________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૯ ૫
૧૯૫
પૈસાનો
વ્યવહાર
નથી. નય ધર્મનાં જ પુસ્તકો છપાય છપાય કરે છે. પેલા મહારાજ શું કહે છે ? મારા નામનું છપાવો. તે મહારા એનું નામ ઘાલે છે. એમના દાદાગુરુનું નામ ઘાલે છે. એટલે અમારા દાદા આ હતા, અમારા દાદાના દાદા ને તેના દાદા... ત્યાં સુધી પહોંચે છે. લોકોને કીર્તિઓ કાઢવી છે. અને તેને માટે ધર્મનાં પુસ્તકો છપાવે છે. ધર્મનું પુસ્તક એવું હોય કે જ્ઞાન આપણને કામ લાગે - એવું પુસ્તક હોય તો માણસને કામ લાગે. એવું પુસ્તક છપાયેલું કામનું, નહીં તો આમ ને આમ રઝળપાટ કરવાનો શો અર્થ ? અને તે બધાં કોઈ વાંચતું જ નથી. એક ફેરો વાંચીને મૂકી દે. ફરી કોઈ વાંચતું નથી અને એક ફેરોય કોઈ પૂરું વાંચતું નથી. લોકોને કામ લાગે એવું છપાવ્યું હોય તો પૈસા દીપે આપણા અને તે પુણ્ય હોય તો જ, પૈસા સારા હોય તો જ છપાવાય, નહીં તો છપાવાય નહીંને ! એ મેળ ખાય નહીંને ! પૈસા તો આવવાના ને જવાના અને ક્રેડિટ હંમેશાં ડેબિટ થયા વગર રહે નહીં. તમારે ત્યાં કેવો કાયદો છે ? કેડિટ થયા કરે કે ડેબિટ થાય ખરી ?
પ્રશ્નકર્તા : બંને સાઈડ છે. દાદાશ્રી : એટલે હંમેશાં ક્રેડિટ-ડેબિટ જ થયા કરે છે. પ્રશ્નકર્તા : એ જ થવું જોઈએ.
દાદાશ્રી : પણ તે બે રસ્તા છે. ડેબિટ કાં તો સારે રસ્તે જાય કે કાં તો ગટરમાં જાય. પણ તેમાંથી એક રસ્તેથી જાય. આખા મુંબઈનું નાણું ગટરમાં જ જાય છે. નાણું જ બધું ગટરમાં જાય છે.
મુંબઈ એટલે પુણ્યશાળીઓનો મેળો ! પ્રશ્નકર્તા : મોટામાં મોટાં દાનો મુંબઈમાં જ થાય છે. લાખો ને કરોડો રૂપિયા અપાય છે.
દાદાશ્રી : હા, પણ એ દાન તો કીર્તિદાન છે બધાં અને કેટલીક સારી વસ્તુઓ છે. ઔષધદાન થાય એવી ઘણી સારી વસ્તુઓ છે. એટલે બીજું પણ ઘણું છે મુંબઈમાં.
પ્રશ્નકર્તા : એ બધાંને લાભ મળે ખરો કે નહીં ?
દાદાશ્રી : બહુ લાભ મળે. બહુ લાભ મળે. એ તો છોડે નહીં ને એ લાભ ! પણ આ મુંબઈમાં નાણું કેટલું બધું છે ?! એના હિસાબે તો, અહીં કેટલી બધી હોસ્પિટલો છે ? આ મુંબઈનું નાણું ઢગલેબંધ, દરિયા જેટલું નાણું છે અને એ દરિયામાં જ જાય.
પ્રશ્નકર્તા : મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય છે એનું શું કારણ ? દાદાશ્રી : મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય ? પ્રશ્નકર્તા : એનું શું કારણ ?
દાદાશ્રી : એવો નિયમ જ એવો છે કે મુંબઈમાં ઊંચામાં ઊંચી વસ્તુ ખેંચાઈને આવી પડે.
પ્રશ્નકર્તા : એ ભૂમિના ગુણ છે ?
દાદાશ્રી : ભૂમિના જ સ્તો ! મુંબઈમાં બધી ઊંચામાં ઊંચી વસ્તુઓ ખેંચાય. મરચાંય ઊંચામાં ઊંચા, મહાન પુરુષો તેય પણ મુંબઈમાં જ હોય. અને નીચામાં નીચા, નાલાયક માણસો, તેય પણ મુંબઈમાં હોય. મુંબઈમાં બન્નેય ક્વૉલિટી હોય. એટલે ગામડામાં ખોળવા જાવ તો ના જેડ.
પ્રશ્નકર્તા : મુંબઈમાં સમદ્રષ્ટિ જેવા માણસ છેને ?
દાદાશ્રી : બધું પુણ્યશાળીઓનો મેળો છે આ. પુણ્યશાળી લોકોનો મેળો છે એક જાતનો. અને બધા પુણ્યશાળીઓ ભેગા ખેંચાઈ આવે.
વાણું હેંડ્યું, ગટરમાં ! મુંબઈના લોકો બધું નભાવી લે. એ એવું બીજું ના કરે. સમજ પડીને ? અને પોતાના પગ ઉપર કંઈક કો'કનો બૂટ પડેને, તો પ્લીઝ પ્લીઝ કરે. ધોલ ના મારે, પ્લીઝ પ્લીઝ કરે અને ગામડામાં મારે. એટલે આ મુંબઈના ડેવલપ કહેવાય.