________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨ ૧૬
૨ ૧૬
પૈસાનો
વ્યવહાર
ખરાબ ?
દાદાશ્રી : સારો રસ્તો તો આમ અમે એક પૈસો લેતા નથી. હું મારા ઘરનાં કપડાં પહેરું છું. તમને સમજ પડીને ? આ દેહનો હું માલિક નથી ! છવીસ વર્ષથી આ દેહનો હું માલિક નથી. આ વાણીનો હું માલિક નથી, હવે તમને જ્યારે કંઈક ખાતરી બેસે, મારી પર થોડો વિશ્વાસ બેસે, એટલે હું તમને કહું કે ભઈ, અમુક જગ્યાએ તમે પૈસો નાખો તો સારા રસ્તે વપરાશે. તમને મારી પર થોડી ખાતરી બેસે એટલે હું તમને કહું તો વાંધો ખરો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એ જ સારો રસ્તો. બીજો કયો ? ખાતરીદાર કહેનાર હોવો જોઈએ. ખાતરીવાળો ! જેનું કમિશન ના હોય સહેજેય, સમજ પડીને ! એક પાઈ પણ એમાં કમિશન ના હોય ત્યારે એ ખાતરીવાળા કહેવાય ! શું કહ્યું ? એવું અમને દેખાડનાર મળ્યા નહીં. અમને જેમાં ને તેમાં કમિશન... (જાય એવું દેખાડનારા મળ્યા !)
પ્રશ્નકર્તા : દાદા, અમને રસ્તો બતાવતા રહેજો.
દાદાશ્રી : જ્યાં કમિશન છે ત્યાં ખોટે રસ્તે નાણું જાય છે, ત્યાં ચોક્કસ, કંઈ પણ કમિશન છે ત્યાં ખોટે રસ્તે ! હજુ તો આ સંઘના ચાર આના વપરાયા નથી, કોઈ કારકુન કે એને ખાતે ! બધા પોતાના ઘરના પૈસાથી કામ કરી લે છે એવો આ સંઘ, પવિત્ર સંઘ ! તમને સમજણ પડીને ! એટલે સાચો રસ્તો આ છે. જ્યારે નાખવા હોય તો નાખજો, અને તે હોય તો, ના હોય તો નાખશો નહીં. હવે આ ભઈ કહે કે, “હું ફરી નાખું દાદા ?” તો હું કહું ના, બા, તું તારો ધંધો કર્યા કર. હવે એક ફેરો નાખ્યા એણે ! અહીં ફરી નાખવાની જરૂર નહીં ! હોય તો ગજા પ્રમાણે નાખો ! વજન દસ રતલ ઊંચકાતું હોય, તો આઠ રતલ ઊંચકો, અઢાર રતલ ના ઊંચકો. દુ:ખી થવા માટે નથી કરવાનું ! પણ સરપ્લસ નાણું અવળે રસ્તે ના જાય, એટલા માટે આ રસ્તો દેખાડીએ. આ તો લોભમાં ને લોભમાં ચિત્ત રહ્યા કરે, ભમ્યા કરે ! એટલે જ્ઞાની પુરુષ દેખાડશે કે અમુક જગ્યાએ નાખજો.
સરપ્લસતું જ દાત ! પ્રશ્નકર્તા : સરપ્લસ કોને કહેવાય ?
દાદાશ્રી : સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય એ ના કહેવાય. સમજ પડીને ? હજુ છ મહિના સુધી આપણને ઉપાધિ નથી પડવાની, એવું આપણને લાગે, તો કામ કરવું, નહીં તો કરવું નહીં.
જો કે આ કામ કરશો તો તમારે ઉપાધિ નહીં જોવી પડે. એ તો જોવી ના પડે. આ કામ તો એની મેળે જ પૂરાઈ જાય છે. આ તો ભગવાનનું કામ છે. જે જે કરે છે એમનું એમ ને એમ સરભર થઈ જાય છે. પણ છતાં મારે તમને ચેતવણી આપવી જોઈએ. મારે શા હારુ તમને કહેવું જોઈએ કે આંધળું-બહેરું કરજો ? આંધળિયાં કરજો એવું હું શા માટે કરવા કહું ? હું તો તમારા હિતને માટે ચેતવું છું કે ગયા અવતારમાં જો તમે આપ્યું હતું તેથી આ ભાઈને મળે છે અત્યારે. અને અત્યારે આપશે તો ફરી મળશે. આ તો તમારો જ ઓવરડ્રાફટ છે. મારે કશું લેવા-દેવાય નથી. હું તો તમને સારી જગ્યાએ નખાવડાવું છું, એટલું જ છે.’ ગયા અવતારે આપ્યું હતું તે આ અવતારમાં લઈએ છીએ. કંઈ બધામાં અક્કલ નથી ? ત્યારે કહે, ‘અક્કલથી નથી આપ્યા. ઉપરથી જ છે ! તમે બેન્કમાં ઓવરડ્રાફટ ક્રેડિટ કર્યો હશે તે તમારા હાથમાં ચેક આવશે. એટલે બુદ્ધિ સારી હોય ને તો પાછું જોઈન્ટ થઈ જાય બધું.
બીજું કંઈ પૂછવાનું હોય તો પૂછજો બધું. તમારા બધા ખુલાસા થાય !
અહીં કોઈને આપવા હોય તો શ્રી સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે તેમાં આપે. સમજ પડીને ? તે પોતાને સાધન હોય તો, નહીં તો નહીં.
અનન્ય ભક્તિ, ત્યાં અપાય !
આપણે મોક્ષમાં જવાનું છે ત્યાં આગળ મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. અહીંયા તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો, એટલું બધું તમારું આવી ગયું. બધું બહુ થઈ ગયું. એમાં એવું નથી કે આ ઓછું છે. એમાં તો તમે જે (આપવા માટે) ધાર્યું હોયને એ બધું કરો. એટલે બધું થઈ ગયું. પછી આથી વધારે