________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨૦૫
૨૦૫
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : અમને બધી ખબર પડે.
પ્રશ્નકર્તા : એ અંદરની વસ્તુ છે ને વાપરતો હોય કે ના વાપરતો હોય, પણ અંદર શું છે એ શું ખબર પડે ? એના ડિસ્ચાર્જમાં હોય. અહીં અંદરકાને હોય એ શું ખબર પડે ?
દાદાશ્રી : ડિસ્ચાર્જમાં હોય કે ના હોય તે જરા જુદું છે. ડિસ્ચાર્જ તો હોય જ. પણ મમતા છૂટવી મુશ્કેલ છે.
સ્થૂળ કર્મ : સૂક્ષ્મ કર્મ પ્રશ્નકર્તા : આ જીવનમાં જે કર્મ સારું કે નરસું થાય તેનું ફળ આ જીવનમાં મળે કે આવતા જીવનમાં ?
દાદાશ્રી : એની બે રીત છે. અહીં વાણીથી દરેકને ગાળ દઈએ કે હાથેથી કો'કને માર્યો તેનું ફળ અહીં ને અહીં મળે. અને માનસિક સૂક્ષ્મ કર્મ, ભાવકર્મ જેને કહેવામાં આવે છે, તેનું ફળ આવતે ભવે મળે.
બે જાતનાં કર્મો, એક સ્થૂળકર્મ અને એક સૂક્ષ્મકર્મ. સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળે. આ ભાઈ કો'કને માર મારી આવ્યો, ત્યાં આગળ, તો પેલો જ્યારે ત્યારે લાગ જોઈને પાછો આપી જાય. તેનું અહીંનું અહીં જ ફળ મળી જાય.
શુભ ભાવ કર્યે જાવ ! પ્રશ્નકર્તા : એક તરફ મહીં ભાવ થાય કે મારે આમ દાનમાં બધું આપી દેવું છે, પણ રૂપકમાં એય થતું નથી.
દાદાશ્રી : એ અપાય નહીંને ! આપવું કંઈ સહેલું છે ? દાન આપવું એ તો અઘરી વસ્તુ ! તેમ છતાં ભાવ કરવો. નાણું સારા રસ્તે આપવું એ આપણી સત્તાની વાત નથી. ભાવ કરી શકાય પણ આપી ના શકાય અને ભાવનું ફળ આવતા ભવે મળે. દાન તો ભમરડા શી રીતે આપે ? અને જો આપે છે તે ‘વ્યવસ્થિત' અપાવડાવે છે, તેથી આપે છે. ‘વ્યવસ્થિત' કરાવડાવે છે એટલે માણસ દાન કરે છે. અને ‘વ્યવસ્થિત’ નથી કરાવડાવતું એટલે માણસ દાન નથી
કરતા, ‘વીતરાગ’ ને દાન લેવાનો કે આપવાનો મોહ ના હોય. એ તો ‘શુદ્ધ ઉપયોગી” હોય !
થાય આંતરિક ભાવ ફલિત ! આ ‘વીતરાગો’નું સાયન્સ કેવું છે ? આજે એક જણે દાન આપ્યું પચાસ હજાર અને પછી એ માણસ આપણને કહેતો હોય અહીં આગળ કે આ તો શેઠના દબાણને લીધે આપ્યા છે, નહીં તો હું કોઈ દહાડોય આવા પૈસા આપું નહીં. હું કંઈ કાચી માયા નથી. બોલો હવે ‘વીતરાગ'ના ચોપડે શું જમે થાય ?
પ્રશ્નકર્તા : કાંઈ નહીં.
દાદાશ્રી : તો આપેલા એના મફત ગયા ? અત્યારે આપે છે એ મફત જાય નહીં. આ વીતરાગો કેટલા ડાહ્યા છે ને કેટલા પાકો છે, તેનો દાખલો આપું છું. હવે એ બોલેને કે આ શેઠના દબાણને લઈને મેં આપ્યા છે. તે ‘વીતરાગ’ તો
જ્યાં ને ત્યાં હોય છે જ ને ? દેહધારીમાં વીતરાગ બેઠેલા હોયને ? તે નકામું ગયું એમનું ? ના. ત્યારે કંઈ કામમાં આવ્યું ? હા, એણે રોકડા ધૂળમાં આપ્યા એટલે એનું ફળ સ્થળમાં, તો એને રોકડા અહીંનું અહીં મળી જવાનું. અહીં એને કીર્તિ મળે. આ જેટલું મિકેનિકલ છેને, એ મિકેનિકલ ભાગને કીર્તિ ને અપકીર્તિ બેઉ મળે છે. અને પછી સર્વનાશ થઈ જાય છે. પણ એણે જે સુક્ષ્મમાં ભાવ કર્યો હતો કે હું આવું એવો છું નહીં, તે આવતે ભવ એનું ફળ આવશે. હવે ત્યાં આગળ તો ભાવિ ભાવ કર્યો હતો તે જુએ છે.
પ્રશ્નકર્તા : દાન આપે તે તો નિમિત્તથી દાન આપે છેને ?
દાદાશ્રી : એ દાન આપે છે તે પૂર્વભવે ભાવેલું છે માટે આજે આપે છે. પણ ઊંધી ભાવના આજે કરે છે તે એનું ફળ આવતે ભવ આવશે. અત્યારે બીજ પડી રહ્યું છે કે હું કોઈને આપું એવો છું નહીં, એટલે દાન આપ્યું છતાં બીજ અવળું પડ્યું ! અને જો એવું કહે કે, “આ પચાસ હજાર રૂપિયા આપ્યા તે બહુ સારું થયું. આ શેઠ હોત નહીં તો મારાથી અપાત નહીં. આ તો શેઠ હતા તે અપાયા મારાથી, તે બહુ સારું થયું.’ તો એ ઊંચો ભાવિભાવ કર્યો એણે !