________________
પૈસાનો
વ્યવહાર
૨૦
૨૦
પૈસાનો
વ્યવહાર
આવો આવો’ કહીને એમને આમ બેસાડ્યા. એટલે એ ચંદુભાઈને ખસવું પડ્યું. આખી સીટ ખસેડવી પડી. તે એમ બે-ચાર સીટ ખસેડવા પડ્યાને એટલે મોટું ઊતરી ગયેલું. પહેલું ખસેડ્યું તેમાં થોડુંક ઉતર્યું. બીજા વખતે વધારે, ત્રીજા ને ચોથા વખતે તો ઊતરી ગયેલું તે હું જોયા કરું. મેં કહ્યું, ‘આની શી દશા થઈ આ બિચારાની. અરેરે... અહીંયા બધાંય વાજાં વાગે છે ફર્સ્ટ ક્લાસ. આ લોકો પીણાં પીએ છે ને આ આમની શી દશા થઈ ! એના મનમાં ને મનમાં વિચાર કરે. આ સમજદાર નહીં, પણ બોલે તો બોલાય પણ નહીં અને પેલા પીણામાં ય સ્વાદ ના આવે. વાજાં સરસ વાગે. લોકો કેવાં સારાં સારાં છે ને મોઢાં જોવામાં ય સ્વાદ ના આવે. મને જોવામાં આનંદ આવે કે આ કેવા ફસાયા છે. પછી એ ઊઠી જાય એટલે હું એમને ભેગો થઈ જાઉં. મેં કહ્યું, ‘ચંદુભાઈ સાહેબ કેમ...' ત્યારે કહે ‘તમારા પટેલનું કામ બહુ ખરાબ....’ મેં કહ્યું, ‘હું એવો નથી.” પછી મને કહે છે, “આ આવ્યો તે આવ્યો. બધાને આગળ બેસાડ બેસાડ કરે છે, તે એમ નહીં સમજે કે આ કોણ છે ને કોણ નહીં એવું તેવું સમજવું જોઈએ ને ! મેં કહ્યું,
એમને જરાક કચાશ ખરીને !' એટલે ખુશ થઈ ગયા. કહે છે, “હંડો ચા-બા પીને જાવ’ પણ તો ય આગળની સીટ છોડે નહીં. તે ય મનમાં એમ નહીં કે બીજી વખત જરા ચેતીએ આપણે. અહીં તો આ રેસકોર્સમાં નંબર નહીં લાગે ને વગર કામનાં હાંફ હાંફ કરવાનું. નથી ઘરમાં રસ રહ્યો, નથી ચા-પાણીમાં ય રસ રહ્યો. આ જ રસ !!
મેં પુસ્તકમાં લખ્યું છે કે આ બ્રહ્માંડમાં કોઈ એવી ચીજ નથી કે જે મેં વિચાર્યા વગર બાકી રાખ્યું હોય. આવું ચાલતું હશે ? હાંફી હાંફીને મરી ગયા તો યે હજી સીટ છોડતા નથી. હેય પછી સરસ મજાનું ખાવા-પીવાનું હોય. બીજા કશામાં રસ જ ના આવે ને !
વાત જરા અનુભવમાં આવે એવી છે ને ? પ્રશ્નકર્તા : બહુ જ સારી મજા આવી.
દાદાશ્રી : એટલે વાત વ્યાવહારિક તમે સમજી જાવને, તો વ્યવહાર પેલો પાકો થઈ ગયો. આદર્શ થઈ ગયો એટલે ઓલ રાઈટ થઈ ગયો.
ખરી જરૂરિયાત શેતી ? પ્રશ્નકર્તા : લક્ષ્મી ના હોય તો સાધન ના હોય અને સાધન માટે લક્ષ્મીની જરૂર છે, એટલે, લક્ષ્મી સાધન વિના આપણે જે જ્ઞાન લેવા ધારતા હોય તો એ ક્યારે મળે ? એટલે આ લક્ષ્મી એ જ્ઞાનની નિશાળે જવાનું પહેલું સાધન છે, એવું નથી લાગતું ?
દાદાશ્રી : ના. લક્ષ્મી એ બલિકુલે ય સાધન નથી. જ્ઞાન માટે તો નહીં, પણ એ કોઈ રીતે બિલકુલે ય સાધન જ નથી. આ દુનિયામાં જો જરૂરિયાત વગરની વસ્તુ હોય તો તે લક્ષ્મી છે. જરૂરિયાત જે લાગે છે એ તો ભ્રાંતિ અને અણસમજણથી માની બેઠાં છે. જરૂરિયાત શેની છે ? હવાની પહેલી જરૂરિયાત છે. જો હવા ના હોય તો તું કહું કે ના, હવાની જરૂરિયાત છે, કારણ કે હવા વગર મરી જવાય છે. લક્ષ્મી વગર મરી ગયેલા જોવામાં આવ્યા નથી. એટલે આ લક્ષ્મી જરૂરી સાધન છે, એવું કહે છે, એ તો બધી મેડનેસ છે, કારણ કે બે મિલવાળાને ય લક્ષ્મી જોઈએ છે, એક મિલવાળાને ય લક્ષ્મી જોઈએ છે, મિલના સેક્રેટરીને ય લક્ષ્મી જોઈએ છે, મિલના મજૂરને ય લક્ષ્મી જોઈએ છે. ત્યારે સુખી કોણ આમાં ? આ રાંડેલી યે રડે ને માંડેલી યે રડે ને સાત ભાયડાવાળી યે રડે, આ તો રાંડેલી તો રડે તે આપણે જાણીએ કે બઈનો ધણી મરી ગયો છે. પણ આ તો માંડેલી, તું શું કરવા રડે છે ? ત્યારે એ કહેશે કે, ‘મારો ધણી નઠારો છે, અને સાત ભાયડાવાળી તો મોટું જ ના ઉઘાડે એવી આ લક્ષ્મીની બાબત છે એટલે કેમ આ લક્ષ્મીની પાછળ પડ્યા છે ? આવું ક્યાં ફસાયા તમે !!
પૈસાની પ્રાતિમાં પુરુષાર્થ ક્યાં ? પ્રશ્નકર્તા : આ પુણ્યેની લક્ષ્મી આપણી પાસે આવવાની છે કે નહીં, એની માટે સહજ પુરુષાર્થ તો કંઈક હોવો જોઈએ ને ?
દાદાશ્રી : પચ્ચેની લક્ષ્મી માટે પુરુષાર્થ કેવો હોય ? આમ સરળ ને સુંવાળો પુરુષાર્થ હોય. આ તો સરળ ને સુંવાળો હોય તેને આપણે અણસમજણથી કઠણ બનાવીએ છીએ.