________________
પૈસાનો
વ્યવહાર
૧૯
પૈસાનો
વ્યવહાર
ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ ! આ ફૂલિશનેસની તો હદ હોયને ? કે બેસ્ટ સુધી પહોંચાડવાનું ? તે આજે બેસ્ટ ફૂલિશનેસ સુધી પહોંચ્યા !
દાદા' તું ગણિત ! પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, ‘આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?” પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે “ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી, વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું ? મેં કહ્યું, ‘આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું ?” તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને ! તે અલ્યા શું કરવા, ફીણ કાઢીએ આપણે ! ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચા યે ના પાય પછી. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : એટલે આ બધું ગણિત કાઢી નાખેલું. દાદાનું ગણિત ! બહુ સુંદર ગણિત છે. આ મેથેમેટિક્સ એટલું બધું સુંદર છે. પેલા એક સાહેબ તો કહેતા'તા. કે આ દાદાનું ગણિત જાણવા જેવું છે.
દોડ, દોડ, દોડ, પણ શેના હારું? નંબર લાગવાનો હોય તો હેંડ ચાલ, ઈંડોને, દેહનું જે થવાનું હોય તે થાય, પણ આ તો નંબરે ય નહીં, ઈનામે ય નહીં, કશું ય નહીં ને ફીણ તો પાર વગરનાં. ના કશામાં ઘસાયો, આમાં જ દોડ, દોડ, દોડ ! બધે નીરસ થઈ ગયેલો પાછો, ખાવામાંય રસ-બસ નહીં !
આ ગણિત શીખવા જેવું નથી લાગતું?
પ્રશ્નકર્તા અને જે રીતે આપ કહો છો, એ કંઈ વર્ણવવા જેવું જ નથી ! એવું જ થઈ ગયું છે !!
દાદાશ્રી : એટલે આ તો અનુભવની વાત કરું છું ને ! મને જે અનુભવ થયો છે તે જ !
જ્ઞાતી, રેસકોર્સથી દૂર... તે લગ્નમાં એવું થતું'તું. અમારા ભત્રીજાઓ છે, તે એમને ત્યાં લગન હોય એટલે એ આમ ભત્રીજા થાય એટલે કાકાને આગળ બેસાડે, વચમાં. એટલે કાકાનો બીજો, ત્રીજો નંબર હોય જ. તે કાકા બેસે ય ખરા. તે પછી ઝવેરચંદ લક્ષ્મીચંદ આવ્યા. એટલે ‘આવો, આવો પધારો' કહેશે. તે એને વચ્ચે બેસાડીને આપણે ખસવાનું. આમ કરીને તે આઠમો નંબર પહોંચે, ખસી ખસીને. મેં કહ્યું, ‘આ તો અપમાનની જગ્યા થઈ પડી. માનની જગ્યા હોય આ ! એટલે પછી હું તો જ્યારે જઉં ને ત્યારે આગળની જગ્યાનું ધ્યાન-ધ્યાન રાખું નહીં. પેલા લોકો ખોળે કે કાકા ક્યાં ગયા ? કાકા ક્યાં ગયા ? તે કાકા પેલી બાજુ સિગરેટ પીયા કરતા હોય. બધું જાય ત્યાર પછી આવીને છેટે બેસીને જોયા કરું. આપણે સિગરેટ પીતા જવું ને કયો ઘોડો પહેલો આવે છે તે જોવું.
એટલે અમારો ભત્રીજો કહે છે, “કાકા અહીં બેસતા નથી. આ ખોટું દેખાયને !” કહ્યું, ‘ભાઈ આ રેસકોર્સ મને નથી ફાવતું. મારાથી દોડાતું નથી. આ મારી કેડો તૂટી ગયેલી છે તે દોડાતું નથી.” ત્યારે કહે, ‘આ તો લુચ્ચાઈ કહેવાય તમારી. આ તો મનેય આવડે છે, આમ મજાક કરતા તો.” મેં કહ્યું, ‘જે છે તે આ છે મારું તો. આ ખસી ખસીને પાછું સાત ફેરા સુધી ફાઉન્ડેશન સાથે ખેંચવાનું, એટલે પછી જોવાની ટેવ પડી ગઈ. ત્યાં જઈએને તે લગનમાં જોવાની, જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની ટેવ પડી ગયેલી. જ્ઞાન નહીં થયેલું. એમ ને એમ જ્ઞાતાદ્રષ્ટા, વ્યવહારિક જ્ઞાતા-દ્રષ્ટા !
ઘોડદોડતા ઘોડાતી દશા ! એક જૈન ધર્મના સંઘના પ્રેસિડેન્ટ હતા. એ એમનાં મંદિરોના પ્રેસિડેન્ટ હતા. આમ સારા માણસ. મોટા વકીલ હતા. તે લગનમાં આવ્યા એટલે ‘આવો, આવો ચંદુભાઈ આવો' કહે, તે આમ બેસાડ્યા. પછી ઝવેર લક્ષ્મીચંદ આવ્યા, તે