________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨૦૭
૨૦૭
પૈસાનો
વ્યવહાર
વધારતું વહાવો ! આ તો લોકસંજ્ઞાથી બીજાનું જોઈને શીખે છે. પણ જો જ્ઞાનીને પૂછીએને તો તે કહે કે, ‘ના’, આ શું કરવા આમ આ ખાડામાં પડે છે ?” આ દુઃખના ખાડામાંથી નીકળ્યો ત્યારે આ પૈસાના ખાડામાં પડ્યો પાછો. વધારે હોય તો નાખી દે ધર્માદામાં અહીંથી. એ જ તારે ખાતે જમે છે. ને આ બેન્કનું જમે નહીં થાય. વધારે હોય તો નાખી દે ધર્માદામાં. અને અડચણ નહીં પડે તને. જે ધર્માદામાં નાખતો હોય તેને અડચણ પડે નહીં.
છોકરાઓને આપવું કેટલું ? પ્રશ્નકર્તા : એટલે પુણ્યના ઉદયે જોઈએ તેના કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ?
દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારુ બહાં રાખવી નહીં. એમને ભણાવવા, ગણાવવા, બધું કમ્પલિટ કરી, એમને સર્વિસ લગાવી દીધાં એટલે પછી એ ડાળે (કામ) લાગ્યાં, એટલે બહુ રાખવી નહીં. થોડુંક બેન્કમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું. દસ-વીસ હજાર, તે કો'ક ફેરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને આપી દેવા. એને કહેવું નહીં કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહીં તો મુશ્કેલીમાં ના આવતા હોય તોય આવે.
એક માણસે મને પ્રશ્ન ક્યો૪ કે, ‘છોકરાંને કશું ના આપવું ?” મેં કહ્યું, ‘છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણો. તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ.
પ્રશ્નકર્તા : અમારા વકીલના કાયદામાંય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી(મિલકત) ખરી તે છોકરાંને આપવી જ પડે અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે.
દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું ! આપણો માર્ગ શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે
આવે. કારણ કે આ જ્ઞાન લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે તે જોડે જોઈશેને ! બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં લઈ જઈએ છીએ. તો આ ના જોઈએ બધું ?
પ્રશ્નકર્તા : વધારે તો ક્યારે કહેવાય ? ટ્રસ્ટી તરીકે રહે તો.
દાદાશ્રી : ટ્રસ્ટી તરીકે રહેવું ઉત્તમ છે. પણ એવું ન રહી શકાય, બધાથી ના રહી શકાય. તેય સંપૂર્ણ ટ્રસ્ટી તરીકે ના રહેવાય. ટ્રસ્ટી એટલે તો જ્ઞાતા-દ્રષ્ટા થયો. પણ ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ ના રહેવાય. પણ ભાવ એવો હોય તો થોડું ઘણું રહી શકાય.
અને છોકરાંને તો કેટલું આપવાનું હોય ? આપણા ફાધરે આપ્યું હોય, કંઈ ના આપ્યું હોય તોય આપણે કંઈ ને કંઈ આપવું જોઈએ. છોકરા દારૂડિયા બને ખરા, બહુ વૈભવ હોય તો ?
પ્રશ્નકર્તા : હા, બને. છોકરાઓ દારૂડિયા ન બને એટલું તો આપવું જોઈએ.
દાદાશ્રી : એટલું જ આપવું જોઈએ. પ્રશ્નકર્તા : વધારે વૈભવ આપીએ તો એવું થઈ જાય.
દાદાશ્રી : હા, એ હંમેશાય એનો મોક્ષ બગાડશે. હંમેશા પદ્ધતિસર જ સારું. છોકરાંને વધુ આપવું એ ગુનો છે. એ તો ફોરેનવાળા બધા સમજે છે. કેવા ડાહ્યા છે. આમને તો સાત પેઢી સુધીનો લોભ ! મારી સાતમી પેઢીના મારા છોકરાને ત્યાં આવું હોય. કેટલા લોભિયા છે આ લોકો ?! છોકરાને આપણે કમાતો ધમાતો કરી આપવો જોઈએ. એ આપણી ફરજ અને છોડીઓને આપણે પૈણાવી દેવી જોઈએ. છોડીઓને કંઈક આપવું જોઈએ. અત્યારે છોડીઓને પાર્ટ અપાવડાવે છે ને ભાગીદાર તરીકે ? પૈણાવીએ તે એમાં ખર્ચ થાયને ? તે ઉપરથી થોડું ઘણું આપીએ. એને જણસો આપી, તે આપીએ જ છીએને ! પણ પોતાનું તો પોતે વાપરવું જોઈએ.