________________
પૈસાનો
છે, બધું ય છે, પણ લક્ષ્મીની હજી વધુ આશા રાખે છે, એટલે એટલું બીજાને ત્યાં ખૂટી પડે. બીજાને ત્યાં ખૂટી પડે એવું પ્રમાણભંગ ના કરો. નહીં તો તમે ગુનેગાર છો. એની મેળે સહજ આવે એના ગુનેગાર તમે નથી ! સહજ તો પાંચ લાખ આવે કે પચાસ લાખ આવે. પણ પાછું આવ્યા પછી લક્ષ્મીને આંતરી રખાય નહીં. લક્ષ્મી તો શું કહે છે ! અમને આંતરાય નહીં જેટલી આવી એટલી આપી દો. સંભારે ત્યાંથી એ ભાગે !
વ્યવહાર
૨૫
એક ભાઈ આવેલા તે બિચારાને ધંધામાં દર મહિને ખોટ જાય, તે પૈસાની હાય હાય કરતા હતા. મેં એમને કહ્યું પૈસાની શું કરવા વાત કરો છો ? પૈસા તો સંભારવાના બંધ કરી દો. પણ ત્યારથી એમને પૈસા વધવા માડ્યા. તે દર મહિને ત્રીસ હજાર રૂપિયા નફો થવા માંડ્યો. નહીં તો પહેલાં વીસ હજાર રૂપિયાની ખોટ આવતી હતી. ને પૈસાને તો સંભારાતા હશે ? લક્ષ્મીજી એ તો ભગવાનની સ્ત્રી કહેવાય. એનું નામ તો દેવાતું હશે ?
નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની ઇચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે.
ખાવાની જરૂર નથી ? સંડાસ જવાની જરૂર નથી ? તેમ લક્ષ્મીની પણ જરૂર છે. સંડાસ જેમ સંભાર્યા સિવાય થાય છે, તેમ લક્ષ્મી પણ સંભાર્યા સિવાય આવે છે.
એ આવે કે લાવવી પડે ?
પૈસા ભેગા કરવાની ઇચ્છા છે પણ પૈસા શેનાથી આવે તે ખબર નથી. તે એક માણસે પૂછ્યું કે, ‘દાદા, કેવી રીતે લક્ષ્મી આવે ?” મેં કહ્યું, ‘જેવી રીતે ઊંઘ આવે છે તેવી રીતે.’ હા, કેટલાકને ઊંઘ બિલકુલે ય નથી આવતી ને ? તો એવું ત્યાં રૂપિયા યે ના દેખાય. એ રૂપિયા અને ઊંઘ એ બે સિમિલી છે. જેમ ઊંઘ આવે છે, ને તેવી રીતે જ લક્ષ્મી આવે છે. ઊંઘ લાવવાને માટે તમારે કશું કરવું નથી પડતું અને જો પ્રયત્ન કરશો તો વધારે આઘી જશે. ઊંઘ લાવવાને માટે પ્રયત્ન કરશો તો દૂર જશે. આજે કરી જો જો ને !
પૈસાનો
આ મુંબઈ શહેર આખું દુઃખી છે, કારણ કે પાંચ લાખ મળવાને લાયક છે,
એ કરોડનો સિક્કો મારીને બેઠા છે ને હજાર મળવાને લાયક છે એ લાખનો સિક્કો મારી ને બેઠા છે !
૨૫
વ્યવહાર
જિંદગીતી જરૂરિયાતનું ધોરણ શું ?
આ તો ચિંતા કરે તો ય પડોશીઓનું જોઈને. પડોશીને ઘેર ગાડી ને આપણે ઘેર નહીં. અલ્યા, જીવનજરૂરિયાત માટે કેટલું જોઈએ ? તું એકવાર નક્કી કરી લે કે આટલી આટલી મારી જરૂરિયાત છે. દા.ત. ઘરમાં ખાવાપીવાનું પૂરતું જોઈએ. રહેવા માટે ઘર જોઈએ. ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ. તે તેટલું તને મળી રહેશે જ, પણ જો પડોશીએ બેન્કમાં દશ હજાર મૂક્યા હોય તો તને મહીં ખૂંચ્યા કરે. આનાથી તો દુ:ખ ઊભાં થાય છે. દુઃખને મૂઓ જાતે જ નોતરે છે. એક જમીનદાર મારી પાસે આવ્યો તે મને પૂછવા લાગ્યો કે ‘જીવન જીવવા માટે કેટલું જોઈએ ? મારે ઘેર હજાર વીઘાં જમીન છે, બંગલો છે. બે મોટરો છે ને બેંક બેલેન્સ પણ ખાસ્સું છે. તો મારે કેટલું રાખવું ?”
મેં કહ્યું, જો ભાઈ, દરેકની જરૂરિયાત કેટલી હોવી જોઈએ તેનો ખ્યાલ તેના જન્મ વખતે કેટલી જાહોજલાલી હતી તેના ઉપરથી આખી જિંદગી માટેનું ધોરણ તું નક્કી કર. તે જ દરઅસલ નિયમ છે. આ તો બધું એકસેસમાં જાય છે અને એકસેસ તો ઝેર છે, મરી જઈશ !'
ચિંતા ત્યાં લક્ષ્મી ટકે ?
પ્રશ્નકર્તા : એવું જો હોય તો તો પછી લોકો કમાવા જ ના જાય, ને ચિંતા જ ના કરે.
દાદાશ્રી : નહીં, કમાવા જાય છે એ ય એમના હાથમાં જ નથી ને ! એ ભમરડા છે. આ બધા નેચરના ફેરવ્યા ફરે છે, અને મોઢે અહંકાર કરે છે, કે હું કમાવા ગયેલો. અને આ વગર કામની ચિંતા કરે છે. પાછું એ ય દેખાદેખીથી કે ફલાણાભાઈ તો જુઓને, છોડી પૈણાવવાની કેટલી બધી ચિંતા રાખે છે ને હું ચિંતા નથી રાખતો. તે ચિંતામાં ને ચિંતામાં પછી તડબૂચા જેવા થઈ જાય, અને