________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨૦૮
૨૦૮
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : છોકરાંઓને ઘર, ધંધો આપવો અને દેવું આપવું ને ?
દાદાશ્રી : આપણી પાસે મિલિયન ડોલર હોય કે અડધો મિલિયન ડોલર હોય તો ય છોકરો જે મકાનમાં રહેતો હોય, તે છોકરાને આપવાનું. તે પછી એક ધંધો કરી આપવો. એને ગમતો હોય તે. કયો ધંધો ગમે છે એ પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને ૨૫-૩૦ હજાર બેંકના લઈ આલવા. લોન ઉપર તે ભર્યા કરે એની મેળે અને થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. પછી છોકરો કહે કે “આ વર્ષમાં મારે લોન ભરાતી નથી.’ લોન ભરાતી નથી. ત્યારે કહીએ કે હું લાવી આપું, તને પાંચ હજાર. પણ આપી દેવાના વહેલા. એટલે પાંચ હજાર લાવી આપવાના. પછી આપણે પેલા પાંચ હજાર સંભારીએ. ‘પેલા વહેલા આપી દેવાના છે, એવું કહ્યું છે.' આવું સંભારીએ તો છોકરો કહે, ‘તમે કચકચ ના કરશો હમણે.” એટલે આપણે સમજી જવાનું. ‘બહુ સારું છે એ.’ એટલે ફરી લેવા જ ના આવને ! આપણને વાંધો નહીં, ‘કચકચ કરો છો' એવું કહે તેનો, પણ લેવા આવે નહીંને !.
એટલે આપણી સેફસાઈડ આપણે રાખવાની અને પછી ખોટા ના દેખાઈએ, છોકરા પાસે. છોકરો કહેશે, ‘બાપા તો સારા છે, પણ મારો સ્વભાવ વાંકો છે. હું અવળું બોલ્યો તેથી. બાકી બાપા બહુ સારા છે !' એટલે છટકી, નાસવું આ જગતમાંથી.
અમારાં બે જણને જીવતાં સુધી જોઈએને ?” કહીએ અને પાછું દેવું કરી આલવું બેંકનું. બેંકનું દેવું ના કરે એ ધંધો ના કરવો. એટલે ગોદા મારનાર જોઈએ એને. જેથી દારૂ ના પીવે. સમજ પડીને ? એટલે આપણે પદ્ધતિસર, સમજણપૂર્વક કામ કરવું.
પ્રશ્નકર્તા : પણ માણસ મરી જાય, પછીનું વીલ કેવું હોવું જોઈએ ?
દાદાશ્રી : ના, મર્યા પછી તો આપણે જે છેને, આપણી પાસે અઢી લાખ રૂપિયા વધ્યા છે, તે તો આપણી હાજરીમાં જ, મર્યા સુધી રહેવા જ ના દેવું. બનતા સુધી ઓવરડ્રાફટ કરાવી જ લેવા. દવાખાનાના, જ્ઞાનદાનના બધા ઓવરડ્રાફટ કઢાવી લેવા અને પછી વધે તે છોકરાઓને આપવા, તે વધારવાય ખરા થોડાક. એ લાલચ એમની છેને, તે લાલચ હારુ પાંચ હજાર રાખવા, પછી બીજા બે લાખના તો ઓવરડ્રાફટ કઢાવી લેવાના, આવતે ભવ. આપણે શું કરીએ ? આ બધા ગયા અવતારના ઓવરડ્રાફટ અત્યારે વાપરો છો. તો આ અવતારમાં ઓવરડ્રાફટ ના કાઢવો પડે ? આ શું કહેવાય ?
આદર્શ વીલ ! પ્રશ્નકર્તા : આપણી જે મિલકત હોય, તેનું વીલ બનાવવું હોય, છોકરાં માટે, તો આદર્શ વીલ કઈ રીતેનું હોવું જોઈએ ? એક છોકરો ને એક છોકરી હોય તો ?
દાદાશ્રી : છોકરીને અમુક પ્રમાણમાં આપવું. આપણે છોકરાને પૂછવું, ‘તારે શું ધંધો કરવો છે ? શું કરવું છે ? સર્વિસ કરવી છે ?” આપવું પણ અમુક પ્રમાણમાં અડધી મૂડી તો આપણી પાસે રહેવા દેવી. એટલે પ્રાઈવેટ ! એટલે જાહેર કરેલી નહીં. બીજી બધી જાહેર કરવી અને કહેવું તે, અમારે જોઈએ, પણ
પ્રશ્નકર્તા: ઓવરડ્રાફટ.
દાદાશ્રી : હા, કોઈને આપણે આપ્યા નથી આ. આ લોકોના હિત માટે, લોક કલ્યાણ માટે વાપર્યા એ છે તે ઓવરડ્રાફટ કહેવાય. છોકરાને આપીને તો પસ્તાયેલા, એવા પસ્તાયેલા કે ખરેખરા.
છોકરાનું હિત કેવી રીતે કરવું તે આપણે સમજવું જોઈએ. તે મારી જોડે આવીને વાતચીત કરી જવી.
દુખ, આનંદતો કાયદો ! પ્રશ્નકર્તા : લોકો બીજાને જમાડવામાં કેમ લાગણી વધારે બતાડે છે ? આગ્રહ કરીને જમાડે છે અને કોઈને જમાડવામાં આનંદ અનુભવે છે ?
દાદાશ્રી : એ જમાડવામાં જ નહીં, પણ તું આ બધાને આઈસ્ક્રીમ ખવડાવું તોય તને આનંદ થાય. આ લોકોને તું ગમે તે આપું, તો તને આનંદ થાય. તું