________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
ભીડ નહીં, ભરાવો નહીં. અમારા ગામમાં અમને સત્સંગ માટે બોલાવેલા, તે ત્યાં એ સત્સંગ કરતા હતા. તે એક ભાઈ ગામના ખરાને, તે બધા પિતરાઈ થાય, તે આડું બોલે. એવું બોલ્યા કે, તમે નીચે દબાવીને બેઠા છો, મોટી રકમ ખૂબ દબાવીને બેઠા છો, તે હવે સત્સંગ નિરાંતે થાય જ ને ! હું સમજી ગયો કે આ પિતરાઈના ગુણથી બોલ્યો છે. એને સહન થાય નહીં ને ! પછી મેં કહ્યું કે ‘હું શું દબાવીને બેઠો છું તે તમને શું ખબર પડે ? બેન્કમાં શું છે તે તમને શું ખબર પડે ?” ત્યારે કહે છે, “અરે, દબાવ્યા વગર તો આવું નિરાંતે સત્સંગ થાય જ શી રીતે ?” મેં કહ્યું કે “બેન્કમાં જઈને તપાસ કરી આવો.”
મારે કોઈ દહાડો ભીડ પડી નથી ને ભરાવો થયો નથી. લાખ આવતાં પહેલાં તો કંઈ ને કંઈ બોમ્બ આવે ને તે વપરાઈ જાય. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડો, અને ભીડ પણ પડી નથી. બાકી કશું દબાવ્યું - કર્યું નથી, કારણ કે અમારી પાસે ખોટું નાણું આવે તો દબાય ને ? એવું નાણું જ ના આવે તો દબાવે શી રીતે ? અને એવું આપણે જોઈતું પણ નથી. આપણે તો ભીડ ન પડે અને ભરાવો ના થાય એટલે બહુ થઈ ગયું ! ભરાવો થાય તો બહુ ઉપાધિ થાય, પાછા બેન્કમાં મૂકવાનું ને બધી ઉપાધિ. પાછા સાળા આવે કે, તમારી પાસે તો ઘણા બધા રૂપિયા છે, તે દસ-વીસ હજાર આપો. પાછા મામાનો દીકરો આવે, પાછો જમાઈ આવે કે, “મને લાખ રૂપિયા આપો.' મહીં ભરાવો હોય તો કહે કરે ને ? પણ ભરાવો જ ના હોય તો ? ભરાવો થયા પછી લોકોને કકળાટ થાય.
ભરાવો કરાવે ઉપાધિ ! મને લોકો આવીને કહી જાય છે જુઓને અમારા જમાઈ આવ્યા તે લાખ રૂપિયા માંગે છે. જમાઈ તો આને માટે આવી પડ્યા છે. તે બધાંને આપ-આપ કરું તો મારી પાસે શું રહે ? એની વાતે ય ખરી છે ને ? બધાને આપ આપ કરે તો એની પાસે કશું રહે ય નહીં ને ! એટલે ભરાવો થયો તો લેવા આવ્યા ને ! હવે ત્યાં એની જોડે જમાઈ ઝગડો માંડે, ગાળો ભાંડે ! ત્યારે છેવટે કહેશે. ‘મારી પાસે પૈસા વધારે નથી. લો આ વીસ હજાર લઈ જાવ ને હવે પાછા ના આવશો.’
અલ્યા આપવા હતા ત્યારે કકળાટ કરીને આપ્યા તેના કરતાં સમજાવીને તો આપવા હતા ને ! નહીં તો એક ફેરો જૂઠું બોલીએ કે, ‘આ બધા લોકો કહે છે કે મારી પાસે દસ લાખ આવ્યા છે, પણ મારું મન જાણે છે કે કેટલા આવ્યા છે ! એમ તેમ કરીને જૂઠું બોલીને પણ જમાઈને સમજાવી દઈએ કે જેથી લઢવાડ તો ન થાય ને ! ઝગડો ય ના થાય, પણ એવું આવડે નહીં ? અને પછી પેલો જમાઈ તો લાખ માટે ચોંટે, વીસ હજાર લઈ જાય નહીં. એટલે આ વધારે રૂપિયા લાવ્યા તે પછી ભઈ જોડે વઢે, સાળા જોડે વઢે, જમાઈ જોડે વઢે. વધારે રૂપિયા આવ્યા તો વધારે વઢવાડ હોય, અને ના હોય ત્યારે બધાં ભેગાં બેસીને ખાય, પીવે ને મઝા કરે. એવું છે આ પૈસાનું કામ માટે ભરાવો થાય તે ય ઉપાધિ અને ભીડ ના પડે એટલે બહુ થઈ ગયું.
આ જુઓ તોટો ગણતાસને તાદ્રશ્ય ! આ શરીરમાં ય ભીડ પડે ત્યારે માણસ કંતાઈ જાય અને ભરાવો થાય ત્યારે સોજો ચઢે. સોજો ચઢે ત્યારે એ જાણે કે હું હવે જાડો થયો. અલ્યા, આ તો સોજા ચઢ્યા છે એટલે ભરાવો ના થાય તે ઉત્તમ અને એના જેવું કોઈ પુણ્યાનુબંધી પુણ્ય નહીં. ભેગા થાય તો ગણવાની ભાંજગડ થયા કરે ને ! દસ હજાર રૂપિયા હોય, તો રૂપિયે રૂપિયે દસ હજાર ગણવા જાય, તો ક્યારે પાર આવે ? એ પછી એક બેની બૂલ આવી તો ફરી પાછા ગણે. બરોબર ગણી રહે પછી સૂઈ જાય. ત્યારે એક જણ મને કહે કે, ‘તમે શું કરો ?” મેં કહ્યું કે, ‘આ તો દસ હજારની વાત કરે છે, પણ સોની નોટના છૂટા કો'ક દુકાનેથી લેવાના હોય, તો દુકાનદાર કહેશે, “સાહેબ, ગણી લો.’ હું કહું કે, ‘તમારી પર મને બહુ વિશ્વાસ છે.’ વખતે નવાણું હશે તો ત્યારે રૂપિયો તો ગણવાની મહેનતનો જાય, પણ એ ગણવામાં ટાઈમ બલ્યો જતો રહે ને ! એટલે ભલે રૂપિયો ઓછો હશે, પણ ભાંજગડ નહીં ને ! એટલે હું કોઈ દહાડો ય રૂપિયા ગણતો જ નથી. સોની નોટમાં તો સો રૂપિયા હોય અને ગણતાં ગણતાં તો દસ મિનિટ જતી રહે. પાછાં જીભને અંગૂઠો આમ અડાડ અડાડ કરે ! એ વાઘરીવેડા કરવા કરતાં બે રૂપિયા ઓછા હશે તો ચાલશે. તેમાં પાછા જો એક-બે ઓછા હોય ને, તો સો રૂપિયા છૂટા આપનાર જોડે લઢી પડે કે, ‘આ તમે, સો આપ્યા, પણ પૂરા નથી. આમાં તો બે ઓછા છે.’ ત્યારે