________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
૨૦૩
પૈસાનો
વ્યવહાર
એટલે અહીંનું અહીં જ બધું થઈ જાય. હાઈસ્કૂલ બંધાવી’તી, તે અહીં ને અહીં જ વાહવાહ થઈ ગઈ. ત્યાં મળે નહીં.
પ્રશ્નકર્તા : સ્કૂલ તો છોકરાઓ માટે બનાવી, એ લોકો ભણ્યા-ગણ્યા, સદ્વિચાર ઉત્પન્ન થયા.
દાદાશ્રી : એ જુદી વસ્તુ છે. પણ તમારી વાહવાહ મળે તે થઈ ગયું, વપરાઈ ગયું.
બહાર સ્વીકારે, મહીં વીતરાગ ! પ્રશ્નકર્તા : લોક વાહવાહ કરે, પણ પોતે સ્વીકાર ના કરતો હોય તો ?
દાદાશ્રી : સ્વીકાર ના કરે કે કરે, લોક વાહવાહ કરે તો થઈ ગયું. કોણ સ્વીકાર ના કરે એવું છે ?
પ્રશ્નકર્તા : જોડે શું આવવાનું, કહ્યું !
દાદાશ્રી : જોડે તો આપણે પેલું આપીએ ત્યાં, આત્મા માટે તે આપણા આત્માની શક્તિ એકદમ ખીલી જાય. એ આપણી જોડે આવ્યું.
પ્રશ્નકર્તા : અને અહીં તો જે વાપર્યું, એ તો વાહવાહ કરે એ જ મળેને? દાદાશ્રી : મળી ગયું. વાહવાહ મળી ગઈ.
કોઈતા તિમિરે કોઈને મળે ? પ્રશ્નકર્તા : વાહવાહ તો જેને માટે વાપર્યું એને જાયને ? નહીં કે તમને. તમો જેને માટે જે કાર્ય કરો છો, એનું ફળ એને જાય. આપણે જે પુણ્ય કરીએ, જેના માટે, તે એને મળે. આપણને ના મળે. કરે એને ના મળે.
દાદાશ્રી : આપણે કરીએ ને પેલાને મળે? એવું સાંભળ્યું છે કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : એના નિમિત્તે આપણે કરીએ છીએને ?
દાદાશ્રી : એના નિમિત્તે આપણે કરોને, એના નિમિત્તે આપણે ખાતા હોય તો શું વાંધો ? ના, ના, એ બધું આમાં ફેર નથી. આ તો બધું બનાવટ કરીને લોકોને અવળે રસ્તે ચઢાવે. એના નિમિત્તે !! એને ખાવાનું ના હોય ને આપણે ખાઈએ તો શું ખોટું ? બધું કાયદેસર જગત છે આખું?
વાહવાહમાં પુણ્ય વપરાઈ જાય ! પ્રશ્નકર્તા : આ કહો છો એવો કાયદો હોય તો તો હીરાબાનું વાપર્યું એટલે તમને પુણ્ય મળે.
દાદાશ્રી : મને શું મળે ? અમારે લેવાદેવા નહીં. મારે તો કશું લેવાદેવા જ નહીં ને ! આમાં પુણ્ય બંધાય નહીં આ. આ તો પુણ્ય ભોગવાઈ જાય. વાહવાહ બોલાઈ જાય.
અગર તો કોઈ ખરાબ કરી જાય તો મૂઆએ જુઓને, બગાડ્યું બધું કહેશે.
રામચંદ્રજી કરતા'તા, કૃષ્ણ ભગવાન સ્વીકાર કરતા'તા. બધાય સ્વીકાર કરતા'તા.
પ્રશ્નકર્તા : આ બધાએ સ્વીકાર કર્યું તો ‘દાદાએ મારું આ કર્યું.” એવું કોઈ બોલે તો તમે સ્વીકાર કરો છો ?
દાદાશ્રી : ત્યારે મને, કડવું લાગતું હશે ? આ બધા બોલે કે દાદાએ સારું કર્યું, તે મીઠું જ લાગેને !
મીઠું છે છતાં એની પર રાગ નથી અમને. અને કોઈ કડવું બોલે તો એની ઉપર દ્વેષ નથી.
પ્રશ્નકર્તા : એ જ સ્વીકાર ના સ્વીકારવાની વાત છે. એવું આ બધા સ્વીકારતા'તા રાગદ્વેષથી ? રામચંદ્રજી કે કૃષ્ણ ભગવાન ?
દાદાશ્રી : આવી રીતે સ્વીકારેને ! પ્રશ્નકર્તા : એને સ્વીકારેલું જ નહીંને.