________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨૦૪
૨૦૪
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : ત્યારે બીજું શું કહેવાય ? જગતેય એને જ સમજે છેને ? પ્રશ્નકર્તા : રાગદ્વેષ વગરનો બીજું બધું બહાર ખરું ને વઢેય ખરાં. પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને યુદ્ધ કરાવડાવ્યું.
દાદાશ્રી : હા, પણ બહાર તો ખરું ધાંધલ-ધમાલ, બધું બહાર ખરું. બહાર તો ગાળંગાળ કરે. પણે રાગદ્વેષ નથી.
આખો બહારનો વ્યયહાર જ પરાધીન છે. અને આંતરિક વ્યવહાર સ્વાધીન છે. એટલે પરાધીનતામાં શું કરી શકે ?
પરિગ્રહ છૂટ્ય, આત્મા પ્રગટે ! પ્રશ્નકર્તા : પણ મમતા કે ક્રોધ-માન-માયા-લોભ બધું જ્ઞાનથી છૂટને ?
દાદાશ્રી : જ્ઞાનથી તો આત્માની પ્રતીતિ બેસે કે હું શુદ્ધાત્મા છું, એવું ભાન થઈ જાય પછી ચારિત્ર બધું આનાથી થાય, સ્ટેડી થાય.
પ્રશ્નકર્તા : આયે વ્યવહાર ચારિત્ર થયું ને આ વ્યવહાર ચારિત્રમાં ગયુંને ?
દાદાશ્રી : એ કામનું નહીં. મૂળ ચારિત્ર જોઈએ. મૂળ ચારિત્ર આનાથી આવે નહીં તો આવે નહીં.
ચેતવે જ્ઞાતી, લક્ષ્મી-મમતથી ! પ્રશ્નકર્તા : મમતાનો વિસ્તાર કેટલો મોટો હોય છે. મમતાનો વિસ્તાર કંઈ નાનો નથી રહેતો.
દાદાશ્રી : કોણ કહે છે નાનો ? તમે નાનો સમજો છો. મમતા ઉપર તો આખી ડિઝાઈન હોય. તમે જેટલું સમજો છોને એનો એક અંશ નથી આ વાત. મમતાની બહુ મોટી ડિઝાઈન છે. એટલી વિસ્તૃત છે.
પ્રશ્નકર્તા : એ બધું સમજાવવાની જરૂર છે.
દાદાશ્રી : બધું સમજાવી દીધેલું જ છેને. પણ છોડેલું નથી. માણસથી જરાક પણ છોડવું મુશ્કેલ છે. છોડી પૈણાવવી હોય તો પૈણાવી દે, ત્રણ લાખ રૂપિયા ખર્ચીને બાકી આમ છોડવું મુશ્કેલ છે. તે આ કમાઈને બે લાખ છુટ્યા તે મને બહુ ઉત્તમ લાગ્યું કે પાટીદાર થઈને !
પ્રશ્નકર્તા : મમતા એકલી કંઈ લક્ષ્મી ઉપર જ નથી હોતી, પણ બીજી બધી કેટલી જગ્યાએ હોય.
દાદાશ્રી : પણ આ લક્ષ્મીમાં જ મમતા છૂટે તો બહુ થઈ ગયું. બીજી મમતા તો છૂટી જાય. લક્ષ્મીને લઈને આ બધી વસ્તુઓ ચોંટેલી છે. પ્રશ્નકર્તા : બૈરી છે છોકરાં છેને ?
દાદાશ્રી : એ બધી લક્ષ્મીને લઈને જ. અને વિષય પણ ભટકાવડાવે. વિષયની ને લક્ષ્મીની બેની મમતા છૂટવી જોઈએ.
પ્રશ્નકર્તા : આવ્યુંને, વિષયમાં બૈરી-છોકરાં આવ્યુંને?
દાદાશ્રી : એ વિષય તો છોડી શકે. લક્ષ્મી છૂટે નહીં કોઈને તેથી કહ્યું છે ! આ મમતા દબડાવીને પણ છોડાવી લેવી !
પ્રશ્નકર્તા : શીલદર્શકમાં ચોખ્ખું કહ્યું છે, દાદાએ પાને પાને કહ્યું છે કે બધું છૂટે પણ વિષય જ ના છૂટે. છેલ્લામાં છેલ્લો વિષય જાય.
દાદાશ્રી : વિષય ને લક્ષ્મી બે ના જાય. લક્ષ્મી છે તે વિષયને છોડી આપે અને વિષય તો જ્યાં છુટી ગયેલા છે તે અને જે વિષય સ્ત્રીસંબંધી છે, તે દાદા ભગવાન છોડી આપે છે, પણ લક્ષ્મી તો ના છુટે. વિષય છોડી આપે પણ લક્ષ્મી ના છૂટે.
એ થર્મોમિટર જ્ઞાતી પાસે ! પ્રશ્નકર્તા : કોઈને છૂટ્યું કે નથી છૂટ્યું એ આપણને કેવી રીતે ખબર પડે ?