________________
પૈસાનો
છોડી પૈણાવવાની હોય ત્યારે ચાર આનાય હાથમાં ના હોય. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ? લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે ? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મીજી મુકામ કરે. બાકી ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય એને ત્યાં લક્ષ્મીજી જાય.
વ્યવહાર
શું સસ્તું ? શું મોઘું ?
પ્રશ્નકર્તા : અત્યારે પૈસો સસ્તો થયો છે.
૨૬
દાદાશ્રી : પૈસો સસ્તો થયો છે. પૈસો સસ્તો તો માણસ સસ્તો થઈ જાય. પૈસો મોઘોં થાય ત્યારે માણસ મોંઘો થાય. માણસની કિંમત ક્યાં સુધી ? પૈસો મોંઘો હોય ત્યાં સુધી થાય. પૈસો સસ્તો થાય એટલે માણસની કિંમત સસ્તી થઈ ગઈ ! એટલે પછી વાળ કપાવાનું ય મોંઘું થઈ જાય.
૧૯૪૨ની સાલથી ગવર્નમેન્ટે જે દહાડે રૂપિયો પહેલી વખત કાઢ્યો ત્યારથી જ આ પૈસો રદી થવા માંડ્યો. એક રૂપિયાની નોટ કાઢી હતી, વિધાઉટ પ્રોમિસ ટુ પે વાળી નોટ, ત્યારથી જ આ રદી થવા માંડ્યું હતું.
બે રૂપિયામાં બાદશાહી જોયેલી !
જ્યારે લક્ષ્મીના ભાવની કિંમત વધી જાય એની સાથે માણસના ભાવની
કિંમત વધી જાય. જ્યારે લક્ષ્મીનો ભાવ વધે ત્યારે આ રૂપિયો, રૂપિયા જેવું ફળ આપે ત્યારે તે દાડે આ માણસો સારાં થશે. અત્યારે આ રૂપિયો ફળ જ નથી આપતો ને ! નહીં તો અમારે ત્યાં તો કંટ્રાક્ટનો ધંધો, તે બે રૂપિયા લઈને હું નીકળું, અમથા બે રૂપિયા ગજવામાં હોય તો સાત ભાઈબંધો પાછળ ફર્યા કરે, આખો દહાડો ય ! ચા પાઈએ, ઘોડાગાડીમાં, ફેંટીનમાં બેસાડીએ. આખો દહાડો બધા જોડે ને જોડે ફર્યા કરીએ બેજ રૂપિયામાં ! અને અત્યારે સોએ પૂરું ના થાય. એવી મઝા ના આવે. અત્યારે એવા ઘોડા જ જોવામાં નથી આવતા ને ! એ જે ઘોડાગાડીમાં અમે બેઠેલા ને ! એ ઘોડા જોવામાં નથી આવતા. ઘોડા આમ દેખાય, રાજશ્રી જેવા દેખાય ! એટલે બધું ય ગયું હવે.
પ્રશ્નકર્તા : એ જમાના ગયા.
૨૬
દાદાશ્રી : ફરી આવશે પણ !
અતોખો હિસાબ !
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : આપણને આજે એમ લાગે છે કે આપણી પ્રજા કેટલા બધા પૈસા વાપરે છે, પણ આપણા જમાનામાં રૂપિયે મણ બાજરી હતી, અને અત્યારે ?!
દાદાશ્રી : વાત ખરી છે ! એવું છે ને, હું તમને ખરી વસ્તુ કહી દઉં. એ હકીકત જાણવા જેવી છે કે આવી જો મોંઘવારી થાય તો ‘પબ્લિક’ ખાવાપીવાનું કશું ના પામે, એટલે પછી મેં જ્ઞાનથી જોયું કે ‘આ શું છે તે ? આમ માણસો શી રીતે તેલ લાવીને ખાય છે ? આટલી મોંઘી વસ્તુઓ તે કેવી રીતે ખાતા હશે ?’ એ બધો હિસાબ કાઢ્યો. છેવટે જ્ઞાનથી જોયું ત્યારે ખબર પડી કે ત્યાં આગળ રૂપિયાની ભાંજગડ નથી હોતી. કેટલું ઘી, કેટલું તેલ, કેટલું દૂધ, આ બધાનો હિસાબ તમારી જોડે ‘જોઈન્ટ’ થયેલો છે. તેથી આ બધી વસ્તુઓ મળે છે, નહીં તો આ તો કોઈને ય મળે નહીં, શ્રીમંતોને ય મળે નહીં.
હિસાબ બંધાય શેતાથી ?
પ્રશ્નકર્તા : આ લૌકિક વ્યવહાર જે થયો એ વિજ્ઞાનનું જ પરિણામ છે ?
દાદાશ્રી : કયો વ્યવહાર ?
પ્રશ્નકર્તા : આપણે કોઈને આપવું, લેવું, વધવું, ઘટવું.
દાદાશ્રી : એ હિસાબ જ છે. વિજ્ઞાન એટલે હિસાબ જ છે એ તો. એટલે
ડિસ્ચાર્જ સ્વરૂપે ગોઠવાયેલું છે. એ પ્રમાણે બધું આવે છે. એ કંઈ રૂપિયા લીધેલાધીરેલા નથી, રૂપિયા લઈને આપણે. ઋણાનુબંધ રૂપિયા નથી હોતું, પેલાને ભાવ છે કે મારે આવા બાપા મળે તો સારું. એટલે આમ બાપ જોઈએ નહીં, પણ આવા વિચારોવાળા બાપ મળે, આવા વિચારોવાળા છોકરા મળે, એટલે તેવું થાય. બસ, બીજું કશું નહીં.
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિના આશય પ્રમાણે ભેગું થાય.