________________
પૈસાનો
વ્યવહાર
૩૪
૩૪
પૈસાનો
વ્યવહાર
જાઉં અને જે જે મારો તિરસ્કાર કરે છે ત્યાં તો અનંતભવ સુધી હું નહીં જઉં ! રૂપિયા તો આવે ને દસ વરસ પછી તે લક્ષ્મી ના રહે, એ તો ફેરફાર થયા જ કરે. સંસરણ થયા કરે.
જોખમ છે. બીજા કેટલા ય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો ‘વીતરાગ' છે, ‘અચેતન વસ્તુ છે. પોતે તેને તરછોડ ના મારવી જોઈએ. કોઈને પણ તરછોડ કરી, પછી તે ચેતન હશે કે અચેતન હશે, તેનો મેળ નહીં ખાય. અમે ‘અપરિગ્રહી છીએ' એવું બોલીએ, પણ ‘લક્ષ્મીજીને ક્યારે ય નહીં અડું” તેવું ના બોલીએ. લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું ‘નાક' કહેવાય. ‘વ્યવસ્થિત' ના નિયમના આધારે બધાં દેવદેવીઓ ગોઠવાયેલાં છે. માટે ક્યારેય તરછોડ ના મરાય.
એ તરછોડતાં પરિણામ શાં ? લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને “નહીં, નહીં, નહીં' કરે છે. તેનાથી એમના કેટલા ય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે ! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ. નહીં તો અડવાય નહીં મળે. તરછોડ ના મરાય. કોઈ વસ્તુને તરછોડ ના મરાય એવું નથી. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શને ય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે એ તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાં ય જય સચ્ચિદાનંદ ને જતાં ય જય સચ્ચિદાનંદ કરીએ છીએ. આ ઘર તમારું છે, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. અમને લક્ષ્મીજી કહે છે, “આ શેઠિયા અમારી પાછળ પડ્યા છે. તે એમના પગ છોલાઈ ગયા છે, તે પાછળ દોડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું. આમાં તો ઢીંચણ છોલાય છે. પણ ત્યારે તો ફરી ઈશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઈને દોડે છે, એટલે એમને અમારે મારમાર કરવાના છે. એમને બધે છોલીને લોહીલુહાણ કરી નાખવા છે. એમને સોજા ચઢ્યા છે. છતાં સમજણ નથી ખુલતી ! બહુ પાકાં છે લક્ષ્મીજી તો !
ત્યાં લક્ષ્મીજી ય કંટાળ્યાં.. તે હવે મને એ કહે છે કે હું તો આ શેઠિયાઓને ત્યાં ખૂબ જ કંટાળી છું. તે હવે હું તમારા મહાત્માઓને ત્યાં જ જઈશ. કારણ જ્યારે તમારા મહાત્માઓને ત્યાં જાઉં છું. ત્યારે ય ફૂલહાર લઈને સ્વાગત કરે છે, અને પાછી જાઉં ત્યારે ય ફુલહાર પહેરાવીને વિદાય આપે છે. જે જે લોકો મને આંતરે છે ત્યાં હવે હું નહીં
લક્ષ્મીજી માટે નિઃસ્પૃહી થાય ? લક્ષ્મી માટે કેટલાક લોકો નિઃસ્પૃહી થઈ જાય છે, તો નિઃસ્પૃહ ભાવ એ કોણ કરી શકે ? જેને આત્માની સ્પૃહા હોય તે જ નિઃસ્પૃહભાવ કરી શકે. પણ આત્મા પ્રાપ્ત થયા સિવાય આત્માની સ્પૃહા શી રીતે થાય ? એટલે એકલો નિઃસ્પૃહ થાય. અને એકલો નિઃસ્પૃહી થયો તો તો રખડી મર્યો ! માટે સસ્પૃહી - નિઃસ્પૃહી હોય તો મોક્ષે જશે. અમે લક્ષ્મીના વિરોધીઓ નથી કે અમે લક્ષ્મીનો ત્યાગ કરીએ. લક્ષ્મીનો ત્યાગ નથી કરવાનો, પણ અજ્ઞાનતાનો ત્યાગ કરવાનો છે. કેટલાક લક્ષ્મીનો તિરસ્કાર કરે છે. તે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે ક્યારે ય પાછી ભેગી જ ના થાય, નિઃસ્પૃહ એકલો થાય એ તો મોટામાં મોટું ગાંડપણ છે.
ત્યાં જ્ઞાતીને કેવું વર્તે ? અમે સસ્પૃહ-નિઃસ્પૃહ છીએ. ભગવાન સસ્પૃહ-નિઃસ્પૃહ હતા. તે તેમના ચેલા નિઃસ્પૃહ થઈ ગયા છે ! નેસેસિટી એરાઈઝ થાય તે પ્રમાણે કામ લેવું.
પ્રશ્નકર્તા : સસ્પૃહ-નિસ્પૃહ એ કેવી રીતે ? તે ના સમજાયું.
દાદાશ્રી : સંસારી ભાવોમાં અમે નિઃસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. સહી નિઃસ્પૃહી હશે તો જ મોક્ષે જશે. માટે દરેક પ્રસંગને વધાવી લેજો. વખત પ્રમાણે કામ લેજો, પછી તે ફાયદાનો હોય કે નુકસાનનો હોય. ભ્રાંત બુદ્ધિ ‘સત્ય'નું અવલોકન ના થવા દે. ભગવાન કહે છે કે તું ભલે જરાક થિયરી ઓફ રિલેટીવિટીમાં રહે, તેનો વાંધો નથી, પણ જરાક અવિરોધાભાસ જીવન રાખજે. લક્ષ્મીના તો કાયદા પાળવાના. લક્ષ્મી ખોટા રસ્તાની ના લેવી. લક્ષ્મી માટે સહજ પ્રયત્ન હોય. દુકાને જઈને રોજ બેસવું, પણ તેની ઇચ્છા ના હોય. કોઈના પૈસા લીધા તો લક્ષ્મીજી શું કહે છે કે, પાછા આપી દેવાના રોજ ભાવ કરવા જોઈએ