહુને જો આંતરી હોય ને પછી પિયર જવા ના દે તે શી દશા થાય બિચારીની ! તેવું લોકોએ આ લક્ષ્મીજી માટે કરવા માંડ્યું છે. તે લક્ષ્મીજી ય હવે કંટાળ્યાં.
એને તરછોડ કેમ મરાય ?
બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે ‘હમ કો નહીં ચાહીએ, લક્ષ્મીજી કો તો હમ ટચ ભી નહીં કરતા' એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી. પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ વર્તે છે એ