________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૨ ૧ ૨.
૨ ૧૨
પૈસાનો
વ્યવહાર
તો પૂળો મૂકવાનો છેને ? છેવટે તો પૂળો મૂકીએ, દરેકને મૂક્યા વગર રહેવું પડે છે ? તમને કેવું લાગે છે?
પ્રશ્નકર્તા : મૂકવો જ પડેને એમાં.
દાદાશ્રી : હા, છેવટે તો પૂળો મૂકવો જ પડે. જો કે કાકા કેટલા બધા રૂપિયા મૂકીને ગયા છે !
તું ભેલાડવાનું શીખ્યો છે ? તે શું નિયમ કર્યો છે ? પ્રશ્નકર્તા : ભલાડવાનો જ. દાદાશ્રી : તું જેટલું કમાઈશ એટલું બધું ભેલાડી દેવાનો ? પ્રશ્નકર્તા : છેવટે તો એવું જ થશે. હમણાંથી પણ પ્રયત્ન એવો ચાલુ જ
તો ભોગવો છો. આ જન્મનું પુણ્ય છે તે આગળ પછી આવે. અત્યારની કમાણી આગળ ચાલશે.
સ્વાર્થી, પરાર્થી, પરમાર્થી ! અહીં વાતો શાની ચાલે છે ? અહીં પરમાર્થની વાતો ચાલે છે. પરમાર્થ હિન્દુસ્તાનમાં હોય નહીં. કો'ક ફેરો એકાદ પરમાર્થી હોય ! પરમાર્થી પુરુષ હોય નહીં. બધાય દુકાનદારો પરમાર્થી જે કહે છેને ? ત્યારે કહે, પરમાર્થી નથી તો સ્વાર્થી છે ? ત્યારે કહે ના, સ્વાર્થી નથી. પરાર્થી છે ! સ્વાર્થી તો નથી ! કારણ કે બૈરાં-છોકરાં છોડ્યાં ને બાવા થયા. એનો શો અર્થ ? પણ પરાર્થી છે એ. પરમાર્થી નહીં. પરમાર્થી તો મોક્ષ તરફ લઈ જાય, એ પરમાર્થી પુરુષ ! પરમ અર્થને જે સાધે તે ! પરમ અર્થ ! તો જ એ મોક્ષ ! અને પરમ અર્થની વાણી. પરમાર્થ વાણીયે જુદી હોય, પરમ અર્થનું વર્તન જુદું હોય, એવાણી, વર્તન ને વિનય મનોહર હોય. આપણા મનનું હરણ કરી લે. અને આ લોકો દુકાનો કાઢીને બેસે છે. અને અમે પરમાર્થી, પરમાર્થી કહીએ છીએ. પણ તે પરમાર્થી ! ખરાં સ્વાર્થી તો ના કહેવાય પણ પરાર્થી કહેવાય. એના ચાર શિષ્યો હોય તે શિષ્યમાં જ પણ એ પર છેને પરાર્થી ! તેમાં તારું શું? નહીં તો છોકરાંયે પર છે ને પરાર્થી જીવન જીવે છે. એ પરમાર્થી જીવન નથી. પરાર્થી છે. જેટલા સ્વાર્થી આ દુનિયામાં છે એ બધાંય પરાર્થે મરી ગયેલા. પારકા અર્થે બધું જપ્તીમાં જતું રહેલું તો આમ પરમાર્થ કરતા હોય તો કેવું ડાહ્યું સારું થઈ જાય ! પરમાર્થે લક્ષ્મી વાપરે તો કામની. આ તો પરાર્થે બધું જાય છે. શું થાય ?
આવો છે મોક્ષમાર્ગ ! વીતરાગોએ મોક્ષનો માર્ગ શેને કહ્યો?
જે પાસે છે એને ભેલાડી દેવું. અને તે સારા કામ માટે, મોક્ષને માટે, અગર મોક્ષાર્થીઓ, જિજ્ઞાસુઓ માટે, અગર જ્ઞાનદાન માટે ભેલાડી દેવું. એ મોક્ષનો જ માર્ગ ? આ ભાઈ ભેલાડી દેતા હતા તે પછી મને પૂછતા હતા કે શું મોક્ષનો માર્ગ ? મેં કહ્યું, ‘આ જ મોક્ષનો માર્ગ. આથી બીજો મોક્ષનો માર્ગ કેવો હોય છે ? પોતાની પાસે હોય એ ભેલાડી દેવું. એનું નામ મોક્ષનો માર્ગ. મોક્ષને માટે ! છેવટે
દાદાશ્રી : એમ નહીં, આપણી પાસે પાંચ પૈસા હોય તો ચાર પૈસા પણ ભેલાડી દેવા. એ તો લાખોધિપતિ ગમે તે કરે, કરોડાધિપતિ હોય તે ગમે તે કરે ! આપણે એમની જોડે દોડીએ તો માંદા પડીએ. એવું નહીં કરવાનું. પણ ભાવના એવી રાખવી કે ભેલાડી દેવું છે.
પ્રશ્નકર્તા : ભલાડવા માટે જિગર જોઈએ ?
દાદાશ્રી : હા, જિગર જોઈએ. મોક્ષમાં જવું હોય તો જિગર એની મેળે આવે. જો ને કેવી જિગર છે !
આ કાળમાં જ્ઞાન મળ્યાથી મોક્ષ થાય ખરો, પણ જોડે જોડે આ ભાવના હોયને તો બહુ હેલ્પફુલ થાય. સ્પીડી થાય. અડચણ વગર થાય. મોક્ષ તો જ્ઞાનનું ફળ જ છે, પણ જોડે જોડે આ એક ભાવના જોઈએ, ભેલાડવાની ! બાકી ભેળું કરવાની તો અનાદિકાળથી ટેવ પડેલી હતી ! આ કીડીઓ કેટલું ભેળું કરતી હશે ? આ કીડીઓ ચાર વાગ્યાની ઊઠે છે, આપણે ચાર વાગે ચા પીતા હોઈએ ને ત્યાં આગળ ખાંડ-ખાંડ પડેલી હોય તે લઈને ચાલી જાય. એ સવારની આટલી