________________
પૈસાનો
વ્યવહાર
૩ ૨
પૈસાનો વ્યવહાર ને જો આપણે કહીએ કે, “આવું તો કરાતું હશે ? તો એ કહે કે, “એ તો એમ જ કરાય.” પણ પ્રામાણિકપણાની ઇચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે “મારી ઇચ્છા તો સારો માલ આપવાની છે. પણ માલ આવો છે એ લઈ જાવ.” આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં !
પેલો કહશે કે, ‘તમે પાછા ગણો, અમથા કચકચ ના કરશો, વધારે માથાકૂટ ના કરશો, નહીં તો લાવો મારા રૂપિયા પાછા. ત્યારે પેલો પાછા ના આપે ને ફરી ગણવા બેસે ! અલ્યા, લેતી વખતે કકળાટ, કો'કને આપે ત્યારે ય કકળાટ, ને કકળાટ !! આવ્યો ત્યારે ઊંચા કરે અને જતી વખતે “ડૉક્ટર સાહેબ મને બચાવજો, બચાવજો !' કરશે. જ્યારે તું કકળાટ વગરનો રહ્યો છે તે ?! તારો એક દહાડો ય આનંદમાં નથી ગયો ! છતાં પોતે પરમાત્મા છે. એ કકળાટ કરે, પણ આપણે તો દર્શન કરવાં પડે ને ! એવું આ જગત છે. એટલે ભીડ ના પડે ને ભરાવો ના પડે ને, એ સારામાં સારું.
શું પોષાય ! અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ? એક બેન કહેતાં હતાં કે, “આ સાલ આટલો બધો વરસાદ પડે છે, તો આવતી સાલ શું થશે ? પછી ભીડ પડશે ! લોક ભીડમાં ય આશા રાખે છે કે આ સાલ તો બે-ત્રણ લાખ રૂપિયા આવી જાય તો સારું. અલ્યા, હવે પછી તો બધાં વર્ષોમાં દુકાળ પડશે ! માટે આશા ના રાખીશ. લક્ષ્મીનો વરસાદ સામટો પડી ગયો, હવે તો પાંચ વર્ષ સુધી દુકાળ પડશે. એનાં કરતાં એના જે હપતાથી આવે છે ને, એ હપતાથી આવવા દે એ બરાબર છે. નહીં તો આખી મૂડી આવશે તો બધી વપરાઈ જશે. એટલે આ હપતા બાંધેલા છે તે બરાબર છે. આપણે તો સામાને સંતોષ થાય તેવું કરવું, ‘વ્યવસ્થિત’ જેટલી લક્ષ્મી મોકલે તેટલો સ્વીકાર કરવો. ઓછી આવે ને દિવાળી પર બસો-ત્રણસો ખૂટી પડ્યા તો આવતી દિવાળીએ વધારે વરસાદ પડશે. માટે એનો વાંધો રાખવો નહીં.
લક્ષ્મી ખૂટે શાથી ? પ્રશ્નકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ?
દાદાશ્રી : ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને લક્ષ્મીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રિકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે. ટિકો તો હોવી જ ના જોઈએ. ટિકો કરી કોને કહેવાય ? ‘બહુ ચોખ્ખો માલ છે' કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય.
એટલે આ બધા ક્યાં સુધી પ્રામામિક છે ? કે જ્યાં સુધી કાળાબજારનો એને અધિકાર પ્રાપ્ત થયો નથી. જો એને કાળાબજારનો અધિકાર પ્રાપ્ત થાય, ત્રણ ગણાં નાણાં ઉપજે અને વેચવા માલ પાંચ-પચ્ચીસ હજારનો પડ્યો હોય. હવે એ અધિકાર એને વેચવાનો છે અને લેનાર ઘરાક ઘેર બેઠાં આવતાં હોય અને કોઈ મુશ્કેલી ના હોય, પેલાં લઈ જનારા શું કહે ? કે જવાબદારી અમારી, કહેશે. તો તું પાંસરો રહે તો હું જાણું.
મન-વચન-કાયાથી કિંચિત્ ચોરી કરે તે ઘણી ય મહેનત કરે તો ય માંડ લક્ષ્મી મળે. લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે ચોરી. આ તો શું થાય કે મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઈને આવ્યા હોય તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જાય છે. આજે પ્રમાણિકપણે ઘણી મહેનત કરીને પણ લક્ષ્મી ના મેળવી શકે. એનો અર્થ એ કે આગળથી જ મનુષ્યપણાની સિદ્ધિ અવળી રીતે વટાવીને જ આવ્યો છે તેનું આ પરિણામ છે. મોટામાં મોટી સિદ્ધિ કઈ તો કે' મનુષ્ટપણું. અને તે પણ ઊંચી નાતમાં જન્મ લેવો એ તેય હિન્દુસ્તાનમાં. આને મોટામાં મોટી સિદ્ધિ કહી ? કારણ કે આ મનુષ્યપણાથી મોક્ષે જવાય ?
લક્ષ્મીજી શું કહે છે ? પ્રશ્નકર્તા ઃ આ લક્ષ્મીજી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઈએ ?
દાદાશ્રી : આ એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઈ વિચાર કરે છે કે એક લોટો જ મળશે તો શું કરીશ ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઈએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે. એમાં કોઈ વધારે-ઓછું કરી શકતો નથી. માટે મન-વચનકાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઇચ્છા ના કરીશ, આ લક્ષ્મીજી તો બેંક બેલેન્સ છે, તે બેંકમાં જમા હશે તો મળશે ને ? કોઈ લક્ષ્મીની ઇચ્છા કરે