________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨ ૧૧
૨ ૧૧
પૈસાનો
વ્યવહાર
હવા પેસે કેટલી ? ભરેલું ખાલી થાય તો હવા પેસેને ? નહીં તો ગમે તેવો વંટોળિયો પેસે નહીં. પછી એને અનુભવ કરાવ્યો. ત્યારે મને કહે છે, ‘હવે નથી
પેસતું.
એક માણસે મુંબઈમાં મને આવીને કહ્યું, ‘દાદા મારી પાસે પચ્ચીસ લાખ રૂપિયા છે. અને તેય પચ્ચીસ લાખ માટે સારા કામમાં વાપરવા છે. છતાં મારામાં લોભ નામનો ગુણ એવો છે કે હું વાપરવા જઉં છું, ત્યાર હોરો સામો થઈને મને પજવ પજવ કર્યા કરે છે. તો મારે શું કરવું ? વાપરવાની ઇચ્છા મારે ચોક્કસ છે.” મેં કહ્યું, ‘તમે મારી પાસે આવો, હું તમને દેખાડીશ કે ઓવરડ્રાફટ કેવી રીતે કઢાવવો. અને તમારો લોભ જોર નહીં કરે. મારી હાજરીમાં લોભથી બોલાય નહીં અમારી શરમ રાખે એ તો. અમારી શરમ રાખે પછીયે સહી કરી આપે. નહીં તો લોભ તો રાત્રે બહુ તો છોડે નહીં, પજવે, માથું હલું તોડી નાખે. પણ અમારી હાજરીમાં સહી કરી આપે. મેં કહ્યું, ‘પચ્ચીસ લાખ તમારે જ્યારે વાપરવા હોય ત્યારે કહેજો. લોકોને પૈસા ઘણાય વાપરવા છે, પણ કેવી રીતે વાપરવા છે તે ખબર નથી. ક્યાં વાપરવા તે ખબર નથી.
એટલે હું કહું છું કે ધૂળમાં જાય એના કરતાં કંઈ સારા રસ્તે જાય એવું કંઈક કરો. જોડે કામ લાગશે. અને ત્યાં તો જતી વખતે ચાર નાળિયેર બંધાવશે ! અને તેય છોકરો શું કહેશે, ‘જરા સસ્તામાંનાં, પાણી વગરનાં આપજોને !” મોટા લોભિયા હોય તો ચેતતા રહેજો હવે. છોકરાંઓને પૈસા વધારે નહીં આપવા. છોકરાંઓને કંઈક ધંધો કરી આપવો. અને રીતસર એનું રહેવાનું આપવું. બાકી બીજા પૈસા જો વધારે આપશો તો દારૂડિયા પેસી જશે. તમે ગયા કે તરત ત્યાં દારૂડિયા પેસી જશે. માટે સારે રસ્તે પૈસા વાપરજો. લોકોના સુખને માટે વાપરજો. તમારા પૈસા જો વધારાના હોય તો લોકોના સુખને માટે વાપરશો એટલા જ તમારા બાકી, ગટરમાં... ! આ તો આવું બધું ના બોલવું જોઈએ. છતાં બોલીએ છીએ.
વંટોળિયાતો વહેવાર ! એક માણસને ત્યાં બંગલામાં બેઠા હતા તે વંટોળિયો આવ્યો. તે બારણાં ખડખડ ખડાખડ થયાં. તે મને કહે, “આ વંટોળિયો આવ્યો. બારણાં બધાં બંધ કરી દઉં ?” મેં કહ્યું, ‘બારણાં બધાં બંધ ના કરીશ. એક બારણું, અંદર પ્રવેશ કરવાનું બારણું ખુલ્લું રાખ. અને નીકળવાનાં બારણાં બંધ કરી દે. એટલે મહીં
તે આ વંટોળિયાનું આવું છે. લક્ષ્મીને જો આંતરશો તો પછી નહીં આવે. એટલું ભરેલું ને ભરેલું રહેશે. અને આ બાજુથી જો જવા દેશો તો બીજી આવ્યા કરશે. નહીં તો આંતરેલી રાખશો તો એટલી ને એટલી રહેશે. લક્ષ્મીનુંય કામ એવું છે. હવે કયા રસ્તે જવા દેવું એ તમારી મરજી ઉપર આધાર રાખે છે, કે બૈરાંછોકરાંના મોજશોખ ખાતર જવા દેવું કે કીર્તિ માટે જવા દેવું કે જ્ઞાનદાને માટે જવા દેવું કે અન્નદાન માટે જવા દેવું ? શેને માટે જવા દેવું એ તમારી પર છે. પણ જવા દેશો તો બીજું આવશે. જવા ના દે તેનું શું થાય ? જવા દે તો બીજું ના આવે ? હા, આવે.
દાત, પણ ઉપયોગપૂર્વક ! પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે, ને ફરી ફરી અપાય.
ઉપયોગ એ જાગૃતિ છે. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું. જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય. કીર્તિ, નામ આપણને એ પ્રાપ્ત ના થાય. એટલા માટે ઢાંક્યું આપીએ. એ જાગૃતિપૂર્વક કહેવાયને ! એ એનું નામ ઉપયોગ કહેવાય. પેલું તો નામ ના છપાયું હોય તો ફરી આપે નહીં.
પાંચમો ભાગ પારકા માટે ! પ્રશ્નકર્તા : આવતા જન્મના પુણ્યના ઉપાર્જન માટે આ આ જન્મમાં શું કરવું ?
દાદાશ્રી : આ જન્મમાં જે પૈસા આવે તેમાં પાંચમો ભાગ ભગવાનને ત્યાં મંદિરમાં નાખી આવવો. પાંચમો ભાગ લોકોના સુખને માટે વાપરવો. એટલે એટલું તો ત્યાં આગળ ઓવરડ્રાફટ પહોંચ્યો ! આ ગયા અવતારના ઓવરડ્રાફટ