________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૨૦૬
૨૦૬
પૈસાનો
વ્યવહાર
ભાવિભાવ એટલે આજે જ્ઞાન ફેરવ્યું. એણે વ્યવહારજ્ઞાન શુદ્ધ કર્યું એને શાસ્ત્રમાં ભાવિભાવ કહેલો છે.
હવે અહીં કોઈકને ગાળો ભાંડીને આવ્યા અને પછછ કહેશે કે “આ કરવા જેવું હતું તો શું થાય ? એક તો દુનિયામાં અપજશ મળ્યો અને પાછું ત્યાંયે ભાવિભાવનો હિસાબ ઊંધો બંધાય.
એટલે શું કહેવા માગીએ છીએ કે ધૂળ ફળ બધું અહીંનું અહીં જ પતી જાય એવું છે. એ ત્યાં જોડે આવે એવું નથી. પણ મહીં સૂક્ષ્મમાં તમારે આટલું ફેરવવાનું. જેમ પેલા માણસે ફેરવ્યું કે ભલે અણસમજણથી કે લૌકિક સમજણથી ફેરવ્યું કે આ શેઠના દબાણથી આપ્યું, નહીં તો હું આવું એવો નથી. પણ આ છે તે ઊંધું જ્ઞાન છે. અને મારા જેવો મળી જાય તો એને સમજણ પાડું કે બોલ, શેઠ હતા તો અપાયા, તે બહુ સારું થયું. એને સમજણ પાડ્યા વગર છતું જ્ઞાન થાય નહીં.
પ્રશ્નકર્તા : આને ધર્મધ્યાન ના કહેવાય ?
દાદાશ્રી : આ ધર્મધ્યાન જ કહેવાય. મારા દરેક વાક્ય જોડે ધર્મધ્યાન અવશ્ય હોય જ. આ ‘જ્ઞાન’ આપ્યું છે તમને એટલે શુક્લધ્યાન મહીં છે અને ધર્મધ્યાન મારા વાક્યને લઈને ઉત્પન્ન થાય અને જ્યાં ધર્મધ્યાન રહ્યું અને અંદર શુક્લધ્યાન રહ્યું તે જ સંપૂર્ણ મોક્ષનું સાધન છે.
આ બધાં જ વાક્યો ધર્મધ્યાન માટેનાં છે. આ શુક્લધ્યાનેય ધર્મધ્યાનના રક્ષણથી રહે એવું છે.
ઊંધી વસ્તુ થયેલી, સારું બોલવાથી સુધરી જાય એવું આ વિજ્ઞાન છે. માટે ઊંધાનો શો દોષ છે ? તમને સારું બોલતાં આવડ્યું છે હવે !
અને આ બહારનું સ્થળ બધું મિકેનિકલ છે, તદ્દન મિકેનિકલ છે. પચાસ હજાર આપ્યા એમાં કંઈ દહાડો વળ્યો નહીં. એની પાછળ સૂક્ષ્મમાં ભાવિભાવ શું છે ? એ વીતરાગો જુએ છે. આ તો ત્યાં આગળ આપ્યા. તે ભાવથી એણે આપ્યા. ભાવ વગર અપાય નહીં પણ એ ભાવ પહેલાના પુરુષાર્થથી જાગ્યો. પણ આ ફેરો પાછો એણે પુરુષાર્થ શું માંડ્યો ? કે આ શેઠના દબાણથી આપ્યા. આવું એવો નથી એવું અત્યારે એનું જ્ઞાન ઊંધું થઈ ગયેલું છે.
મુક્તિ, વીતરણ વિજ્ઞાનથી ! ત્યારે આ વીતરાગ વિજ્ઞાન તમને કેટલું મુક્ત કરે એવું અંદર છે ! વિચારતાં નથી લાગતું ?! કેવું સુંદર છે ! જો સમજે તો ‘જ્ઞાની પુરુષ' પાસે સમજી લે અને બુદ્ધિ પોતાની સમ્યક્ કરાવી લે તો કામ ચાલે એવું છે. વ્યવહારનાં લોકોય મારી પાસે બુદ્ધિ એમની સમ્યક્ કરાવી લે, મારી જોડે થોડાક વખત બેસીને ભલે જ્ઞાન ના લીધું હોય, તોયે મારી સાથે થોડોક વખત બેસે તો બુદ્ધિ સમ્યક્ થઈ જાય, તે એનું કામ આગળ ચાલે !!
આ જ્ઞાન ના હોય ત્યારે શી દશા થાય ? એવું જો માણસ સમજે તો કામનું !
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગર તો આનો પાર જ નથી આવે એવો.
દાદાશ્રી : પાર જ નથી આવે એવો. એ તો વાત જ કરવા જેવી નથી. એ પચાસ હજાર રૂપિયા દાન આપતો હોય, તોય તમને પાછો શું કહે, “આ શેઠનું દબાણ છે, એટલે આપું, નહીં તો આવું નહીં.” પોતે એકલો જાણે એટલું જ નહીં. તમને હઉ જણાવે. પાછો બીજાને જણાવે કે હું તો આવો પાકો છું. આ જુઓ છોને, આ બધું બહાર તો ?’ નકામા ધૂળધાણી થઈ ગયા. એટલે આ સત્સંગમાં પડી રહ્યા. તેનું કામ થઈ ગયુંને ! આખી દુનિયાની ભાંજગડ ગઈને !
સાયન્ટિફિક સમજ ! એટલે આ બધો સાયન્ટિફિક (વૈજ્ઞાનિકો રસ્તો છે. વખતે તમને ઊંધું જ્ઞાન ઊભું થાય, એવું ને તોયે તમને બોજો શું ? તમારે દાદાના કહ્યા પ્રમાણે જ્ઞાન રાખવાનું કે આમ ના હોવું ઘટે. આપણે કહીએ કે ચંદુભાઈ આ ખોટું કરો છો. આવું ના હોવું ઘટે. આવું બોલ્યા એટલે તમે આવતા ભવને માટે છૂટ્યા. અહીં તો અપજશ મળશે ! પેલું જેમ સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય છે તો