________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨૧૫
૨ ૧૫
પૈસાનો
વ્યવહાર
આ શી રીતે, આ શું છે, એનું સોલ્વ કરવા મોકલીએ કે ભઈ અમારે આ શું છે ? આ ધાબળા દાનમાં આપ્યા તે ક્યાં ગયા ? એની શોધખોળ કરો. ત્યારે કહે કે સી. આઈ. ડી. લાવો. અલ્યા, ન હોય આ સી. આઈ. ડી.નું કામ. અમે તો આ વગર સી. આઈ. ડી. એ પકડી પાડીશું. આ પઝલ ઈન્ડિયન પઝલ છે. તમને સોલ્વ નહીં થાય. તમારા દેશમાં સી. આઈ. ડી. થી પકડી લાવો. અમારા દેશવાળા શું કરે એ અમે જાણીએ બા ! બીજે દહાડે જા વેપારીને ત્યાં.
એટલે પૈસાની બરકત ક્યારે આવશે ? કંઈક નિયમ હોવો જોઈએ કે નીતિ હોવી જોઈએ. સાધારણ તો હોયને ! કાળ વિચિત્ર છે જરા. તે સાધારણ નીતિ તો હોવી જોઈએ ને ! હપુચ એમ કંઈ ચાલે?
બધું વેચી ખાય ત્યારે છોડીઓ હઉ વેચી ખાય, લક્ષ્મીની બાબતમાં છોડીઓ હઉ વેચેલી. ત્યાં સુધી આવી ગયા છે અંતે ! અલ્યા, ના થાય.
ફૂટપાથવાળાનું શું થશે ? એવું એને જ્ઞાન થયું, આ એક પ્રકારનું જ્ઞાન જ કહેવાયને ! જ્ઞાન થયું ને એની પાસે સંજોગ સીધા હતા. બેન્કમાં નાણું હતું, તે સો-સવા સો ધાબળા લઈ આવ્યો, હલકી ક્વૉલિટિના ! અને મળસ્કે ચાર વાગે જઈને, બીજે દહાડે ઓઢાડ્યા બધાને, સૂતા હોય ત્યાં જઈને ઓઢાડ્યા. પછી પાંચસાત દહાડા પછી ત્યાં પાછો ગયો, ત્યારે ધાબળો-બાબળો કંઈ દેખાતો ન હતો. બધા નવેનવા વેચીને પૈસા લઈ લીધા એ લોકોએ.
તે હું કહું છું કે અલ્યા, ના અપાય આવું. આવું અપાતું હશે ? એમને તો શુક્કરવારીમાંથી જૂના ધાબળા આવે તે લઈને આપીએ. તે એને કોઈ બારેય વેચાતો લે નહીં, એની પાસેથી. આપણે એને માટે સિત્તેર રૂપિયાનું બજેટ કાઢ્યું હોય, એ માણસને માટે, તો સિત્તેરનો એક ધાબળો લાવવો એના કરતાં જૂના ત્રણ મળતા હોય તો ત્રણ આપવા. ત્રણ ઓઢીને સૂઈ જજે, કોઈ બાપેય લેનારો ના મળે.
એટલે આ કાળમાં દાન આપવાનું તે બહુ વિચાર કરીને આપજો. પૈસો મૂળ સ્વભાવથી જ ખોટો છે. દાન આપવામાંય બહુ વિચાર કરશો ત્યારે દાન અપાશે, નહીં તો દાનેય નહીં આપે. અને પહેલાં સાચો રૂપિયો હતો તે જ્યાં આપો ત્યાં દાન સાચું જ દાન થતું.
અત્યારે રોકડો રૂપિયો અપાય નહીં, નિરાંતે કોઈ જગ્યાએથી ખાવાનું લઈ અને વહેંચી દેવું. મીઠાઈ લઈ આવ્યા તો મીઠાઈ વહેંચી દેવી. મીઠાઈનું પડીકું આપીએ તો પેલાને કહેશે, અડધી કિંમતે આપી દે. હવે આ દુનિયાને શું કરીએ ? આપણે નિરાંતે ચેવડો છે, મમરા છે, બધું છે. અને ભજીયાં લઈ અને ભાંગીને આપીએ. લે બા ! વાંધો શો છે ? અને આ દહીં લેતો જા. શા હારુ આમ ભાંગ્યાં કહેશે. એને વહેમ ન પડે એટલા હારુ, દહીં લઈ જા એટલે દહીંવડા થઈ જાય તારે. અલ્યા, પણ શું કરે ત્યારે આ તો કંઈક હોવું જોઈએ ને !
આ તો પહોંચી વળાય એવું નથી. અને એ માંગવા આવશે તોય આપજે બા. પણ રોકડા ના આપીશ. નહીં તો દુરુપયોગ થાય છે આ બધો. આપણા દેશમાં જ આ. આ ઈન્ડિયન પઝલને કોઈ સોલ્વ કરી શકે નહીં, આખા વર્લ્ડમાં !
ખાતરીદાર કહેતાર ! અને પાંચ હજાર ડોલર કોઈ તમારા હાથમાંથી લઈ ખેંચાવી જાય તો શું
કરો ?
પ્રશ્નકર્તા : એવા ઘણા ખેંચાઈ ગયા છે. બધી મિલકતો પણ ચાલી ગઈ
છે.
દાદાશ્રી : તો શું કરો ? મનમાં કશું થતું નથી ? પ્રશ્નકર્તા : કાંઈ નહીં.
દાદાશ્રી : એટલું સારું, ત્યારે તો ડાહ્યા છો. ખેંચાઈ જવા હારુ જ આવે છે. અહીં નહીં પેસે તો અહીં પેસી જશે. માટે સારી જગ્યાએ પેસાડી દેજો, નહીં તો બીજી જગ્યાએ તો પેસી જવાનાં જ છે. નાણાંનો સ્વભાવ જ એવો એટલે સારે રસ્તે નહીં જાય તો અવળે રસ્તે જશે. સારે રસ્તે થોડા ગયા ને અવળે રસ્તે વધારે ગયા.
પ્રશ્નકર્તા : સારો રસ્તો બતાવો. ખબર શી રીતે પડે કે રસ્તો સારો કે