________________
પૈસાનો
સેટીંગ બાકી છે.
વ્યવહાર
૧૯૩
દાદાશ્રી : એ દાનેશ્વરી છે. આ શેઠિયાઓ જેવો. શ્રેષ્ઠિ હતાને, તેના જેવો જ. ફક્ત એ કૃષ્ણ ભગવાનનો સમોવિડયો હતો એટલી ભાંજગડ હતી. એટલે દુર્યોધનના પક્ષમાં પડ્યો હતો, એટલે વિરોધી કહેવાય. પણ દાનેશ્વરીમાં વાંધો ના આવે. પણ મોક્ષે જવામાં વાંધો ખરો. દુર્યોધનનો પક્ષ મિથ્યાત્વીનો પક્ષ હતો. કમ્પ્લીટ મિથ્યાત્વીનો અને પેલો સમકિતનો પક્ષ હતો. કૃષ્ણ ભગવાન સમકિતના પક્ષમાં પડ્યા. પાંડવોના પક્ષમાં.
પ્રશ્નકર્તા : દ્રોણાચાર્ય, ભીષ્મપિતા એ બધા દુર્યોધનના પક્ષમાં જેટલા હતા, એ બધા મિથ્યાત્વીમાં ગયા ?
દાદાશ્રી : મિથ્યાત્વીના પક્ષમાં સારો માણસ, સંતપુરુષ પડેને, તોયે મિથ્યાત્વી થઈ જાય. એના ઘરનું અનાજ ખાય, તે એક જ દહાડો અનાજ મિથ્યાત્વીનું ખાય તો તે મિથ્યાત્વી થઈ ગયો. મિથ્યાત્વીનો જો શબ્દ પેસી ગયો તો ક્યારે ગૂંચવાડો ઊભો કરશે તે કહેવાય નહીં.
સારા રસ્તે વાપરો !
પૈસા તો ખાલીયે થાય ને ઘડીમાં ભરાઈ પણ જાય. સારા કામ માટે રાહ ના જોવી. સારા કામમાં વપરાય, નહીં તો ગટરમાં તો ગયું લોકોનું નાણું. મુંબઈમાં કરોડો રૂપિયા ગટરમાં ગયા લોકોના, ઘેર વાપર્યું ને પારકા માટે ના વાપર્યુંએ બધુંય ગટરમાં ગયું. તે હવે પસ્તાય છે. હું કહું છું કે ગટરમાં ગયું ત્યારે કહે છે ‘હા, એવું જ થયું.’ ત્યારે મૂઆ પહેલેથી ચેતવું હતુંને ?! હવે ફરી આવે ત્યારે પાછો ચેતજે. ત્યારે કહે, ‘હા, ફરી તો હવે કાચો નહીં પડું. ફરીતો આવવાનું જ ને ! નાણું તો ચઢઉતર થયા કરવાનું. કોઈ ફેરો બે વર્ષ રાશી જાય પાછાં, પાછાં પાંચ વર્ષ સરસ આવે, એવું ચાલ્યા કરે. પણ સારા રસ્તે વાપર્યું એ તો કામ લાગેને ? એટલું જ આપણું, બીજું બધું પારકું.
“આટલું બધું કમાયા પણ ક્યાં ગયું ? ગટરમાં !! ધર્માદા કર્યું ? ત્યારે કહેશે, એ પૈસા તો મળતા જ નથી. ભેગા થતા જ નથી ને તો આપું શી રીતે ? ત્યારે નાણું ક્યાં ગયું ? આ તો કોણ ખેડે ને કોણ ખાય ? જે કમાય તેનું નાણું નહીં. જે વાપરે તેનું નાણું. માટે નવા ઓવરડ્રાફટ મોકલ્યા એટલા તમારા. ના
૧૯૭
મોકલ્યા એ તમે જાણો !
પૈસાનો
વ્યવહાર
સાચો દાતાર !
લક્ષ્મી તો, કોઈ દહાડોય ખૂટે નહીં એનું નામ લક્ષ્મી ! પાવડેથી ખોપી ખોપીને ધર્માદા કર કર કરેને, તોય ના ખૂટે એનું નામ લક્ષ્મી કહેવાય. આ તો ધર્માદા કરે તે બાર મહિને બે દહાડા આપ્યા હોય, એને લક્ષ્મી કહેવાય જ નહીં. એક દાતાર શેઠ હતા. હવે દાતાર નામ કેમ પડ્યું કે એમને ત્યાં સાત પેઢીથી ધન આપ્યા જ કરતા હતા. પાવડેથી ખોપીને જ આપે. તે જે આવ્યો તેને, આજ ફલાણો આવ્યો કે મારે છોડી પૈણાવવી છે, તો તેને આપ્યા, કો'ક બ્રાહ્મણ આવ્યો તેને આપ્યા. કો'કને બે હજારની જરૂર છે તેને આપ્યા. સંતસાધુઓને માટે, જગ્યા બાંધેલી ત્યાં બધા સંતસાધુઓને, જમવાનું એટલે દાન તો જબરજસ્ત ચાલતું હતું, તેથી દાતાર કહેવાયા ! અમે આ જોયેલું બધું. દરેકને આપ આપ કરે તેમ નાણું વધ વધ કરે.
નાણાંનો સ્વભાવ કેવો છે ? જો કદી સારી જગ્યાએ દાનમાં જાય તો પાર વગરનું વધે. એવો નાણાનો સ્વભાવ છે. અને જો ગજવાં કાપે તો તમારે ઘેર કશું નહીં રહે. આ બધા વેપારીને આપણે ભેગા કરીએ અને પૂછીએ કે ભઈ, કેમનું છે તારે ? બેન્કમાં બે હજાર તો હશેને ? ત્યારે કહેશે કે સાહેબ, બાર મહિને લાખ રૂપિયા આવ્યા, પણ હાથમાં કશું નથી ? તેથી તો કહેવાત પડેલીને કે ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રડે ! કોઠીમાં કશું હોય નહીં, તે રડે જ ને !
લક્ષ્મીનો પ્રવાહ દાન છે, અને જે સાચું દાન આપનારો છે તે કુદરતી રીતે જ એક્સપર્ટ હોય છે. માણસને જોતાની સાથે જ સમજી જાય કે ભઈ જરા એ લાગે છે. એટલે કહે કે ભઈ, છોડીને લગન માટે રોકડા પૈસા નહીં મળે. તારે જે કપડાંલત્તાં જોઈતાં હોય, બીજું બધું જોઈતું હોય તે લઈ જજે. અને કહેશે કે છોડીને અહીં બોલાવી લાવ. તે છોડીને કપડાં, દાગીના બધું આપે. સગાંવહાલાંને ત્યાં મીઠાઈ પોતાને ઘેરથી મોકલાવી આપે. એવો વ્યવહાર બધો સાચવે, પણ સમજી જાય કે આ નંગોડ છે, રોકડા હાથમાં આપવા જેવો નથી. એટલે દાન આપનારાય બહુ એક્સપર્ટ હોય છે.