________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧૯૬
પૈસાનો
વ્યવહાર
અનુભવમાં નથી આવ્યું ય
પહેલાંના કાળમાં, તે વખતે દાનેશ્વરી હોય. તે દાનેશ્વરી તો મન-વચનકાયાની એકતા હોય ત્યારે દાનેશ્વરી પાકે અને તેને ભગવાને શ્રેષ્ઠિ કહ્યા હતા. એ શ્રેષ્ઠિને અત્યારે મદ્રાસમાં શેટ્ટી કહે છે. અપભ્રશ થતું થતું શ્રેષ્ઠિમાંથી શેટ્ટી થઈ ગયેલું છે, ત્યાં આગળ એ આપણે અહીં અપભ્રશ થતું થતું શેઠ થઈ ગયું
લોકોનું નાણું ગટરમાં જ જઈ રહ્યું છેને, સારા રસ્તે તો કો'ક પુણ્યશાળીને જ જાયને ! નાણું ગટરમાં જાય ખરું ?
પ્રશ્નકર્તા : બધું જઈ જ રહ્યું છેને !
દાદાશ્રી : આ મુંબઈની ગટરોમાં તો બહુ નાણું, જથ્થ બંધ નાણું જતું રહ્યું છે. નર્યા મોહનું, મોહવાળું બજારને ! હડહડાટ નાણું ચાલ્યું જાય. નાણું ખોટું જ ને. નાણુંયે સાચું નહીં. સાચું નાણું હોય તો સારે રસ્તે વપરાય.
સોલૈયા દાન ! પ્રશ્નકર્તા : આપણા ધર્મમાં વર્ણવેલું છે કે પહેલાં તો સોનૈયાદાન આપતાં, તે એ લક્ષ્મી જ કહેવાય ?
દાદાશ્રી : હા, એ સોનૈયાદાન, એ સોનૈયાદાન હતુંને, એ તો અમુક પ્રકારના લોકોને જ અપાતું. એ બધા લોકોને નહોતા અપાતાં. સોનૈયાદાન તો અમુક શ્રમણ બ્રાહ્મણો એ બધાંને જેને કંઈક છોકરીઓ પૈણાવાની અટકી હોય. બીજું, સંસાર ચલાવવા માટે એ બધાને આપતા હતા. બાકી બીજા બધાને સોનૈયાદાન અપાતું ન હતું. વ્યવહારમાં રહેલા હોય, શ્રમણ હોય, તેમને જ અપાવું જોઈએ. શ્રમણ એટલે કોઈની પાસે માંગી ના શકે. તે દહાડે બહુ સારે રસ્તે નાણું જતું હતું. આ તો અત્યારે ઠીક છે. દેરાસરો ભગવાનનાં બંધાય છેને તેય ‘ઑન'ના પૈસાથી બંધાય. આ યુગની અસર ખરીને !
શ્રેષ્ઠિ - શેટ્ટી - શેઠ - શઠ ! અત્યારે તો ધન દાન આપે છે કે લઈ લે છે ! ને દાન થાય છે તો “મીસા'નાં (દાણચોરીનાં). દાનેશ્વરી તો મન-વચન-કાયાના એકાકારી હોય.
આ તો મનમાં જુદું હોય, વાણીમાં જુદું બોલે, એવું કોઈ જગ્યાએ અનુભવમાં આવે છે કે નથી આવતું ? મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું ! અને કેટલાક લોકો તો મોટા માણસો તો સહી કરી આપી હોય તે ફરી જાય છે. કહેશે મારી સહી જ નથી કરેલી.’ બોલો ત્યારે, વાણીની વાત ક્યાં રહી ? તેવું
તે એક મિલના શેઠને ત્યાં સેક્રેટરી જોડે હું વાત કરતો હતો. મેં કહ્યું કે, ‘શેઠ ક્યારે આવવાના છે ? બહારગામ ગયા છે તે ?” એ કહે છે, “ચાર-પાંચ દિવસ લાગશે.” પછી મને કહે છે, “જરા મારી વાત સાંભળો.” મેં કહ્યું, ‘હા ભઈ'. તો એ કહે છે, “ઉપરથી માતર કાઢી નાખવા જેવા છે.” મેં કહ્યું, ‘એમ ના બોલાય અલ્યા, તું પગાર ખાઉં છું. એનો પગાર લઉં છું ત્યાં સુધી ના બોલાય.’ મેં એને સમજણ પાડી કે અત્યારે તું પગાર ખાઉં છું ત્યાં સુધી બોલીશ નહીં, અહીંથી છૂટો પડ્યા પછી બોલવું હોય તો બોલજે. ગમે તેવો છે શેઠ, પણ જ્યાં સુધી લૂણ એનું ખાઈએ છીએ ત્યાં સુધી આપણે શેઠ બોલવું જોઈએ. તે મને કહેવા લાગ્યો કે સાહેબ ઉપરથી માતર કાઢી નાખજો.' કહ્યું, “હું સમજી ગયો છું, હું શું નથી ઓળખતો આ લોકોને ? હું બધાને ઓળખું છું. પણ એને બોલવાની મર્યાદા હોવી જોઈએ.’ બાકી માતર કાઢી નાખીએ એટલે શું રહ્યું ? બહાર સિલકમાં ?
પ્રશ્નકર્તા : શઠ રહ્યા. દાદાશ્રી : ના બોલશો, બોલાય નહીં !
આવી દશા થઈ છે. કેવા જગડુશા ને બધા શેઠિયા થતા હતા ! એ શેઠિયા કહેવાતા હતા.
મિથ્યાત્વીતા પક્ષે, મિથ્યાત્વી ! પ્રશ્નકર્તા : મહાભારતમાં કર્ણ દાનેશ્વરી કહેવાયો. તે દાનેશ્વરી છે કે તેમાંય લોચો છે ?