________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૨૧૪
૨ ૧૪
પૈસાનો
વ્યવહાર
પારકાના રસ્તા જ્ઞાનીઓને પૂછી પૂછીને કરજો.
જેવો ભાવ, તેવું ફળ ! પ્રશ્નકર્તા : આપણે કંઈક સારાં કામો કર્યા હોય, તે આત્મા બીજી જગ્યાએ જાય, બીજા ખોળિયામાં જ્યારે પ્રવેશ કરે, ત્યારે એની અસરો એના નવા ખોખામાં રહેલી હોય ?
દાદાશ્રી : હા, હા. આ રીતે રહે. તમે જે જે સારાં કામ કર્યા, લોકોને ઓબ્લાઈઝ કર્યા, લોકોને હેલ્પ કરી, મહારાજની સેવાઓ કરી, ધર્માદા કર્યા, બીજું કર્યું, ત્રીજું કર્યું, બધું મન-વચન-કાયાની એકતા હોય તો આવતા જન્મમાં જાય. મનમાં જેવું હોય, એવું જ વાણીમાં બોલો ને એવું વર્તન કરો ને પછી એ છે તે મહારાજની સેવા કરો. તો એનું ફળ આવતા જન્મમાં મળે. અત્યારે કેટલા કરતા હશે ?
અને વાણીથી બોલે છે કે મારે આપવું છે, પણ અપાતું નથી, એનું ફળ આવતા ભવમાં મળે, કારણ કે એ આપ્યા બરાબર છે. ભગવાને સ્વીકાર્યું. અરધો લાભ તો થઈ ગયો.
દેરાસરમાં જઈને એક માણસે એક જ રૂપિયો મૂક્યો અને બીજા શેઠિયાએ એક હજારની નોટો મહીં ધર્માદામાં નાખી, એ જોઈને આપમા મનમાં થયું કે અરે, મારી પાસે હોત તો હું આપત. એ તમારું ત્યાં આગળ જમે થાત. નથી માટે તમારાથી નથી અપાતું. અહીં તો આપ્યાની કિંમત નથી, ભાવની કિંમત છે. વીતરાગોનું સાયન્સ છે.
અને આપનાર હોય તેનું ક્યારે કેટલાય ગણું થઈ જાય. પણ તે કેવું ? મનથી આપવું છે, વાણીથી આપવું છે, વર્તનથી આપવું છે, તો એનું ફળ તો આ દુનિયામાં શું ના કહેવાય એ પૂછો ! અત્યારે તો બધાં કહેશે, ફલાણા ભઈને લીધે મારે આપવું પડ્યું, નહીં તો હું ના આપત. ફલાણા સાહેબે દબાણ કર્યું એટલે મારે તો આપવા પડ્યા. એટલે ત્યાં આગળ જમે પણ એવું જ થાય, હં, એ તો આપણે મનથી રાજીખુશીથી આપેલું કામનું.
એવું કરે ખરાં લોકો ? કો'કના દબાણથી આપે ? પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : અરે, કેટલાક તો રોફ રાખવા હારુ આપે. નામ, પોતાની આબરુ વધારવા માટે. મહીં મનમાં એમ હોય, બધું આપવા જેવું નથી, પણ આપણું નામ ખોટું દેખાશે ત્યારે એવું ફળ મળે. જેવું આ બધું ચીતરે છે, એવું ફળ મળે.
અને એક માણસ પાસે ના હોય અને ‘મારી પાસે હોત તો હું આપત’ એમ કહે તો કેવું ફળ મળે ?
પ્રશ્નકર્તા : બહુ નહીં.
દાદાશ્રી : તેથી આ ક્રમિકમાર્ગ બંધ થયો છે અત્યારે. મહારાજની સેવા કરે, પણ મનમાં ક્યાંય હોય.
પ્રશ્નકર્તા : મારું ચિત્ત કાયમ ફર્યા જ કરતું હોય.
દાદાશ્રી : એ તો આપણું અક્રમ છે એટલે ચલાવી લીધું મેં. પેલામાં નથી ચાલે એવું. પેલામાં તો મન-વચન-કાયની એકતા હોય ત્યાં સુધી ક્રમિકમાર્ગ ચાલુ ! મનમાં હોય એવું વાણીમાં બોલે ને એવું વર્તનમાં રાખવું પડે.
ઘણાને દાન ના આપવું હોય, મનમાં ના આપવું હોય અને વાણીમાં બોલે, મારે આપવું છે અને વર્તનમાંય રાખે, આપે. પણ મનમાં ના આપવું હોય એટલે ફળ ના થાય.
પ્રશ્નકર્તા : દાદા, એ કેમ થાય એવું ? દાદાશ્રી : એક માણસ મનમાં આપે છે, એની પાસે સાધન નથી એટલું
દીત - સમજણ સહિત !
એક જણને મનમાં જ્ઞાન થયું. શું જ્ઞાન થયું કે આ લોકો ટાઢે મરી જતાં હશે, અહીં ઘરમાં ટાઢમાં રહેવાતું નથી. અલ્યા, હિમ પડવાનું થયું છે ને આ