________________
પૈસાનો
વ્યવહાર
૨૭
દાદાશ્રી : હા, ભેગું થાય બધું. બાકી રૂપિયા આપવા - દેવાનું કંઈ ત્યાં આગળ નથી એવું. ફક્ત રાગ-દ્વેષના આધીન છે. રાગ-દ્વેષ ખરો એટલે એવા આશયનાં ચાર જણ હોય તેમાં રાગ-દ્વેષ કોની જોડે છે, તેનું છે આ, તેની જોડે જોઈન્ટ થાય છે. બીજો રાગ-દ્વેષ વગરનો હોય તે ના ચાલે. હિસાબસર જ છે, એટલે કુદરતી રીતે જ થાય છે. બધું નેચરલ, બસ આમાં કોઈને કશું કરવા આવવું પડતું નથી.
શેઠ-નોકર ભેગા, શા આધારે ?
આ બધું પુણ્ય ચલાવે છે. તને હજાર રૂપિયા પગાર કોણ આપે છે ? પગાર આપનારો તારો શેઠ પણ પુણ્યને આધીન છે. પાપ ફરી વળે એટલે શેઠને ય કર્મચારીઓ મારે.
પ્રશ્નકર્તા ઃ શેઠે ભાવ કર્યા હશે, આને નોકરીએ રાખવાનો, આપણે ભાવ કર્યા હશે કે ત્યાં નોકરી કરવી તેથી આ ભેગું થયું ?
દાદાશ્રી : ના, એવો ભાવ ના હોય.
પ્રશ્નકર્તા : તો એ લેણદેણ હશે ?
દાદાશ્રી : ના, એવું કશું ય નહીં.
પ્રશ્નકર્તા : તો એની પાસે નોકરીએ કેમ ગયો ?
દાદાશ્રી : ના, એ તો એનો હિસાબ બધો. શેઠને અને એને ઓળખાણે ય નહીં, ને પારખાણે ય નહીં. શેઠની બુદ્ધિના આશયમાં એવું હોય કે મારે આવા નોકર જોઈએ. અને નોકરની બુદ્ધિના આશયમાં હોય કે મારે આવા શેઠ જોઈએ. તે બુદ્ધિના આશયમાં છપાયેલું હોય, તે પ્રમાણે ભેગું થઈ જ જાય !
આમાં વાંક કોતો કાઢવો ?
શેઠ ઈનામ આપતા હોય તે આપણું વ્યવસ્થિત, અને આપણું વ્યવસ્થિત અવળું આવે ત્યારે શેઠના મનમાં થાય કે આ ફેરા એનો પગાર કાપી લેવો
પૈસાનો
જોઈએ. એટલે શેઠ પગાર કાપી લે, એટલે પેલાને મનમાં એમ થાય કે આ નાલાયક શેઠિયો છે. આ નાલાયક મને મળ્યો. પણ આવા ગુણાકાર કરતાં માણસને આવડે નહીં કે આ નાલાયક હોત તો ઈનામ શું કામ આપતા હતા ! માટે કંઈક ભૂલ છે. શેઠિયો વાંકો નથી. આ તો આપણું ‘વ્યવસ્થિત’ ફરે છે. પુણ્યેતી વહેંચણી કેવી ?
૨૭
વ્યવહાર
એટલે આ પુછ્યું છે ને તે આપણે જેમ માંગણી કરીએને, તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે મારે આટલો દારૂ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, તો તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે, મારે મોટર જોઈએ અને ઘર ? ત્યારે કહે, બે રૂમ હશે તો ચાલશે. ઘર બે રૂમમાં એને સંતોષ હોય અને મોટર વાપરવાની મળે.
આ લોકોને સંતોષ રહેતો હશે, નાની નાની છાપરડીઓમાં રહેતા હશે, તે બધાંને ? ખરો સંતોષ તેથી તો એને એ ઘર ગમે. એ હોય તો જ ગમે. હમણે પેલા આદીવાસીને આપણે ત્યાં તેડી લાવો જોઈએ. ચાર દહાડા રાખો જોઈએ ! એમને ચેન ના પડે એમાં, કારણ કે એનો બુદ્ધિનો આશય છે ને તો તે પ્રમાણે પુણ્યનું ડિવિઝન થાય. ટેન્ડરના બદલે આઈટમ મળે.
એ ‘સાયન્સ’ શું હશે ?
દરેક માણસને પોતાના ઘરમાં આનંદ આવે. ઝૂંપડાવાળાને બંગલામાં આનંદ ના આવે અને બંગલાવાળાને ઝૂંપડામાં આનંદ ના આવે. એનું કારણ એની બુદ્ધિનો આશય. જે જેવું બુદ્ધિના આશયમાં ભરી લાવ્યો હોય તેવું જ તેને મળે. બુદ્ધિના આશયમાં જે ભરેલું હોય તેના બે ફોટા પડે : (૧) પાપફળ અને (૨) પુણ્યફળ. બુદ્ધિના આશયનું દરેકે વિભાજન કર્યું તે ૧૦૦ ટકામાંથી મોટા ભાગના ટકા મોટર, બંગલા, છોકરા-છોકરીઓ અને વહુ એ બધાં માટે ભર્યું. તે એ બધું મેળવવા પુણ્ય એમાં ખર્ચા ગયું અને ધર્મને માટે માંડ એક કે બે ટકા જ બુદ્ધિના આશયમાં ભર્યા.
બે ચોર ચોરી કરે છે, તેમાંથી એક પકડાઈ જાય છે ને બીજો આબાદ છૂટી જાય છે. એ શું સૂચવે છે ? ચોરી કરવી એમ બુદ્ધિના આશયમાં તો બન્ને ય ચોર