________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨૦૨
૨૦૨
પૈસાનો
વ્યવહાર
ધૂળધાણી કરી નાખે. દેવું કરીનેય કરે. હવે વાહવાહ કેટલા દહાડા ? ત્રણ દહાડા. પછી કશુંય નથી. પોક પડી પછી બંધ થઈ જાય. ત્રણ દહાડા સુધી પોક પડે જરા.
અને આ પાકા, પેલા (વાણિયા) બેઠા છેને, તે પાકા. એ વાહવાહથી છેતરાય નહીં. એ તો આગળ જમે થાય છે કે અહીંનું અહીં રહે છે ? પેલું વાહવાહવાળું તો અહીં વટાઈ ગયું. એનું ફળ લઈ લીધું મેં, ચાખી લીધું મેં અને આ તો વાહવાહ ના ખોળે, ત્યાં ફળ ખોળે એ ઓવરડ્રાફટ, બહુ પાકા, વિચારશીલ લોકોને ! આપણા એક કરતાં વધારે વિચારશીલ. આપણે તો ક્ષત્રિય લોકોનો એક ઘા ને બે ટુકડા ! બધા તીર્થંકરો ય ક્ષત્રિય થયેલા. સાધુઓ જાતે કહે છે, અમારાથી તીર્થંકર થવાય નહીં. કારણ કે અમે સાધુ થઈએ તો વધુ ત્યાગ કરીને પણ એકાદ ગીની’ રહેવા દઈએ અંદર ! કો'ક દહાડો અડચણ પડે તો ? એ એમની મૂળ ગ્રંથિ અને તમે તરત આપી દો. પ્રોમિસ ટુ પે એટલે બધું પ્રોમિસ જ ! બીજું આવડે નહીંને ! સમજણ નહીં મહીં. “થીંકર' જ નહીં. પણ છૂટકારો વહેલો એમને
મળે.
પ્રશ્નકર્તા : છૂટકારો વહેલો મળે !!
દાદાશ્રી : હા, એ લોકો મોક્ષે જાય. કેવળજ્ઞાન થાય. પણ તીર્થંકરો તો આ ક્ષત્રિયો જ હોય. એ લોકો બધા કબૂલ કરે કે મારી પાસે, આપણે ક્ષત્રિય કહેવાઈએ. આપણને પેલું આવડે નહીં. એવું આવડે નહીં. બહુ ઊંડું આ. અને આ તો વિચારશીલ પ્રજા ! બધું વિચારી વિચારીને, દરેક વસ્તુ વિચારીને કામ કરે. અને આપણે (ક્ષત્રિયોને) પસ્તાવાનો પાર નહીં. પેલાને પસ્તાવો ઓછો આવે.
જુઓને, મને યાદ આવે છે. સો આપવાના તેના પોણા સો પાછા લઉં. મને આ દેખાય છે, હજુયે. એ ઓફિસ દેખાય છે. પણ મેં કહ્યું, ‘આવો ઢંગ !' આ લોકોનાં કેવાં મોટાં મન હોય છે ! હું મારા ઢંગને સમજી ગયેલો. ઢંગ બધા. આમ મોટું મનેય ખરું. પણ વાહવાહ, ગલીપચી કરનાર જોઈએ. ગલીપચી કરી કે
દાદાશ્રી : હા, એ પ્રકૃતિ, બધી પ્રકૃતિ છે.
ત્યાં “પોતે' સ્વીકારે તહીં ! પ્રશ્નકર્તા : હું જે દાન કરું છું એમાં મારો ભાવ ધર્મ માટેનો, સારાં કામ માટેનો હોય છે. એમાં લોકો વાહવાહ કરે તો એ આખું ઊડી ના જાય ?
દાદાશ્રી : આમાં મોટી રકમો વપરાઈ તે બહાર પડી જાય ને તેની વાહવાહ બોલાય. અને એવી રકમોય દાનમાં જાય કે જેને કોઈ જાણે નહીં ને વાહવાહ કરે નહીં એટલે એનો લાભ રહે ! આપણે એની માથાકૂટમાં પડવા જેવું નથી. આપણા મનમાં એવો ભાવ નથી કે લોકો ‘જમાડે' ! આટલો જ ભાવ હોવો જોઈએ ! જગત તો મહાવીરનીય વાહવાહ કરતું હતું ! પણ એને એ ‘પોતે' સ્વીકારે નહીંને ! આ દાદાનીય લોક વાહવાહ કરતું હતું ! પણ એને એ ‘પોતે' સ્વીકાર કરે નહીંને ! આ દાદાનીય લોક વાહવાહ કરે છે. પણ અમે એને સ્વીકારીએ નહીં અને આ ભૂખ્યા લોકો તરત સ્વીકારે છે. દાન ઉઘાડું પડ્યા વગર રહે જ નહીંને ! લોકો તો વાહવાહ કર્યા વગર રહે નહીં પણ પોતે એને સ્વીકારે નહીં એટલે પછી શો વાંધો ? સ્વીકારે તો રોગ પેસેને ?!
જે વાહવાહ સ્વીકારતો નથી એને કશું જ હોતું નથી. વાહવાહ પોતે સ્વીકારતો નથી. એટલે એને કશી ખોટ ના જાય અને વખાણ કરે છે અને પુણ્ય બંધાય છે. સત્કાર્યની અનુમોદનાનું પુણ્ય બંધાય છે. એટલે આવું બધું અંદરખાને છે. આ તો બધા કુદરતી નિયમો છે.
જે વખાણ કરે અને એ કલ્યાણકારી થાય. વળી જે સાંભળે એના મનમાં સારા ભાવનાં બીજ પડે કે ‘આ પણ કરવા જેવું ખરું, આપણે તો આવું જાણતા જ નહોતા !”
ત્યાં ખીલે આત્મશક્તિઓ ! બાકી જોડે પેલું આવવાનું છે. આ જોડે આવે નહીં. અહીં તરત ને તરત કિંમત મળી જાય એની કિંમત વાહવાહ તરત મળી જાય. અને આત્મા માટે મૂકેલું હોય એ જોડે આવે.
ચાલ્યું.
પ્રશ્નકર્તા : દાદા, એ જીવનો સ્વભાવ છે.