________________
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : આપણને એમ લાગે કે સરળ ને સુંવાળો નથી અને કઠણ છે તો પછી એને પડતું મૂકી દેવું ? આપણને એમ લાગે કે આપણી પુણ્ય એટલી બધી નથી કે સરળ રસ્તેથી લક્ષ્મી આવે, તો પછી ત્યાં આપણે સહજ થઈ જવું ?
૨૧
દાદાશ્રી : ના, ના. ધીરજ રાખો તો બધું એની મેળે સરળ જ નીકળે છે ! પણ આ તો ધીરજ નથી રહેતી અને દોડધામ કરી મેલે છે ને બધું બગાડે છે.
પ્રશ્નકર્તા : ધી૨જ નથી રહેતી ને, આમ કરું તેમ કરું એમ થઈ જાય છે.
દાદાશ્રી : હા અને આમ કરી નાખું, તેમ કરી નાખું એનાથી બધું ગૂંચવી નાખે છે. ટ્રેન પકડવાની હોય ત્યાં ય એને ધીરજ ના રહેતી હોય, ત્યાં નિરાંતે ચા પીએ ખરો ? ના. એને તો ગાડી હમણાં આવશે, ગાડી હમણાં આવશે. એમાં જ હોય. એને કહીએ કે જરા ભાઈ, અહીં આવો, વાતચીત કરવી છે.’ પણ તો ય એ સાંભળે નહીં, તેવું આ અધીરજથી આમ કરી નાખું તેમ કરી નાખું કરે છે, પછી એવો જ ક્લેશ ને થાક અનુભવે છે.
પ્રશ્નકર્તા : એવું છે, ધંધામાં આપણા માથે સ્વાભાવિક રીતે કંઈક તલવારો લટકતી હોય કે ઈન્કમટેક્ષ ભરવાનો છે, સેલટેક્ષ ભરવાનો છે. પગારો વધારવાના છે, તો એના દબાણને લઈને એ ફાંફાં મારતો હોય કે આમ કરી લઉં ને તેમ કરી લઉં !
દાદાશ્રી : તો ય કશું વળે નહીં, ફાંફાંવાળાને ફાંફાં જ મારવાનાં રહે. પ્રશ્નકર્તા : એટલે આપે કહ્યું તેમ ધીરજ પકડે તો એની મેળે ગોઠવણી થઈ શકશે ?
દાદાશ્રી : ધીરજથી જ બધું થાય. શાંતિથી બધું આવે. એ ઘેર બેઠાં બોલાવવા આવે. પાછું એવું નહીં કે આપણે બજારમાં ખોળવું પડે. બાકી મહેનત કરીને મરી જાય, બુદ્ધિ વાપરીને મરી જાય તો પણ આજે ચાર આના ય મળે નહીં, અને આવું એકલો ક્યાં ઝાલી પડ્યો છે ? આખી દુનિયા લક્ષ્મી પાછળ પડી છે !
૨૧
પૈસાનો
વ્યવહાર
સ્મશાતમાં પૈસા ખોળાય ?
પૈસાની પાછળ જ પડ્યા છે તે ક્યાંથી પૈસો લેવો, ક્યાંથી પૈસો લેવો. અલ્યા, સ્મશાનમાં શાના પૈસા ખોળો છો ? આ સંસાર તો સમશાન જેવું થઈ ગયું. પ્રેમ જેવું કશું દેખાતું નથી. પૈસા જે રીતે આવવાના છે, એનો રસ્તો કુદરતી છે. ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને મુક્ત કરે તો બહુ સારું ને બાપ !!!
લક્ષ્મી ‘લિમિટેડ’ છે અને લોકોની માગણી ‘અનલિમિટેડ’ છે ! પૈસો આવવો, પરસેવા પેઠ !
કોઈને વિષયની અટકણ પડેલી હોય, કોઈને માનની અટકણ પડેલી હોય, એવી જાતજાતની અટકણ પડેલી હોય છે. કોઈને ‘ક્યાંથી કમાવું, ક્યાંથી કમાવું' એવી અટકણ પડેલી હોય છે. એટલે આવી રીતે પૈસાની અટકણ પડેલી હોય છે, તે સવારમાં ઊઠ્યો ત્યારથી પૈસાનું ધ્યાન રહ્યા કરે ! એ ય મોટી અટકણ કહેવાય.
પ્રશ્નકર્તા : પણ પૈસા વગર ચાલતું નથી ને !
દાદાશ્રી : ચાલતું નથી, પણ પૈસા શેનાથી આવે છે તે લોકો જાણતાં નથી અને પાછળ દોડ દોડ કરે છે. પૈસા તો પરસેવાની પેઠે આવે છે. જેમ કોઈને પરસેવો વધારે આવે અને કોઈને પરસેવો ઓછો આવે અને જેમ પરસેવો થયા વગર રહેતો નથી તેવી રીતે આ પૈસા આવે જ છે લોકોને !
મારે તો મૂળથી પૈસાની અટકણ જ નહોતી. બાવીસ વર્ષનો હતો ત્યારથી હું ધંધો કરતો હતો તો ય મારે ઘેર જે કોઈ આવ્યો હોય તે મારા ધંધાની વાત કોઈ જાણતા જ નહોતા. ઊલટો હું એને પૂછ-પૂછ કરું તમે શી અડચણમાં આવ્યા છો ?
શું જોઈએ જગતને ?
દાદાશ્રી : તમને રાત-દહાડો સ્વપ્નાં આ લક્ષ્મીનાં આવે છે ?