________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૨ ૧0
૨ ૧૦
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : બે લાખ થાય તંયે વાપરીશું, એમ કહેવાવાળો માણસ એમ ને એમ કરતાં કરતાં વયો જાય તો ?
દાદાશ્રી : એ વહી જાય ને રહી જાય પણ.
રહી જાય ને કશું વળે નહીં. જીવનો સ્વભાવ જ આવો. પછી ના હોય ત્યારે કહેશે “મારી પાસે આવે ને તરત આપી દેવા છે, આવે કે તરત આપી દેવા છે. હવે આવે ત્યારે આ માયા મૂંઝવી નાખે.
હમણાં છે. તે કોઈ માણસે સાઠ હજાર રૂપિયા ના આપ્યા, ત્યારે કહેશે. ચાલશે હવે ઠંડો કંઈક છે આપણા નસીબમાં નહોતા. પણે છૂટે પણ અહીં ના છૂટે, મનુષ્યનો સ્વભાવ એવો માયા મૂંઝવે એને. એ તો હિંમત કરે તો જ અપાય, તેથી અમે આવું કહીએ કે કંઈ કર. તે માયા મૂંઝવે નહીં પછી. ફૂલ નહીં ને ફૂલની પાંખડી, તેય એક આંગળીના ટેકો આપવાની જરૂર છે સહુ સહુના ગજા પ્રમાણે. માંદા માણસનેય આમ હાથ અડાડવામાં શું વાંધો છે ?
એટલે પછી એમણે શું કર્યું ? જે લોકોને બરોબર પાકે નહીંને, તો આ તિજોરીમાંથી અપાવ અપાવ કર્યું બધાંને, અને કહે છે, “અલ્યા, ભાઈ, દુ:ખી ના થશો, વેરો ભરશો નહીં હમણે.” આવું કહ્યું એટલે લોકોને વેરો ભરવાનો હોય તો કંઈ કામ કરેને ? વેરો કંઈ ભરવાનો નહીં એટલે બધું ઉજ્જડ થવા માંડ્યું. આખા અયોધ્યાની આજુબાજુના પ્રદેશ બધા ઉજ્જડ થવા માંડ્યા.
પછી રામચંદ્રજી અયોધ્યા પાછા આવ્યા. તે પેસતાંની સાથે બધું આવું સૂકું જોયું, એટલે મનમાં એમ થયું કે આ શું થયું તે ? ભરતને રાજ કરતાં ના આવડ્યું ? પબ્લિક કેમ આવી થઈ ગઈ ? એટલે પછી આવીને ભરતરાજાને પૂછ્યું કે, ‘ભઈ, શું કર્યું તેં ? આ લોકો કંઈ સુખી નથી દેખાતા.” ત્યારે એ કહે, “મેં બધી, તિજોરી લૂંટાવી દીધી. એમાં કશું રહેવા નથી દીધું. મેં કંઈ આપવામાં બાકી નથી રાખ્યું. ત્યારે રામચંદ્રજી કહે, “બહુ મોટી ભૂલ કરી તેં.’ ત્યારે ભરતરાજા કહે, ‘શું ભૂલ કરી ?” ત્યારે રામચંદ્રજી કહે, ‘તું વેરો ના લે, એટલે આળસુ થાય લોકો, સૂઈ રહે નિરાંતે.” પછી એમણે આ બધા લોકોને માથે બાર વર્ષનો વેરો નાખ્યો. ઢંઢેરો પીટાવ્યો કે ‘બારેય વર્ષનો એમના ખેતરોનો વેરો ભરી જાવ.’ લોકોની ઊંઘ ઉડાડી દીધી હડહડાટ અને પછી બીજી શર્ત મૂકી કે જેને કૂવા ખોદવા હોય તે તગાવી લઈ જાય. એ પાછી કરવાની, થોડા વ્યાજ સાથે અને વ્યાજ નહીં જેવું. એટલે લોકોએ દોડધામ કરવા માંડી, ‘અમારે કૂવો ખોદવો છે, અમારે કૂવો ખોદવો છે. કુવા ખોદ્યા લોકોએ ! અને પછી પાણી ખેંચીખેંચીને કાઢયાં ને બધો આખો દેશ લીલો કરી નાખ્યો. પણ તે કોસ ખેંચતી વખતે શું બોલતા હતા કે કોસ ગણવા માટે એ એમાં કાંકરા મૂકે. એક કોસ ખેંચાય એટલે એક કાંકરી મૂકે. પણ તે વખતે બોલે શું ? ‘આયારામ ગયારામ' કહે છે. તે હજુય કોસ ખેંચે તે ઘડીએ બોલે છે. ‘આયારામ” એટલે વાતને સમજવાની છે. જીવનકળા શીખવાડવાની જરૂર છે અને તે પુસ્તકો મારફતેય શીખવાડાય !
દાનમાં રૂપિયા આપવા નહીં. એને મેઈન્ટેનન્સીની હેલ્પ કરવી. ધંધ ચઢાવવો. હિંસક માણસને રૂપિયા આપશો તો તે હિંસા વધારે કરશે.
લોભતી પજવણી !
અમારી ય ભાવતા સદા રહી ! અને મારી પાસે લક્ષ્મી હોત તો હું લક્ષ્મીયે આપત, પણ એવી કંઈ મારી પાસે લક્ષ્મી હજુ આવી નથી અને આવે તો હજુએ આપવા તૈયાર છું. શું કંઈ મારે જોડે લઈ જવાનું છે બધું ? પણ કંઈક આપો બધાંને ! છતાં જગતને લક્ષ્મી આપ્યા કરતાં કેવી રીતે આ જગતમાં સુખી થાય, જીવન કેવી રીતે ચલાવાય એવો માર્ગ દેખાડો. લક્ષ્મી તો દસ હજાર આપીએને તો બીજે દહાડે એ નોકરી બંધ કરી દે. એટલે ના અપાય લક્ષ્મી. એવી રીતે લક્ષ્મી આપવી એ ગુનો છે. માણસને આળસુ બનાવી દે. એટલે બાપે દીકરાને માટે લક્ષ્મી વધારે નહીં આપવાની, નહીં તો દીકરો દારૂડિયો થશે. માણસને નિરાંત વળી કે બસ, બીજે ઊંધે રસ્તે ચઢ્યો !
વાતને સમજવાની જરૂર ! એવું છે, રામચંદ્રજી છે તે વનવાસ ગયા જંગલમાં, એટલે ભરતને રાજગાદી સોંપી. તે સોંપતી વખતે એમ કહ્યું કે પ્રજા દુ:ખી ના થાય તે તું જોજે. આ બિચારાને રાજ કરતાં નહીં આવડે. અને કોઈ સાચા સારા સલાહકાર મળ્યા નહીં,